Home /News /madhya-gujarat /અમદાવાદમાં બર્ડ ફલૂની એન્ટ્રી, સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલો આવ્યા પોઝિટિવ, તંત્ર દોડતું થયું

અમદાવાદમાં બર્ડ ફલૂની એન્ટ્રી, સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલો આવ્યા પોઝિટિવ, તંત્ર દોડતું થયું

પ્રતિકાત્મક તસવીર

આ રોગના સંક્રમણ વખતે પક્ષીઓને શ્વાસોશ્વાસ સંબધે તથા આંખોમાં લાલાશ જેવા ચિન્હો જણાય છે. જેમાં ખાંસી નાકમાંથી પાણી પડવુ, નબળાઈ જેવા ચિન્હો જોવા મળે છે.

અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં બર્ડ ફલૂની (Bird flu) એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદના (Ahmedabad) સોલા વિસ્તારમાં (sola area) આવેલ વાઘરી વાસના મરઘાંમાં (Poultry) બર્ડ ફલૂની એન્ટ્રી નોંધાઇ છે. વાઘરી વાસના મરઘના સેમ્પલ ભોપાલ (bhopal) ખાતેની લેબમાં મોકલતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ અમદાવાદ જિલ્લા કલેકટર (Ahmedabad District Collector) દ્વારા બર્ડ ફલૂ મામલે જાહેર નામું બહાર પાડવામાં આવ્યું છે.

જે પ્રમાણે હાલ અમદાવાદ જિલ્લા સોલા વાઘરી વાસ ખાતે આવેલા મરઘાં પક્ષીના Tracheal સેમ્પલનું Result Of Samples (Positive ForH5N1 by Virus Isolation) માં પ્રભાવિતજણાઈ આવેલ છે. જેથી બર્ડ ફલુ(H5N1)નો રોગચાળો પક્ષીઓમાં ફેલાઈ રહેલ હોવાનું જણાય છે. આ રોગચાળા ભાગ્યે જ માણસમાં ફેલાય રોગ મુખ્યત્વે પક્ષીઓમાં જોવા મળે છે. આ રોગ એવિયન ઇનફલુએન્જા(H5N1) વાયરસ દ્વારા ફેલાય છે અને જલ્દીથી પ્રસરી શકે છે.

આ રોગના સંક્રમણ વખતે પક્ષીઓને શ્વાસોશ્વાસ સંબધે તથા આંખોમાં લાલાશ જેવા ચિન્હો જણાય છે. જેમાં ખાંસી નાકમાંથી પાણી પડવુ, નબળાઈ જેવા ચિન્હો જોવા મળે છે. આ ચેપી પક્ષીના સ્ત્રાવ અગારના સંપર્કમાં તથા આવા પક્ષીના સંપર્કમાં આવેલ ખોરાક પાણી વરતુઓના સંપર્કથી અન્ય પક્ષીઓમાં ફેલાઈ શકે છે. બર્ડ ફલુ સંક્રમિત પક્ષીઓના ચેપ તેના સીધા સંપર્કમાં આવનાર મનુષ્યને લાગવાની પુરી શક્યતાને ધ્યાને લઈ સાવચેતી રાખવી આવશ્યક છે. જેથી આ ગંભીર ચેપી રોગ ફેલાતો અટકાવવા જાહેરહિતમાં કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય હું સંદીપ સાગલે IAS, જિલ્લા મેજીસ્ટ્રેટ, અમદાવાદ જિલ્લો ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪થી મને મળેલ અધિકારની રૂએ અમદાવાદ જિલ્લાના સોલા વાઘરી વાસ વિસ્તારના આજુ-બાજુનો ૦૧ (એક) કિલોમીટરના ત્રિજયાવાળા(ચેપી ગ્રસ્ત વિસ્તાર) મહેસુલી વિસ્તારમાં નીચેના કૃત્યો કરવાનો પ્રતિબંધ ફરમાવું છું.

ચેપ ગ્રસ્ત વિસ્તારમાં કરવાના થતા કુન્યો:
૧. ૧ કિમી ત્રિજયામાં મરઘાંઓને તાત્કાલિક આર. આર ટી. ટીમ દ્રારા વૈજ્ઞાનિક ઢબે કલિંગ (મારી નાખવા)નું રહેશે. તેમજ મરઘાંના ઈંડા અને મરઘાંના ખાદ્ય પદાર્થ તેમજ મરઘાંઓની અગારનો પણ વૈજ્ઞાનિક ઢબે નાશ કરવાનું રહેશે.
૨. પ્રતિબંધિત ક્ષેત્રમાં મરઘાંને વૈજ્ઞાનિક ઢબે મારીને તેમજ તેના ઇંડા અને મરઘાંખોના ખોરાક એજ જગ્યા ઉપર પંચનામું કરી તેનો અહેવાલ કાર્યવાહી મુજબ સાદર કરવો. ૩. પ્રતિબંધિત ક્ષેત્રમાં મરઘાને વૈજ્ઞાનિક ઢબે મારેલા મરઘાંઓને અને નષ્ટ કરેલ પક્ષીઓના ઇંડા અને ખાઘ
પદાર્થના ઇંડા નુકસાન ની ભરપાઈ સરકારના ડીઝાસ્ટર એકટ મુજબ વળતરની રકમ આપવાની
કાહવાહી તાત્કાલિક કરવાની રહેશે. 1. પ્રતિબંધિત ક્ષેત્રમાં મરધાઓને રાખવામં આવેલ શેડ તથા પાંજરાઓને ૨% સોડિયમ હાઈપોક્લોરાઈડ અને પોટેશિયમ પરમેગેનેટ દ્રારા જંતુ મુકત કરવું

સર્વેલન્સ વિસ્તાર (૧ થી ૧૦ કિલોમીટર)
૧, સદર વિરતારમાં કોઈપણ વાહન અસરગ્રસ્ત ફાર્મ કે ચેપી વિસ્તારની અંદર જવા કે બહાર લાવવા ઉપર. ૨. મરઘાપાલનને લગતી કોઇપણ પ્રવૃતિ જેવી ઇંડા, મરઘાં, મરેલા મરઘા, મરધાનો અગાર તથા મરધા
ફાર્મની સાધન સામગ્રી આ ચેપી વિસ્તારની અંદર જવા અથવા બહાર લાવવા ઉપર, સાથે સાથે એલર્ટ ઝોનની અંદર અથવા બહાર પણ આવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ રહેશે.
3. મરધા ફાર્મની અંદર કામ કરતા માણસોએ રક્ષણાત્મક પહેરવેશ પહેરવાનો રહેશે. દા.ત. ફેસ માસ્ક, મોજા, ગમબુટ, ડીસ્પોન્સેબલ ગ્લોઝ વિગેરે.
4. અસર ગ્રસ્ત ફાર્મની અંદર કે બહાર જવાની અવર જવર અનિવાર્ય સંજોગોમાં જ કરવાની રહેરો. અન્યથા પ્રતિબંધિત ગણાશે.
૫. પોલ્ટી ફાર્મ માલિકોએ પોસ્ટ્રીમાં રાખવામાં આવેલ મરઘા, પોટ્ટી શેડ તથા પાણીના સંપર્કમાં બહારથી
આવતા પક્ષીઓ નું આવે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.
૬. અસર ગ્રસ્ત પોલ્ટી ફાર્મના કર્મચારીઓ અન્ય પોલટ્રી ફાર્મપક્ષી અભ્યારણ/પ્રાણી સંગ્રાહલયની મુલાકાત ઉપર રોગ મુકિત સુધી ચેપી ગ્રસ્ત વિસ્તારમાં રહેતા પક્ષીઓને મરધાઓ પુનઃ મુકવા, બહાર લાવવા કે ઉપયોગ 3.
કરવા ઉપર દ, ચેપ ગ્રરત વિસ્તારમાં આવેલ મરઘા બજાર, ખુલ્લા મેદાનમાં વેચાણ કરવા કે દુકાનો પાસેથી વેચાણ કરવા.

૯. ચેપ ન લાગે તે માટે ના તમામ રક્ષણાત્મક તકેદારીના પગલાં દરેકે લેવાના રહેશે.
ઉપરોકત જણાવેલ વિસ્તાર થી ૧૦ (દસ) કિલોમીટર ત્રિજયાવાળા વિસ્તારને એલર્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેથી આ વિસ્તારમાં પક્ષીઓ, ઇંડા, મૃત પક્ષી/મરઘાનો અંગાર જેવી વસ્તુઓના ઉપયોગ/વેચાણ/ખરીદી પર પ્રતિબંધિત છે.
ઉપરોકત તમામ પ્રકારના પ્રતિબંધોનો ચુસ્તપણે અમલીવાર થાય તે માટે સંબંધિત વિભાગો જેવા કે, પોલીસ વિભાગ, પશુપાલન વિભાગ, વન વિભાગ, જિલ્લા પંચાયત તેમજ મહાનગરપાલિકા તથા સંબધિતોએ નિયમોનુસાર કાર્યવાહી કરવાની રહેશે.

અપવાદ:
આ જાહેરનામાની જોગવાઈ વહીવટી તંત્ર દ્રારા ફરજના ભાગરૂપે અધિકૃત કરાયેલ સરકારી ફરજ પર ની વ્યકિતઓ તથા વાહનો ( સરકારી/ખાનગી) સહિત લાગુ પડશે નહીં. આમ છતા. તેઓ સરકારશ્રીની સુચના મુજબ તમામ તકેદારી રાખવા ની રહેશે.
આ જાહેરનામાની બજવણી વ્યકિતગત રીતે શક્ય ન હોઇ એક તરફી હુકમ કરવામાં આવે તથા આ હુકમ ની જાહેરાત સ્થાનિક વર્તમાનપત્રોમાં તથા મીડીયા મારફતે તેમજ રાજ્ય પત્રમાં પ્રસિધ્ધિ કરીને કરવાની આ જાહેરનામાં નો ભંગ તથા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૬ ૮૮ ની જોગવાઈ
હેઠળ શિક્ષાત્મક પાત્ર ઠરશે. આ જાહેરનામા ભંગ બદલ ફરિયાદ માડવા માટે પોલીસ હેડ કોન્ટેબલ કે તેનાથી
ઉપર ની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. આ હુકમની તા.૦૪/૦૩/૨૦૨૧ થી ૬૦ દિવસ સુધી અમલવારી કરવાની રહેશે. આજ તા.૦૪/૦૩/૨૦૨૧ ના રોજ મારી સહી. તથા કચેરીના સિક્કા સાથે હુકમ કરવામાં આવ્યો.
First published:

Tags: Bird Flu, અમદાવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો