અમદાવાદમાં બાયો ડાયવર્ટસિટી પાર્ક તૈયાર કરાયો, અહીં પ્રકૃતિ સાથે પક્ષીઓ અને અજગર પણ જોવા મળશે


Updated: July 30, 2020, 9:12 PM IST
અમદાવાદમાં બાયો ડાયવર્ટસિટી પાર્ક તૈયાર કરાયો, અહીં પ્રકૃતિ સાથે પક્ષીઓ અને અજગર પણ જોવા મળશે
કુલ ૧૨૦ જેટલી વનસ્પતિના 7000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

અહીં આયુર્વેદિક એવા અરડૂસી, નાગોડ, સહિત આયુર્વેદિક રોપાનું વાવેતર કરવામાં આવી છે. કુલ ૧૨૦ જેટલી વનસ્પતિના 7000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

  • Share this:
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાલડી ખાતે બાયો ડાયવર્ટ સિટી પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. 76 લાખ ના ખર્ચે બનાવવામાં આવેલા પાર્કમાં મોસંબી ચીકુ રાયણ સહિત આયુર્વેદિક રોપા પણ વાવવામાં આવ્યા છે. આ પાર્કની ખાસિયત એ છે કે, અહીં કાજુ, અંજીર સહિત લુપ્ત થતા રુદ્રાક્ષને પણ વાવવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પાર્કમાં ચકલી મોર પતંગિયા કોયલ પોપટ સહિત 36 પ્રજાતિ હરિયાળી જોઇને અહીં આવી રહ્યા છે.

કુદરતી વાતાવરણ વચ્ચે કોઈ પણ વ્યક્તિ અહીં આવે ત્યારે તેમને બેસવા માટેની અલાયદી બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જેમાં લાકડા અને વાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય અહીં પાંચ એકર જમીનમાં ગુંદો, મહુડો, ચેરી, મલબારી, અરીઠા, પાનેપલ ઉપરાંત લીમડાના વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે આયુર્વેદિક એવા અરડૂસી, નાગોડ, સહિત આયુર્વેદિક રોપાનું વાવેતર કરવામાં આવી છે. કુલ ૧૨૦ જેટલી વનસ્પતિના 7000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ તો માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન આ પાર્કનું ઉદઘાટન થવાનું હતું પરંતુ lockdown ને કારણે તે થઇ શક્યું નથી હવે ટૂંક સમયમાં લોકો માટે આ બાયો ડાયવર્ટ સિટી પાર્ક ખુલ્લુ મુકવામાં આવશે.

પાર્કમાં એન્ટ્રી ચાર્જ હજી તૈયાર નહીં

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટને ઓગસ્ટ મહિના બાદ અથવા તો દિવાળી પહેલા શરૂ કરવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ આ પાર્કનું ઉદઘાટન સાથે પાર્કમાં એન્ટ્રી માટે કેટલો ચાર્જ આપવો પડશે તે હજુ નક્કી કરવામાં નથી આવ્યું. આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના જનરલ મેનેજર આસિફભાઇ કહેવા પ્રમાણે આ પાર્ક માટે જ્યારે ઉદ્ઘાટન અથવા લોકાર્પણ ની તારીખ નક્કી કરવામાં આવશે તેની મિટિંગમાં ચાર્જ અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચોદેહથી દિવ્યાંગ પણ મનથી મક્કમ, મેં ક્યારેય હાર માની નથી, Corona સામેનો જંગ જારી છે: ડો. મોહિની

બાયોડાય વર્ટ સિટી નામ શા માટે?અમદાવાદના આ પ્રોજેક્ટમાં બાયોડાઈવર્સિટી નામ આપવામાં આવ્યું છે, જેની પાછળનું કારણ એ છે કે, દરેક જીવજંતુ અને પક્ષીઓએ એકબીજા ઉપર નિર્ભર હોય છે ત્યારે અહીં તમામ પ્રકારના જીવજંતુ અને પક્ષીઓ માટે અહીં હરિયાળી અને પ્રકૃતિની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ચોંકાવનારી વાત તો એ છે કે, અહીં એક પેન્થર (અજગર) પણ છે અને રિવરફ્રન્ટની નજીક હોવાથી સાપ પણ વસવાટ કરે છે. સામાન્ય રીતે સાપનો શિકાર મોર કરે છે. જ્યારે સાપ નાના જીવ જંતુ ને ખાય છે અહીં તમામ જીવ જંતુ અને પક્ષીઓ પોતાની રીતે હરિયાળી પ્રકૃતિ જોઈને આવે છે. આમ કુદરતી સાયકલ પ્રમાણે જે જીવ જંતુ જીવન ટકાવવા માટે એકબીજા પર નિર્ભર છે, તેની હયાતી આ બાયોડાય વર્ટ સિટી નામ ના અર્થને પૂર્ણ કરે છે.
Published by: kiran mehta
First published: July 30, 2020, 9:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading