ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા રદ જાહેર નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : યુવરાજસિંહ

News18 Gujarati
Updated: December 4, 2019, 5:17 PM IST
ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા રદ જાહેર નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : યુવરાજસિંહ
બિનસચિવાલય ક્લાર્કની ભરતી અંગે આંદોલનને જલદ બનાવનાર શિક્ષક કર્મશીલ યુવરાજસિંહ જાડેજાની તસવીર

બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ સવારથી જ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોચ્યાં હતા. ગાંધીનગર આવેલા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા.

  • Share this:
અમદાવાદ : બિનસચિવાલય કલાર્કની (Non-secretarial clerk) પરીક્ષામાં ગેરરીતિ (exam Malpractice) મામલે વિદ્યાર્થીઓ સવારથી જ મોટી સંખ્યામાં ગાંધીનગર (Gandhinagar) પહોચ્યાં હતા. ગાંધીનગર આવેલા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ તેમની પાછળ દોડી અને ગુનેગારોની જેમ દોડાવી દોડાવીને માર્યા હતા. આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ (Home Minister Pradeep Singh Jadeja) મીડિયા સાથે વાત કરી માહિતી આપી હતી. તેમણે કોંગ્રેસ (congress) પોતાના રાજકીય રોટલા સેકવા માટે ગુજરાતના યુવકોનો સહારો લઈ રહી છે. આ ઉપરાંત ગેરરીતિમાં પાલનપુરમાં એફઆઈર (FIR) નોંધીને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ તમામ પ્રતિક્રિયાની વચ્ચે આંદોલન જાહેર કરનાર કર્મશીલ યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) એલાન કર્યુ છે કે 'જ્યાં સુધી ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા રદ (Exam Postpone) જાહેર નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે'

યુવરાજસિંહે જણાવ્યું, “ આ વિદ્યાર્થીઓ પોતાની મહેનતનું પરિણામ માંગવા આવ્યા છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હટીશું. જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે. પરીક્ષા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારૂં આંદોલન શરૂં રહેશે. સરકારે રાજકારણની વાત રાજકારણીઓ સામે કરવી જોઈએ. આ વિદ્યાર્થીઓ રાજકારણીઓ નથી. ”

આ પણ વાંચો :  બિનસચિવાલય પરીક્ષા ગેરરીતિ મામલે FIR નોંધી બે લોકોની ધરપકડ કરાઈ : પ્રદિપસિંહ જાડેજા

સરકારે શું કહ્યું?

પ્રદિપસિંહ જાડેજાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગૌણસેવા પસંદગી મંડળ બિન સચિવાલયન કારકૂન અન્ય જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યમાં 6 લાખ કરતા વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા. રાજ્યમાં અત્યારે 25,000 કરતા વધારે યુવાનો રોજગારી આપવાનું કામ સરકારે કર્યું છે. 3173 પરીક્ષા કેન્દ્રોમાં 98 ટકા વધારે સીસીટીવી હેઠળ આવરી લેવામાં આવ્યું હતું. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ 39 લેખીત ફરિયાદ 26 જેટલા વોટ્સએપના ચેટો પણ ફરિયાદ કરવામાં આવી હતી.આ પણ વાંચો :  બિનસચિવાલય પરીક્ષા વિવાદ : પોલીસે પરીક્ષાર્થીઓને દોડાવી દોડાવીને માર્યા

સમગ્ર ઘટનામાં 5 જિલ્લામાં 39 ફરિયાદમાં 305 સીસીટીવી ફૂટેજ ચકાસવાનું કામ અંતિમ તબક્કામાં છે. બે દિવસની અંદર જ એક્શન લઈને રજૂ કરવામાં આવશે. આ સાચો માણસ દંડાઈ ન જાય એ માટે આ કામગીરી ઝીણવટ પૂર્વક ચાલી રહી છે.

 
First published: December 4, 2019, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading