અમદાવાદમાં બાઇકની અડફેટે બે જોડિયા ભાઇઓનાં મોત, પરિવાર પર આભ તૂટ્યું

News18 Gujarati
Updated: October 10, 2019, 11:21 AM IST
અમદાવાદમાં બાઇકની અડફેટે બે જોડિયા ભાઇઓનાં મોત, પરિવાર પર આભ તૂટ્યું
પરિવારના સભ્યોની તસવીર

લવ અને કુશ પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા. એક સાથે બંને ભાઇઓના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સામાન્ય રીતે ગુજરાતમાં માર્ગ અકસ્માતના (road accident) ઘટનાઓ દિવસેને દિવસે બનતી રહે છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. બુધવારે એક બાઇક ચાલકે બે બાળકોને અડફેટે લીધા હતા. જેના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવમાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંને (twins brother) જુડવા ભાઇઓનું મોત થયું હતું. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના (Ahmedabad) નારોલ વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિર (Khodiyar temple )પાસે લવ અને કુશ નામના જુડવા બાળકો ઊભા હતા. આ સમયે ફૂલ સ્પીડમાં આવતા બાઇક ચાલકે આ બંને ભાઇઓને અડફેટે લીધા હતા. જેના પગલે લાવ અને કુશને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાઇકોને અડફેટે લીધા બાદ બાઇક ચાલક ઘટના સ્થળથી ફરાર થયો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિકના ટોળા એકઠાં થયા હતા.

આ પણ વાંચોઃ-તસવીરોઃ સ્પાઇડર મેનની જેમ બિલ્ડિંગ પર ચડ્યો ચોર, લાખોના દાગીનાની ચોરી

અને 108 એમ્બ્યુલન્સની મદદથી બંને ભાઇઓને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં (L.G. hospital) ખસેડવામાં આવ્યા હતા. જોકે, બંને બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે લવ અને કુશ પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા. એક સાથે બંને ભાઇઓના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.

મૃતક ભાઇઓની તસવીર


આ પણ વાંચોઃ-બાળકની live ચોરીઃ બસ સ્ટેન્ડ ઉપર માતા સાથે ઊંઘતા બાળકને કપલ ઉઠાવી ગયુંઆ પણ વાંચોઃ-દિનદહાડે યુવા કૉંગ્રેસ નેતાની ગોળી મારી હત્યા, પોલીસ પુત્ર ઉપર આરોપ

બંને બાળકોની માતા હોસ્પિટલ પરિસરમાં જ ભારે આક્રંદ કરી રહી હતી. આ ઉપરાંત પરિવારના સભ્યો પણ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બંને બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

First published: October 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading