બિનસચિવાલય પરીક્ષા આંદોલન : પરેશ ધાનાણીએ કહ્યું, 'અમે બિનરાજકીય લડાઈ લડીશુ'

News18 Gujarati
Updated: December 6, 2019, 8:08 AM IST
બિનસચિવાલય પરીક્ષા આંદોલન : પરેશ ધાનાણીએ કહ્યું, 'અમે બિનરાજકીય લડાઈ લડીશુ'
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ગાંધીનગરમાં સમર્થનમાં આવ્યા, જોકે, પરીક્ષાર્થીઓની પાંખી હાજરી

  • Share this:
ગાંધીનગર : બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં (Binsachivalay Exam) ગેરરીતિના આક્ષેપ સાથે બે દિવસથી હજારો પરીક્ષાર્થીઓ ગાંધીનગરના (Gandhinagar) રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. જોકે, સરકારે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરતા મુખ્ય આંદોલનકારી યુવરાજસિંહે (yuvrajsinh)એ આંદોલન સમાપ્ત જાહેર કરી દીધું હતું. જોકે, આ તમામ ઘટનાક્રમ વચ્ચે કૉંગ્રેસની એન્ટ્રી થઈ હતી. કૉંગ્રેસના (Congress)ના વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા (Leader of Opposition) પરેશ ધાનાણી (Paresh Dhanani)એ જણાવ્યું હતું કે 'અમે બિનરાજકીય લડાઈ લડીશું'.

પરેશ ધાનાણીએ ગાંધીનગર ખાતેથી સવારે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું, “ ભારતનું ભવિષ્ય એવા ગુજરાતના લાખો યુવાનો સરકારી ભરતીની લાઇનમાં ઉભા રહે ત્યારે સત્તામાં બેસેલા લોકો મળતિયાઓને ગોઠવવા માટે યુવાનોને અન્યાય કરે. અનેક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે ત્યારે મેરીટ વાળા વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહી છે. બિનસચિવલાયની પરીક્ષા રદ થાય અને તેના મૂળ સુધી પહોંચી ગેરરીતિ કરનારાને ઝેર કરવામાં આવે”

આ પણ વાંચો : આંદોલન યથાવત્, મોડી રાત્રે ધાનાણી, અમિત ચાવડા, હાર્દિક પટેલ ઉમેદવારોને મળ્યા

આજે SITની બેઠક

આજે બપોરે 12 વાગ્યે વિદ્યાર્થી નેતાઓ અને SITના અધિકારીઓએ વચ્ચે બેઠક યોજાશે. આ બેઠકમાં આજે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અને પરીક્ષાર્થીઓના આગેવાનોની બેઠકમાં ચાર અધિકારી પ્રતિનિધીઓને મળી 39 જટેલા પુરાવા કબ્જે કરશે. અધિકારીની ટીમ દ્વારા વૉટ્સઅપ ચેટ અને CCTV સહીતના પુરાવા એકઠા કરાશે.

આ પણ વાંચો :  હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાપરીક્ષાર્થીઓની પાંખી હાજરી

આંદોલનના ત્રીજા દિવસે સવારે 7.00 વાગ્યે ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓની નહીવત હાજરી વચ્ચે પરેશ ધાનાણી ઉપસ્થિત હતા. પરીક્ષાર્થીઓના નેતા યુવરાજસિંહ જાડેજા યુયુત્સ અને હાર્દિક પ્રજાપતિએ આંદોલન જાણે સમાપ્ત કરી દીધુ હોય તેવી રીતે યૂ-ટ્યૂબ વીડિયો જાહેર કરી ગાંધીનગર છોડી દેતા મોટી સંખ્યામાં યુવાનોએ ગાંધીનગર છોડી દીધુ હતું.
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर