Home /News /madhya-gujarat /

Ahmedabad news: અમદાવાદમાં બાળકોનો જન્મદર 17% ઘટી ગયો, શું છે કારણ?

Ahmedabad news: અમદાવાદમાં બાળકોનો જન્મદર 17% ઘટી ગયો, શું છે કારણ?

ફાઈલ તસવીર

Ahmedabad news: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (amadavad municipal corporation) આંકડા મુજબ વર્ષ 2019 માં 106237 બાળકોનો જન્મ થયો હતો.જે બાદ વર્ષ 2020 21માં બાળકો નવો જન્મ દર (birth rate) ઘટ્યો આખરે શું છે તેની પાછળનું કારણ.

અમદાવાદઃ કોરોના કાળમાં (coronavirus) અમદાવાદ શહેરમાં (Ahmedabad city news) બાળકોના જન્મ દર પર સૌથી વધારે અસર જોવા મળી છે. વર્ષ 2019 ની સરખામણીએ વર્ષ 2021 માં 18831 ઓછા બાળકો નો જન્મ થયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (amadavad municipal corporation) આંકડા મુજબ વર્ષ 2019 માં 106237 બાળકોનો જન્મ થયો હતો.જે બાદ વર્ષ 2020 21 માં બાળકો નવો જન્મ દર (birth rate) ઘટ્યો આખરે શું છે તેની પાછળનું કારણ.

હોસ્પિટલમાં દેખાઈ રહેલી આ ભીડ અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારની છે. શહેરની દરેક હોસ્પિટલમાં અને તેમાં પણ મેટરનીટી હોસ્પિટલ માં તમને આ પ્રકારની ભીડ જોવા મળશે. અમદાવાદ શહેરમાં કોરોના ના કેસ 8000 ને પાર થઈ ચૂક્યા છે. એવામાં શું આવનાર બાળક સ્વસ્થ આવશે ? કોરોના ની લહેર માં બાળક કેટલું તંદુરસ્ત રહેશે તેની ચિંતા સૌથી વધુ માતા પિતા ને સતાવતી હોવાથી જન્મ દર ઘટી ગયો છે.

આ અંગે વધુ માં જણાવતા સિવિલ હોસ્પિટલ મનોચિકિતક ડૉ. શાર્દુલ સોલંકી એ જણાવ્યું કે પોસ્ટ કોવિડ બાદ શહેરમાં અનેક કેસ એવા વધી ગયા છે જેમાં કપલ્સ માં પરેશાની હોય છે કે કોરોના ના કપરા કાળ.માં.કેવી રીતે પ્લાન કરી શકાય. આ સાથે ઘણા પરિવાર માં કોરોના કાળ માં ઘરેલુ હિંસા પણ શુરૂ થઈ ગઈ હતી. તો LG હોસ્પિટલ મનોચિકિતક ડૉ. જયવંત મકવાણા ના જણાવ્યા પ્રમાણે હાલ ની પરિસ્થતિ પ્રમાણે લોકો ને આર્થિક તંગી થી વધારે પરેશાન છે...જેને કારણે લોકો પાસે આગળ ભવિષ્ય માં આવનાર બાળક ને સંભાળ લેવા માટે ની ચિંતા વધારે સતાવતી હોય છે.

કોરોના કાળ માં 3 મહિના ના લોક ડાઉન દરમિયાન અમદાવાદ શહેર માં સૌથી વિકટ પરિસ્થિતિ હતી એવામાં બેડ ની અછત ઓકસીજન ની કમી પરિવાર માં મૃત્યુ અને ખાસ સ્ટ્રેસ વચ્ચે ઘરેલુ હિંસા ના ભોગ અનેક પરિવારો બન્યા હતા. માર્ચ 2021માં બીજી લહેરમાં પણ મૃત્યુદર અને એમબ્યુલન્સ ની પરેશાની જેવા અનેક કિસ્સાઓ પરિવાર ની મનોસ્થિતિ બગડવા માટે કારણભૂત રહયા હતા ત્યારે બાળકો નો જન્મ પરિવાર ને વધારે સતાવી રહ્યો હતો.

અમદાવાદમાં નોંધાયેલા આંકડા પ્રમાણે : 
વર્ષ. બાળકો નો જન્મ
વર્ષ 2017. 103868
વર્ષ 2018. 103331
વર્ષ 2019. 106237
વર્ષ 2020. 89201
વર્ષ 2021 87406

આ પણ વાંચોઃ-Junagadh: વિચિત્ર અકસ્માતનો live video, ..અને એક્ટીવા ફૂડબોલની જેમ હવામાં ઉછળ્યું

આંકડા નોંધાયા છે. આ અંગે ગાઈનેકોલોજિસ્ટ ડૉ. હસમુખ અગ્રવાલ ના જણાવ્યા પ્રમાણે વર્ષ 2019 પહેલા ગુજરાત બહાર રાજસ્થાન ના લોકો પણ અહી મેટરનિટી માટે આવતા હતા અત્યારે પત્ની ને કોરોના ના થાય એ માટે ફોન પર વાત કરી લે છે આ સાથે કોરોના માં જન્મ દર નો ઘટાડો બિલકુલ થયો છે અમારે ત્યાં મહિનામાં 80 જેટલી ડિલિવરી થતી હાલ આ રેશિયો 35 જેટલો થઈ ગયો છે.

આ પણ વાંચોઃ-Ahmedabad : લો બોલો! બિલ્ડરો કે વેપારીઓ પાસેથી નહિ પણ ભિક્ષુકો પાસેથી હપ્તો લેનાર ઝડપાયો

2020 અને 2021 બાદ હવે વર્ષ 2022 ચેલેંજિંગ યર છે. હાલ કોરોના કેસ અને મૃત્યુ દર વધી રહયા છે પરંતુ તેની સામે હોસ્પિટલ માં જોવા મળતી મેટર નીટી અમદાવાદ અને અનેક પરિવારો માટે આશા નું કિરણ છે. જેમાં કોરોના ના સમયમાં પણ તંદુરસ્ત બાળકોનો જન્મ થઈ રહ્યો છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Coronavirus, Gujarati news

આગામી સમાચાર