બિનસચિવાલય પરીક્ષા : રાત્રે પણ ઉમેદવારોનું પ્રદર્શન યથાવત્, કહ્યું - પરીક્ષા રદ નહીં ત્યાં સુધી હટીશું નહીં

News18 Gujarati
Updated: December 5, 2019, 10:16 AM IST

ઉમેદવારો સરકાર સામે નમતું મૂકવાના મૂડમાં નથી

  • Share this:
ગાંધીનગર : બિનસચિવાલય કલાર્કની (Non-secretarial clerk) પરીક્ષામાં ગેરરીતિ (exam Malpractice) મામલે વિદ્યાર્થીઓ સવારથી જ મોટી સંખ્યામાં ગાંધીનગર (Gandhinagar) પહોચ્યાં હતા. આ ઉમેદવારો સરકાર સામે નમતું મૂકવાના મૂડમાં નથી. રાતે પણ ઉમેદવારે સહેજ પણ ટગ્યા નથી. હજુ પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાની માગ સાથે દેખાવો ચાલુ રાખ્યા છે.

આ પહેલા સવારે ગાંધીનગર આવેલા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ તેમની પાછળ દોડી અને ગુનેગારોની જેમ દોડાવી દોડાવીને માર્યા હતા. આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ (Home Minister Pradeep Singh Jadeja) મીડિયા સાથે વાત કરી માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ (congress) પોતાના રાજકીય રોટલા સેકવા માટે ગુજરાતના યુવકોનો સહારો લઈ રહી છે. આ ઉપરાંત ગેરરીતિમાં પાલનપુરમાં એફઆઈર (FIR) નોંધીને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ તમામ પ્રતિક્રિયાની વચ્ચે આંદોલન જાહેર કરનાર કર્મશીલ યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) એલાન કર્યુ છે કે 'જ્યાં સુધી ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા રદ (Exam Postpone) જાહેર નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે'

આ પણ વાંચો - બિનસચિવાલય પરીક્ષા વિવાદ : પોલીસે પરીક્ષાર્થીઓને દોડાવી દોડાવીને માર્યા

યુવરાજસિંહે જણાવ્યું, “ આ વિદ્યાર્થીઓ પોતાની મહેનતનું પરિણામ માંગવા આવ્યા છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હટીશું. જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે. પરીક્ષા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારૂં આંદોલન શરૂં રહેશે. સરકારે રાજકારણની વાત રાજકારણીઓ સામે કરવી જોઈએ. આ વિદ્યાર્થીઓ રાજકારણીઓ નથી.

બીજી તરફ ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં જાણીતા વક્તા (speaker) સંજય રાવલ (Sanjay Raval) આવ્યા હતા. સંજય રાવલે ગાંધીનગરમાં કહ્યું, “ આપણે કોઈ પણ જાતના પોલિટીકલ પ્લેટફોર્મ માટે ભેગા નથી થયા. મારા ઘરમાં દીકરાના લગ્ન છે છતાં મને એમ થયું કે હું તમારી પાસે આવું અને તમારી વાત સાંભળું”

સંજય રાવલે કહ્યું, “આપણે નોન પોલિટીકલ કોઈના હાથા બન્યા વગર સરકારને આપણે પદ્ધતિસરનો પત્ર લખી સરકારને રજૂઆત કરવી જોઈએ. પોલીસ સાથે ક્યારેય સંઘર્ષણમાં ઉતરવું નહીં. એ લોકો આપણા જેવા જ છે. આપણે પોલીસ સાથે રહીને. એક પણ નુકસાન થયું તો હું ક્યારેય તમારી સાથે રહીશ નહીં. આપણે એક તારીખ નક્કી કરીએ. આપણે લેખિત રજૂઆત કરીએ. સરકારને જખ મારીને માંગ સાંભળવી પડશે.
First published: December 4, 2019, 11:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading