Home /News /madhya-gujarat /

Ahmedabad : બર્થડે સેલિબ્રેશનમાં યુવકે ફસાવી યુવતીને હોટલ અને ઓફિસમાં લઈ જઈ કર્યું દુષ્કર્મ

Ahmedabad : બર્થડે સેલિબ્રેશનમાં યુવકે ફસાવી યુવતીને હોટલ અને ઓફિસમાં લઈ જઈ કર્યું દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: યુવતીએ આ યુવકને બોલાવ્યા બાદ તેની સાથે મિત્રતા કેળવી બાદમાં પ્રેમ કરતો હોવાની વાત કરી યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ (physical relation) બાંધ્યા હતા.

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીને એક યુવક સાથે મિત્રતા (friendship) કરવી ભારે પડી છે. બંનેનો પરિચય જન્મદિવસની ઉજવણી (birthday celebration) માટે ભેગા થયા ત્યારે થયો હતો. યુવતીએ આ યુવકને બોલાવ્યા બાદ તેની સાથે મિત્રતા કેળવી બાદમાં પ્રેમ કરતો હોવાની વાત કરી યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ (physical relation) બાંધ્યા હતા અને બાદમાં લગ્ન કરવાનો એકરાર કરી યુવતીને તરછોડી દીધી અને અલગ અલગ જગ્યા ઉપર લઇ જઇ આ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં લગ્ન કરવાની ના પાડી વીડિયો વાયરલ (video viral) કરવાની ધમકી આપતાં યુવતીએ સમગ્ર મામલે હિમાંશુ નામના યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

વર્ષ 2021માં શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક યુવતી નો જન્મદિવસ હોવાથી તેણે જન્મદિવસની ઉજવણી માટે હિમાંશુ નામના વ્યક્તિને બોલાવ્યો હતો. બાદમાં બંને એસજી હાઇવે ઉપર આવેલા એક કેફેમાં ગયા હતા. જ્યાં જન્મદિવસની ઉજવણી કરી હતી. બાદમાં બન્નેએ એક બીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. બાદમાં બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી.

આ યુવક યુવતી વાતચીત કરતા હતા તે દરમિયાન એક મહિનાની અંદર જ આ યુવતીને યુવકે મળવા બોલાવી હતી અને બાદમાં પોતાની ગાડીમાં બેસાડી નજીકમાં તેની હોટલ છે તેનું ઇન્ટિરિયર કરવાનું છે તે હોટલ જોઇ આવીએ અને તેનું મેનેજમેન્ટ તુ લઇ લેજે તેમ કહી યુવતીને લાલચ આપી સન સાઈન હોટલ ખાતે લઇ ગયો હતો. ત્યાં એક રૂમ માં બેસાડી પાણી લઈને આવું છું તેમ કહી રૂમનો દરવાજો બંધ કરી યુવતીને બેડ ઉપર પાડી દઈ લાફા મારી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

ડરમાં રહેલી યુવતી તેના ઘરે જતી રહી હતી બાદમાં યુવકે તેને તારી સાથે બે મિનિટ વાત કરવી છે તેમ કહી ઘરની બહાર બોલાવી હતી. ત્યારે હિમાંશુ નામના યુવકે યુવતીને પ્રપોઝ કર્યું અને જણાવ્યું કે મને તારા માટે ફીલિંગ્સએ હું તને પ્રેમ કરું છું મારા ઘરે લવ મેરેજ માન્ય છે એટલે હું તારી સાથે લગ્ન કરીશ તેમ કહેતા યુવતીએ સંબંધ આગળ વધાર્યો હતો.

આ પણ વાંચોઃ-Prostituion: સુરતમાં ફરી એકવાર મીની થાઈલેન્ડ ઝડપાયું, આઠ વિદેશી યુવતીઓ સાથે ચારની ધરપકડ

બાદમાં એકાદ મહિના પછી ફરી એક વખત હિમાંશુ નામના આ યુવકે તેને મળવા બોલાવી પોતાની ગાડીમાં બેસાડી ઓફિસે ફાઇલ લેવાની છે તેમ કહી એક ઓફિસે લઇ ગયો હતો. ત્યાં તેને શારીરિક અડપલાં કરી કિસ કરવાની કોશિશ આ યુવક કરવા લાગ્યો હતો. યુવતીએ તેને ના પાડતાં તેને જણાવ્યું કે આપણે રિલેશનમાં છીએ આપણે હવે લગ્ન કરવાના છે તો તને શું વાંધો છે તેમ કહેતાં આ યુવતીએ ના પાડી અને બાદમાં પોતાના ઘરે જતી રહી હતી.

આ પણ વાંચોઃ-Crime News: ગર્લફ્રેન્ડ પર ખરાબ નજર નાખી તો મિત્રએ આપી ખોફનાક સજા, પ્રેમ અને બ્લેકમેઇલનો ભયાનક કિસ્સો

થોડા દિવસ પછી આ યુવતી હિમાંશુ ની ઓફિસે તેના માટે પાસ્તા લઈને ગઈ હતી. જ્યાં હિમાંશુએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે યુવતીને તેની સાથે લગ્ન કરવા હોવાથી તેણે આ બધી વાતો પોતાના ઘરે જણાવી ન હતી. બાદમાં યુવકે મારી પાસે તારો વીડિયો છે તેમ કહી તે વીડિયો યુવતીને બતાવી તેની સાથે સંબંધ બાંધવા કોશિશ કરી હતી અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

આમ હોટલમાં અને ઓફિસે અવારનવાર લઈ જઈ યુવતીને પ્રેમની અને લગ્નની લાલચ આપી યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં હિમાંશુ નામના યુવકે  યુવતીનો ફોન લઈ લાફો મારી મેસેજ ડીલીટ કરી દીધા હતા અને આ બધી વાતો કોઈને કહીશ તો તારા વીડિયો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપતાં આખરે યુવતીએ કંટાળીને હિમાંશુ નામના યુવક સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર