ગુજરાત હાઇકોર્ટના જજને કોંગ્રેસી ધારાસભ્યના નામે ફોન કરવા મામલે મોટો ખુલાસો


Updated: June 25, 2020, 10:30 PM IST
ગુજરાત હાઇકોર્ટના જજને કોંગ્રેસી ધારાસભ્યના નામે ફોન કરવા મામલે મોટો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

પોલીસે અલ્પેશ પટેલ નામના એક શખ્સની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો

  • Share this:
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના જજ બેલાબેન ત્રિવેદીને એક જામીન અરજીના સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલના નામે ફોન કરવાના મામલે એક મોટો ખુલાસો થયો છે. પોલીસે અલ્પેશ પટેલ નામના એક શખ્સની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. અલ્પેશ પટેલે તોફીકભાઈના મોબાઈલ ફોન ઉપરથી જજ બેલાબેન ત્રિવેદીને ધારાસભ્યના નામે ફોન કર્યાનું અને આ જામીન અરજીના અરજદાર વિજય શાહના કહેવાથી ફોન કર્યાની ચોંકાવનારી કબૂલાત હાઇકોર્ટ સમક્ષ કરી હતી.

હાઈકોર્ટે અલ્પેશ પટેલને તમામ વિગતો સાથે સોગંદનામું રજૂ કરવાનો આદેશ કર્યો હતો અને નોધ્યું હતું કે અલ્પેશ રમેશભાઈ પટેલ આવતીકાલ સુધીમાં આ સોગંદનામું હાઇકોર્ટમાં જમા કરાવી દે જેથી સમગ્ર પ્રકરણમાં જેની પણ પ્રથમ દર્શનીય સંડોવણી હોય એ તમામની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય. આ સમગ્ર પ્રકરણની સુનાવણી બાદ હાઇકોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે આ કેસમાં ધારાસભ્ય નિરંજન પટેલ દ્વારા નિવેદનમા જણાવ્યું હતું કે તેમણે ક્યારેય પણ કોઈ કોલ કર્યો ન હતો. જામીન અરજી કરનાર વિજય શાહ કોંગ્રેસનો કાર્યકર છે અને ધારાસભાની ચૂંટણીમાં વિજય શાહે નિરંજન પટેલની મદદ પણ કરી હતી અને તેમની સાથે પારિવારિક સંબંધો છે. જ્યારે કે જેના ફોનનો ઉપયોગ થયો હતો એ તોફિકભાઈએ નિવેદનમાં જણાવ્યું હતું કે 22મી તારીખે 8:30 વાગ્યાના અરસામાં તેમની દુકાન પર એક વ્યક્તિ આવ્યો હતો, જેણે મોં પર માસ્ક પહેરેલ હતું. તેણે એસટીડી છે એવું પૂછ્યું હતું પરંતુ એસટીડીની સુવિધા ન હોવાનું જણાવતાં એણે તોફીક ભાઈ પાસે ફોન કરવા માટે તેમનો મોબાઈલ માંગ્યો હતો. તોફિકભાઈએ માનવતાના ધોરણે મોબાઇલ આપ્યો હતો. દસ મિનિટ બાદ તે વ્યક્તિએ ફોન લાગતો નથી એમ કહી મોબાઈલ પરત આપી દીધો હતો.

આ પણ વાંચો - સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનો ધમધમાટ શરૂ, સીએમ રૂપાણીએ કુલ 20 હજાર કરોડના પ્રોજેક્ટની સમીક્ષા કરી

આ સમગ્ર ઘટના તેમની દુકાનની સામેના સીસીટીવીમાં પણ કેદ થઈ હશે. તોફિકભાઈના નિવેદનના આધારે સીસીટીવી ફૂટેજ પરથી પોલીસે અલ્પેશને ગાંધીનગરથી પકડી પાડ્યો હતો. તોફિકભાઈએ તેની ઓળખ પણ કરી હતી. અલ્પેશ પટેલે કોર્ટમાં રજૂઆતની મંજૂરી માગી અને કોર્ટમાં કબૂલ્યું હતું કે ફોન તેણે જ કર્યો હતો અને મેસેજ પણ તેણે જ કર્યો હતો. જોકે આવું કરવા વિજય શાહ કે જે આ કેસનો મૂળ અરજદાર છે એણે અને એની પત્નીએ અલ્પેશ પટેલને ફોન કરવા કહ્યું હતું. એમણે અલ્પેશ પટેલને કહ્યું હતું કે જો ધારાસભ્યના નામે ફોન થશે તો જામીન મળી જશે. અલ્પેશ પટેલે આ ફોન ન હોતો કરવો જોઈતો પરંતુ તેને યોગ્ય વળતરની ખાતરી અપાઈ હતી.

જ્યારે આ વાત ખુલી ત્યારે તેને સાવચેત થઈ જવા પણ વિજય શાહે કહ્યું હતું. મિકેનિકલ એન્જિનિયર અલ્પેશ આણંદના જીતોડિયા ગામનો રહેવાસી છે અને ઇન્સ્યોરન્સ સર્વેયરનું કામ કરે છે. આ કેસની વધુ સુનાવણી 26મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
First published: June 25, 2020, 10:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading