Ahmedabad Crime News: શહેરના નારોલમાં (Narol) સામસામે બાઇક અથડાતાં (Bike hit) બોલાચાલી થઈ હતી અને બાદમાં સમગ્ર મામલાનો ખાર રાખી બનાવ હત્યામાં (Murder) પરિણમ્યો છે.
અમદાવાદઃ અમદાવાદના નારોલ (Narol) વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. રસ્તા પર બાઈક અથડાવા બાબતનો ખાર રાખી બોલાચાલી બાદ ચાર લોકોએ પિતા પુત્ર પર હુમલો (Attack on father and son) કર્યો હતો. જેમાં પિતાનું મોત થયું છે. જ્યારે પુત્ર સારવાર હેઠળ છે. અમદાવાદમાં વધુ એક હત્યાનો (Ahmedabad murder case) બનાવ સામે આવ્યો છે. શહેરના નારોલમાં સામસામે બાઇક અથડાતાં બોલાચાલી થઈ હતી અને બાદમાં સમગ્ર મામલાનો ખાર રાખી બનાવ હત્યામાં પરિણમ્યો છે.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નારોલના સરદાર એસ્ટેટનાં પાછળના ભાગે વિવેક અને તેના પિતા લચ્છીરામ ચાલીને જઈ રહ્યા હતા તે દરમ્યાન બાઈક પર આવેલા ત્રણ શકશો એ વિવેક અને તેના પિતાને છરી વડે માર માર્યો હતો. જેમાં પિતા લચ્છીરામ નું મોત નિપજ્યું છે જ્યારે પુત્ર વિવેક ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સમગ્ર બનાવની વાત કરીએ તો બે દિવસ પહેલા રાતના સમયે વિવેક અને એના પિતા સરદાર એસ્ટેટના પાછળના રસ્તા પરથી ચાલી ને જતા હતા ત્યારે સંદીપ, સચિન નામના વ્યક્તિઓ સાથે બાઈક અથડાવા બાબતે ઝગડો થયો હતો.
જે બાદ વિવેક અને તેના પિતા સરદાર એસ્ટેટનાં અંદરના રસ્તે પહોંચ્યા ત્યારે સંદીપ, સચિન તેમજ પ્રજ્ઞેશ ઉર્ફે કાળું ત્યાં પહોંચ્યા હતા અને વિવેક અને તેના પિતા પર છરી વડે હુમલો કર્યો હતો. જોકે વિવેક અને તેના પિતા બુમાબુમ કરતા આસપાસના લોકો ત્યાં પહોંચ્યા ત્રણેય આરોપીઓ ત્યાંથી નાસી છૂટયા હતા.
સ્થાનિકોએ પિતા પુત્ર ને હોસ્પિટલ પહોચાડ્યા હતા. જોકે સારવાર દરમ્યાન પિતાનું મોત નિપજ્યું હતું. હાલ તો સમગ્ર મામલે વિવેકના ભાઈની ફરિયાદને આધારે પોલીસે આરોપી સંદીપ, સચિન અને પ્રજ્ઞેશ ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી સામે અગાઉ અન્ય કોઈ ગુના છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર