મોટો ખુલાસો! આવાસ યોજનાના મકાનોમાં કૌભાંડ, ખુલ્લેઆમ લોકો આપી રહ્યા છે ભાડે મકાન

News18 Gujarati
Updated: November 22, 2019, 10:12 PM IST
મોટો ખુલાસો! આવાસ યોજનાના મકાનોમાં કૌભાંડ, ખુલ્લેઆમ લોકો આપી રહ્યા છે ભાડે મકાન
ફાઈલ ફોટો

આવાસ જે વ્યક્તિને લાગ્યુ હતુ તે લોકો ત્યા રહેતા જ નથી, અને નિયમોનો ભંગ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો પાવર ઓફ પેટર્ન કરીને ઘર કોઈને વેચી દિધા છે. તો કેટલાક લોકો તો ઘર ભાડે આપી દિધા છે

  • Share this:
અમદાવાદ: દરેક લોકોને ઘરનુ ઘર મળે રહે તેવા ઉદેશ્યથી સરકારે આવાસો બનાવ્યા છે અને હજારોની સંખ્યામાં આવાસો બનાવીને ડ્રો દ્વારા લોકોને ફાળવવામાં આવ્યા છે. પરંતુ ગગન ચુંબી આવાસોમાં પણ કૌંભાંડ પણ ગગન ચુંબી છે. કારણ કે સરકારે જે લોકોને ઘર નથી તેમને ઘર મળી રહે તે માટે યોજના તો બનાવી હતી. પરંતુ લોકોએ પોતે ગરીબ છે તેવુ બતાવીને ઘર લઈ લીધા છે. જોકે આવાસ યોજનામાં ઘર લાગ્યા બાદ લોકોએ દસ્તાવેજ કરાવી લીધા છે. પણ દસ્તાવેજ કરાવ્યા બાદ તેઓ પગ પણ મુક્યો નથી. જોકે નિયમ એવો છે કે, આવાસ યોજનનામાં ઘર મળ્યા બાદ ન તો ભાડે આપી શકે. ન તો તે વેચી શકે પરંતુ વાસ્તવિકતા કઈ અલગ છે. ન્યુઝ18 ગુજરાતીએ રિયાલિટી ચેક કરતા આ ગગનચુંબી કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

હાલ બનેલા ગગનચુંબી આવસના મકાનો આલીશાન બનાવાયા છે. પણ આ જ ગગન ચુંબી આવાસોમાં ગગન ચુંબી કૌભાંડ સામે આવ્યું છે. નિયમો નેવે મૂકીને માલિકો કૌભાંડ આચરી રહ્યા છે પણ તંત્રના અધિકારીઓની રહેમ નજર આ કૌભાંડ થઈ રહ્યું હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. EWS, LIG1,LIG2 આવાસોમાં કૌભાંડ ચાલી રહ્યું છે.

અમદાવાદના દરેક વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત આવાસો બનાવ્યા છે. પરંતુ આ આવાસ યોજનામાં જે વ્યક્તિને ઘર મળ્યુ છે તે રહે છે કે નહી તેનુ રિયાલિટી ચેક કરવા માટે ન્યુઝ 18 ગુજરાતીની ટીમે અલગ અલગ આવાસ યોજના આવાસમાં પહોચી હતી. પરંતુ વાસ્તિવકતા ચોકાવનારી બહાર આવી છે. જે આવાસ જે વ્યક્તિને લાગ્યુ હતુ તે લોકો ત્યા રહેતા જ નથી, અને નિયમોનો ભંગ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો પાવર ઓફ પેટર્ન કરીને ઘર કોઈને વેચી દિધા છે. તો કેટલાક લોકો તો ઘર ભાડે આપી દિધા છે. એટલે લોકો ઈન્વેસમેન્ટ કરવા માટે આવાસ યોજનામાં પણ ચિટીંગ કરીને ઘર મેળવી લે છે.

આવાસ યોજનમાં જ્યારે ફોર્મ ભરવાના હતા તેમાં જ ઉલેખ કરવામાં આવ્યો હતો કે જે વ્યક્તિ ફોર્મ ભરે છે તેના નામે અથવા તો તેના પરિવારમાં કોઈના નામ મકાન ન હોવુ જોઈએ તેવા લોકોને જ મકાન મળશે, અને 7 વર્ષ સુધી તો વેચી પણ ન શકે અને ભાડે પણ આપી ન શકે. પરંતુ અત્યારે તમામ આવાસ યોજનના મકાનોમાં મોટુ કૌભાંડ ચાલી રહ્યુ છે. પરંતુ પુછવા વાળુ કોઈ નથી. કારણ કે જેને જવાબદારી સોપી છે તેવા લોકોને પણ કઈ પડી નથી. માત્ર આવાસ યોજનામાં લઈને ચેકિંગના નામે કાગળ પર કામ કરવામાં આવી રહ્યુ હોવાનું આગેવાન સતીષભાઇ ગવાંડેએ જણાવ્યું.

તેમણે વધુમાં એ પણ જણાવ્યું કે, જે ઉદ્દેશ્યથી મકાનો બનાવ્યા તે ઉદ્દેશ્ય તો સાર્થક થયો જ નથી. કારણ કે હજારોની સંખ્યામાં આવાસ યોજના અંતર્ગત મકાનો બન્યા છે તેમ છતા પણ ખરેખર જે લોકોને મકાનની જરૂર હતી તેવા લોકોને તો મકાન મળ્યા નથી. આ બાબતે જ્યારે ગેરકાયદે ભાડે રહેનાર લોકોને ન્યુઝ 18 ગુજરાતીએ પૂછ્યું તો તેઓએ જવાબ આપ્યો કે તેમને મકાન તો લાગતા નથી. પૈસા નથી તો ઓછા ભાડામાં ક્યાં મકાન લેવા જાય. જ્યાં ઝુંપડામાં રહેતા હતા તે તોડી નાખ્યા અને સામે વાયદા આપ્યા કે તેમને ઘર મળશે પણ ઘર જ ન મળે તો આ જે આવાસના મકાનો મળ્યા છે તેમના જ ઘરમાં ભાડુ ભરીને રહેવું પડે છે.

ભલે લોકો ભાડે રહે છે પણ હકીકત એ છે કે અવાર નવાર કોર્પોરેશને આ બાબતને લઇને તપાસ કરવાની હોય છે. તંત્ર તો ચેકિંગ નથી કરતું જેના કારણે કેટલાક લોકોએ તો ઘર પણ ભાડે લઇ લીધું અને ત્યાં ધંધો કરવાનો સામાન રાખીને ગોડાઉન પણ બનાવી દીધું હોવાનું ભાડુઆત દિયા બહેન ડાભીએ જણાવ્યું.કેટલાક લોકો તો પાંચ વર્ષથી તો કેટલાક લોતો સાત વર્ષથી જ ભાડે રહે છે. નવાઇની વાત તો એ છે કે, મકાન ભાડે ન આપી શકવાનો નિયમ હોવા છતાં આ લોકોએ તો સેટિંગ પાડીને ભાડા કરાર પણ કર્યો છે. ખુદ ભાડુઆત જ સ્વીકારે છે કે અહીં કોઇ ચેકિંગ માટે નથી આવતું અને આવે તોય શું. વિઝિટ કરીને જતા રહે છે. આમ તો નિયમ પ્રમાણે આ રીતે કોઇ રહેતા હોય તો તેમના ઘરને સીલ મારવાનું હોય છે પણ વર્ષોથી કોઇ સીલ ન માર્યું હોવાનું રહીશ બેબીબહેન વાળાએ જણાવ્યું હતું.

આમ તો આ કામગિરી હાઉસિંગ વિભાગે કે એએમસીએ કરવાની હોય છે. પણ હવે તો પોલીસને આ કામગિરી કરવાનો વારો આવ્યો છે. પોલીસ નિયમ વિરૂધ્ધ લોકોના ઘરને સીલ તો નથી મારી શક્તી પણ ભાડે રહેનાર લોકો ગેરકાયદે રહેતા હોવાથી તેઓ પોલીસને પણ જાણ નથી કરતા. પણ પોલીસ અવાર નવાર આવા આવાસ મકાનોમાં જઇને ભાડુઆત તરીકે રહેતા લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કામગિરી કરે છે અને એએમસીને પણ પત્ર લખી જાણ કરતી રહેતી હોય છે. તાજેતરમાં જ દસથી વધુ કેસ વાસણામાં આવેલા મકાનોમા પોલીસે કર્યા હોવાનું એમ ડિવિઝન એસીપી વિનાયક પટેલે જણાવ્યું હતું.

શું આ કૌભાંડની જાણ તંત્રને હશે તે સવાલ આ અહેવાલ પરથી ઉભો થયો છે. જો હોય તો દર વખતની જેમ ભ્રષ્ટ એએમસી કેમ કોઇ કાર્યવાહી કરતું નથી. કેમ લોકોને પોતાના મકાનો મળે તે બાબતે કામગિરી નથી કરતું. રોડ પરથી કે ઝુંપડાઓ હટાવી એએમસી લોકોના ઘર તો છીનવી લે છે પણ સામે તેઓને તેમની કમાણી પ્રમાણે મકાન ન મળતા આખરે આ રીતે ગેરકાયદે રહેવું પડે છે.
First published: November 22, 2019
વધુ વાંચો
अगली ख़बर