બિનસચિવાલય પરીક્ષા : સંજય રાવલ સમર્થનમાં આવ્યા, લેખિત રજૂઆતનું કહેતા પરીક્ષાર્થીઓએ હુરિયો બોલાવ્યો

News18 Gujarati
Updated: December 5, 2019, 9:18 AM IST

બિનસચિવાલય પરીક્ષા : સંજય રાવલ સમર્થનમાં આવ્યા પણ લેખિત રજૂઆતની વાત કરી તો પરીક્ષાર્થીઓએ હુરિયો બોલાવ્યો

  • Share this:
અમદાવાદ :બિનસચિવાલય કલાર્કની (Non-secretarial clerk) પરીક્ષામાં ગેરરીતિ (exam Malpractice) મામલે વિદ્યાર્થીઓ સવારથી જ મોટી સંખ્યામાં ગાંધીનગર (Gandhinagar) પહોચ્યાં હતા. ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં જાણીતા વક્તા (speaker) સંજય રાવલ (Sanjay Raval) આવ્યા હતા. સંજય રાવલે ગાંધીનગરમાં કહ્યું, “ આપણે કોઈ પણ જાતના પોલિટીકલ પ્લેટફોર્મ માટે ભેગા નથી થયા. મારા ઘરમાં દીકરાના લગ્ન છે છતાં મને એમ થયું કે હું તમારી પાસે આવું અને તમારી વાત સાંભળું”

સંજય રાવલે કહ્યું, “આપણે નોન પોલિટીકલ કોઈના હાથા બન્યા વગર સરકારને આપણે પદ્ધતિસરનો પત્ર લખી સરકારને રજૂઆત કરવી જોઈએ. પોલીસ સાથે ક્યારેય સંઘર્ષણમાં ઉતરવું નહીં. એ લોકો આપણા જેવા જ છે. આપણે પોલીસ સાથે રહીને. એક પણ નુકસાન થયું તો હું ક્યારેય તમારી સાથે રહીશ નહીં. આપણે એક તારીખ નક્કી કરીએ. આપણે  લેખિત રજૂઆત કરીએ. સરકારને જખ મારીને માંગ સાંભળવી પડશે'

આ પણ વાંચો :  ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા રદ જાહેર નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : યુવરાજસિંહ

સંજય રાવલે લેખિત રજૂઆતની વાત કરી પરીક્ષાર્થીઓએ હુરિયો બોલાવ્યો

સંજય રાવલે પોલીસની સાથે રહી રજૂઆત કરવાની વાત કરી, સરકારને પરિપત્ર આપવાની વાત કરી તો પરીક્ષાર્થીઓએ તેમની વાત સાંભળી નહોતી અને  હુરિયો બોલાવ્યો હતો. પરીક્ષાર્થીઓ ગાંધીનગરમાંથી બહાર નીકળવા માટે ટસના મસ નહોતા થયા.  સંજય રાવલે જણાવ્યું કે 'મારો મેસેજ એ જ છે કે આ પરીક્ષામાં ગેરરિતી થઈ હોય તો પરીક્ષા કેન્સલ થવી જોઈએ.'આ પણ વાંચો :  બિનસચિવાલય પરીક્ષા ગેરરીતિ મામલે FIR નોંધી બે લોકોની ધરપકડ કરાઈ : પ્રદિપસિંહ જાડેજા

એક ફરિયાદ મળી હોય તો પણ પરીક્ષા કેન્સલ થવી જોઈએ

સંજય રાવલે વધુમાં જણાવ્યું હતું કે 'સરકારને એક પણ ફરિયાદ મળી હોય તો પણ પરીક્ષા રદ કરવી જોઈએ. 39 ફરિયાદ તો બહું મોટી વાત કહેવાય.' પરીક્ષાર્થીઓએ માંગણી કરી હતી કે જ્યાં સુધી અમારી માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગાંધીનગર નહીં છોડીએ

 

 
First published: December 4, 2019, 6:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading