Home /News /madhya-gujarat /

GDPની રેસમાં બિહાર સૌથી આગળ, ગુજરાત-આંધ્રપ્રદેશ જેવા રાજ્યો પાછળ

GDPની રેસમાં બિહાર સૌથી આગળ, ગુજરાત-આંધ્રપ્રદેશ જેવા રાજ્યો પાછળ

GDPની રેસમાં બિહાર સૌથી આગળ, ગુજરાત-આંધ્ર પ્રદેશ જેવા રાજ્યો રહ્યા પાછળ

2017-18ના GDPના નવા આંકડામાં બિહાર 11.3 ટકાના વિકાસ દર સાથે સૌથી આગળ

    2019 લોકસભા ચૂંટણી પહેલા બિહારને મોટી બોનસ મળી છે. બિહારને લઈને એક નવો આંકડો સામે આવ્યો છે. જેના કારણે ફરી એક નવી રાજનીતિક ચર્ચા શરુ થઈ ગઈ છે. બિહાર બિમારુ રાજ્યની શ્રેણીમાંથી બહાર નિકળી નંબર વન બન્યું છે. એક નવા સર્વેમાં બિહારને વિકાસની ઝડપમાં નંબર વન પર સ્થાન મળ્યું છે. જીડીપીને રેસમાં બિહારે દોડ લગાવી તો ગુજરાત અને આંધ્ર પ્રદેશ જેવા વિકસિત રાજ્ય પણ પાછળ રહી ગયા છે.

    2017-18ના GDPના નવા આંકડામાં બિહાર 11.3 ટકાના વિકાસ દર સાથે સૌથી આગળ છે. ઝારખંડ, પંજાબ અને કેરળ જેવા રાજ્યો સૌથી નીચવા સ્થાન ઉપર છે. જે એજન્સીએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે તેણે તે 17 રાજ્યોની પસંદગી કરી છે જેને વિશેષ દરજ્જો મળ્યો નથી. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ ડેટાથી અલગ પેરામીટર પર આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

    અર્થશાસ્ત્રી આ રિપોર્ટનું આંકલન કરવામાં લાગ્યા છે. બિહાર સૌથી આગળ છે તે વાત બરાબર છે પણ અન્ય માનકને લઈને ચિંતાની વાત છે. જાણકારો વિકાસના આંકડાને યોગ્ય માની રહ્યા છે પણ સવાલ બિહારના બીજા વિકાસ માપદંડ પર કેટલું યોગ્ય છે તે પણ ચર્ચાનો વિષય છે.

    આ પણ વાંચો - આગાહી! આ વર્ષે ગરમી પુષ્કળ, વરસાદ વહેલો અને ખુબ સારો પડશે

    આ આંકડા પર બિહારમાં રાજનીતિ પણ શરુ થઈ ગઈ છે. વિપક્ષે આ આંકડાને ખોટા ગણાવ્યા છે. કોંગ્રેસને લાગે છે કે આ આંકડામાં ગોલમાલ છે. આ સરકાર ઉપર બીજેપીનો રંગ છે. જે નરેન્દ્ર મોદીના અંદાજમાં આંકડાની બાજીગરી કરી રહ્યા છે.

    બીજી તરફ સરકાર નવા આંકડાના દ્વારા વિકાસની નવી ગાથા બનાવી રહી છે. તે આ આંકડાને સરકારના કામનું સર્ટિફિકેટ માની રહ્યા છે. સરકાર કહી રહી છે કે અમારી મહેનત રંગ લાવી છે. વિપક્ષ ભલે ગમે તે કહે ફરક પડતો નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Bihar GDP, GDP, Gujrat, બિહાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन