PM નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સમગ્ર ગુજરાતમાં નર્મદે સર્વદેનો નારો ગુંજશે

News18 Gujarati
Updated: September 14, 2019, 7:56 AM IST
PM નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સમગ્ર ગુજરાતમાં નર્મદે સર્વદેનો નારો ગુંજશે
PM મોદીની ફાઇલ તસવીર

રાજ્યની જીવા દોરી સમાનમાં નર્મદાની આરતી કરી જન્મ દિવસની ઉજવણી કરવાં આવશે.

  • Share this:
મયુર માકડિયા, ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના (PM)(Narendra Modi)જન્મ દિવસની (Birthday)ઉજવણી ગુજરાત ની ભાજપ સરકાર એ નર્મદે સર્વેદે ના નારા સાથે કરશે.17 સપ્ટેમ્બર ના રોજ સરદાર સરોવર બંધે (Narmda dam)તેની ઐતિહાસિક 138 મીટરની સપાટીએ ભરાશે. કેવડિયા કોલોની ખાતે જ રંગા રંગ કાર્યક્રમ સાથે સમગ્ર રાજ્યના (Gujarat) તમામ જિલ્લા-મહાનગર અને તાલુકા પંચાયત સુધીમા નર્મદાની આરતી કરી નર્મદા નિરના વધામણાં કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનો 70મો જન્મ દિવસ આગામી 17 સપ્ટેમ્બરના રોજ આવી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નો જન્મ દિવસ સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવા માટેનું આયોજન સરકાર અને સંગઠન કરવા જઈ રહ્યું છે. રાજ્યની જીવા દોરી સમાનમાં નર્મદાની આરતી કરી જન્મ દિવસની ઉજવણી કરવાં આવશે. આ સમગ્ર આયોજનના ભાગ રૂપે આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ (BJP)ખાતે ભાજપના તમામ જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓની એક બેઠક બોલવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય મંત્રી (CM)વિજય રૂપાણી, ગુહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ સમગ્ર કાર્યક્રમની રૂપ રેખા તમામ હોદેદારોને જણાવી હતી. જે અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા-મહાનગર, નગરપાલિકા અને તાલુકા પંચાયત ખાતેમાં નર્મદાની આરતીનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.

આ કાર્યક્રમની શરૂવાત 17 સપ્ટેમ્બર ના રોજ કેવડિયા કોલોની ખાતે સવારે 10 કલાકે સરદાર સરોવરએ પોતની ઐતિહાસિક સપાટી 138 મીટરે પોહચી જશે. ત્યારે સરકાર અને સંગઠ દ્વારા સમગ્ર રાજયમ ‘માં નર્મદા’’ના વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં પવિત્ર મંત્રોચ્ચાર કરી ‘‘માં નર્મદા’’ની આરતી કરવામાં આવશે, વિવિધ વર્ગ-સમાજના નાગરિકોની ઉપસ્થિતિમાં ઢોલ-નગારા-ત્રાંસા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આગામી ૧૭ સપ્ટેમ્બરના નર્મદા ડેમના સંકલ્પને સિધ્ધિ સુધી પહોંચાડનાર યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સંગ્રહ ક્ષમતા સુધી ભરાવા જઇ રહ્યો છે. સરદાર સરોવર ડેમ યોજનાની પૂર્ણતાનું વર્ષો જુનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યુ છે ત્યારે આગામી ૧૭ સપ્ટેમ્બરે ગુજરાત સરકાર દ્વારા સવારે ૧૦.૦૦ કલાકે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા વિસ્તારમા આવેલ વિવિધ જળાશયો-નદી-ચેકડેમ ખાતે એક મહાઉત્સવ જેવો માહોલ ઉભો કરી ‘‘માં નર્મદા’’ના વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં પવિત્ર મંત્રોચ્ચાર કરી ‘‘માં નર્મદા’’ની આરતી કરવામાં આવશે, વિવિધ વર્ગ-સમાજના નાગરિકોની ઉપસ્થિતિમાં ઢોલ-નગારા-ત્રાંસા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આ મામલે મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમ 188 મીટરની મહત્તમ સપાટીએ સંપૂર્ણ રીતે ભરાવા જઇ રહ્યો છે તે એક ઐતિહાસિક ઘટના છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સંગ્રહ ક્ષમતા સુધી ભરાવા જઇ રહ્યો છે ત્યારે આગામી 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમના સંકલ્પને સિધ્ધિ સુધી પહોંચાડનાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિને સવારે 10 કલાકે કેવડીયા તથા સમગ્ર ગુજરાતમાં નર્મદા નીર વધામણા-મહાઆરતી કાર્યક્રમો યોજાશે.

રાજનૈતિક વેરભાવના ઉપરાંત ગુજરાત હંમેશા આંખમાં કણાની માફક ખુંચવાના કારણોસર તથા ગુજરાતને સતત અન્યાય કરવાની માનસિકતાને કારણે ભૂતકાળમાં કેન્દ્રની કોંગ્રેસ સરકારોએ ઇરાદાપૂર્વક સરદાર સરોવર ડેમ યોજનાને વર્ષો સુધી અટકાવી રાખી હતી, જ્યારે ૨૦૧૪માં પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળ્યાના ૧૭માં દિવસે જ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમના દરવાજા લગાવવાની મંજુરી આપી હતી .ગુજરાત સરકારનું સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન લોક આંદોલનમાં પરીણમ્યુ, જેથી રાજ્યમાં અનેક સ્થળોએ ભુગર્ભ જળના સ્તર ઉપર આવ્યા, તમામ જળાશયો છલકાયા અને અગાઉ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાડેલો પરસેવો આજે પારસમણી બન્યો છે.તો પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી એ પણ જણાવ્યું હતું કે ‘‘માં નર્મદા’’ના વધામણા માટે 17 સપ્ટેમ્બરે સરકાર દ્વારા યોજનાર ઉજવણી કાર્યક્રમોમાં ભાજપાનો દરેક કાર્યકર્તા સરકાર અને સમાજ વચ્ચે એક કડી બની આ ઉત્સવના કાર્યક્રમને સફળતાપૂર્વક ઉજવવા સહભાગી બનશે.
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर