Vibrant Gujarat-2019માં સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો યોજાશે: આ રહ્યા આકર્ષણો

News18 Gujarati
Updated: December 17, 2018, 4:23 PM IST
Vibrant Gujarat-2019માં સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો યોજાશે: આ રહ્યા આકર્ષણો
પ્રતિકાત્મક તસવીર

આ ગ્લોબલ ટ્રેડ શોમાં 1.5 મીલીયનથી વધુ મુલાકાતીઓ અને 100થી વધુ દેશોના 3000 જેટલા આંતરરાષ્ટ્રિય ડીલીગેટ્સ ભાગ લેશે તેવી સંભાવના છે.

  • Share this:
વાયબ્રન્ટ ગુજરાત ગોલ્બલ સમિટ -2019 અંતર્ગત આગામી 18-22 જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિર નજીક આવેલા એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં સૌથી મોટો ભવ્ય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2019 યોજાશે. આ ટ્રેડ શોમાં 18 જેટલા વિશાળ ડોમમાં 2000 જેટલા સ્ટોલ્સ તૈયાર કરવામાં આવશે, જેમાં વિવિધ 25 જેટલા ક્ષેત્રોની 2000 થી વધુ કંપનીઓ ભાગ લેશે.
આ વર્ષે વાયબ્રન્ટ ગુજરાત ગોલબલ સમીટ આંતરરાષ્ટ્રિય ટ્રેડ શો અને વૈશ્વિક બિઝનેશ સમીટ હશે, જે 25 જેટલા વિવિધ ક્ષેત્રોની પ્રગતિ અને પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરાશે. વર્ષ 2003માં 3000 ચોરસ મીટર પ્રદર્શન વિસ્તારમાં 36 સ્ટોલ્સ સાથે શરૂ થયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વર્ષ 2017માં વધારીને 1,25,000 ચોરસ મીટર પ્રદર્શન વિસ્તારમાં 1000 સ્ટોલ્સનું આયોજન કરાયું હતું. આ વખતની 2019ની વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં 2000 થી વધુ કંપનીઓ પ્રદર્શનમાં ભાગ લે તેવી સંભાવના છે; જ્યાં તેઓને તેમનાં ઉત્પાદનો, સેવાઓ અને તેમની સાફ્લ્યગાથાઓને સમિટમાં ભાગ લેનાર વૈશ્વિક પ્રતિનિધીમંડળો સમક્ષ પ્રદર્શિત કરવા માટેનો સૌથી મોટો મંચ ઉપલબ્ધ થનાર છે.

આ ગ્લોબલ ટ્રેડ શોમાં 1.5 મીલીયનથી વધુ મુલાકાતીઓ અને 100થી વધુ દેશોના 3000 જેટલા આંતરરાષ્ટ્રિય ડીલીગેટ્સ ભાગ લેશે તેવી સંભાવના છે. આ પ્રદર્શન સ્થળે ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની કેવડિયા ખાટે પ્રસ્થાપિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવશે. સમગ્ર દેશમાંથી ખેડૂતો પાસેથી એકત્રિત કરાયેલ લોખંડમાંથી નિર્મિત આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની એકતાનું પ્રતિક છે.

19 મી જાન્યુઆરીની સાંજે અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી મેક ઈન ઈન્ડિયા એન્ડ ખાદીની થીમ ઉપર ‘ફાર્મ ટુ ફેબ્રિક’ પર ફેશન શો યોજાશે.

ગોલબલ ટ્રેડ શોનું મુખ્ય આકર્ષણો

▪બિઝનેસ જનેરેશન થ્રુ બાયર-સેલર મીટ એન્ડ રીઝર્વ બાયર-સેલર મીટ: જેમાં 1000 થી વધુ દેશ-વિદેશના ખરીદદારો હશે.▪વેન્ડર ડેવેલપમેન્ટ

▪બુલેટ ટ્રેન સિમ્યુલેટર મુકાશે

▪ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ડિસ્પ્લે વિથ રોબોટીક એન્ડ લેસર કટીંગ

▪આફ્રિકન પેવેલિયન: જેમાં 20થી વધુ દેશો કે જેમણે ખાસ કારીને વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલાં એમઓયુ પૈકી સફળતાપૂર્વક શરૂ થયેલા પ્રોજેક્ટસની પ્રગતિનું પ્રદર્શન

▪ડીજીટલ ઈકોનોમી એન્ડ ડીસર્પટીવ ટેકનોલોજીનું પ્રદર્શન

▪વાયબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોની આંકડાકિય માહિતી: કુલ વિસ્તાર: 2,00,000 ચોરસ મીટર 15 પેવેલિયન

સર્વિસ સેક્ટર: મેડિકલ વેલ્યુ ટ્રાવેલ, ઓડિયો વિઝ્યુઅલ સર્વીસ, કોમ્યુનિકેશનઅત્યાર સુધીમાં 16 ભાગીદાર દેશોને આવરી લેતું કન્ટ્રી પેવેલિયનમાં કેનેડા, ફ્રાન્સ, જાપાન, પોલેન્ડ, સાઉથ કોરિયા, થાઈલેન્ડ, નેધરલેન્ડ, યુ.એ.ઈ, સાઉથ આફ્રિકા, સ્વિડન, ઉઝ્બેકિસ્તાન, ચેકરીપબ્લિક, નોર્વે, ઓસ્ટ્રેલિયા અને મોરોક્કો જોડાશે.

ભારતના વિવિધ રાજ્યોના પેવેલિયન:
ભારત સરકારની મેક ઈન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, આઈટીઈએસ, સાગરમાલા, આયુષ્યમાન જેવી ફ્લેગશીપ યોજનાઓને દર્શાવતું પેવેલિયન ખાતે પ્રદર્શન યોજવામાં આવશે.

એમએસએમઈ ઝોનવાયબ્રન્ટ ગુજરાત 2019માં નિકાસ, વેપાર અને રોકાણ ક્ષમતા ઉપર ગુજરાત સરકારના પસંદગીની વિગતો સાથેના પેવેલિયન; જેમાં, કૃષિ અને ફૂડ પ્રોસેસીંગ, ઓટોમોબાઈલ એન્ડ ઈ-મોબિલીટી, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ, ઓઇલ એન્ડ ગેસ, ફાર્માસ્યુટીકલ્સ, બાયો ટેકનોલોજી, સિરામિક્સ, એવિએશન, આઈટી એન્ડ પોર્ટ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજીસ્ટીક્સ, પાવર, રીન્યુએબલ એનર્જી, સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઇનોવેશન, ટેક્ષટાઈલ્સ, ટ્રાવેલ, ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી, અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર ટ્રીટમેન્ટ એન્ડ એન્વાર્યેમન્ટ, એજ્યુકેશન, સ્કીલ ડેવેલોપમેન્ટ એન્ડ એન્જિનિયરીંગ સહિતના 25 ક્ષેત્રોનું પ્રદર્શન યોજવામાં આવશે.
First published: December 17, 2018, 4:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading