ગુજરાત માટે રાહતના સમાચાર : વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાતા ભારે વરસાદ નહીં પડે

News18 Gujarati
Updated: September 1, 2020, 4:22 PM IST
ગુજરાત માટે રાહતના સમાચાર : વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાતા ભારે વરસાદ નહીં પડે
સેટેલાઇટ તસવીર

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો, કચ્છ વિસ્તારમાં સૌથી વધારે 255 સરેરાશ વરસાદ નોધાયો.

  • Share this:
અમદાવાદ : આખા ગુજરાત માટે અને ખાસ કરીને ખેડૂતો (Relief for Farmers) માટે રાહતના સમાચાર છે. બંગાળની ખાડી (Bay of Bengal)માં જે લૉ પ્રેશર (Low Pressure) સર્જાયા બાદ સિસ્ટમ બની હતી તે પાકિસ્તાન (Pakistan) તરફ ફંટાઈ ગઈ છે. જેના પગલે હવે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ (Heavy Rain)ની શક્યતા નથી. જોકે, ગુજરાતમાં ચોમાસા (Monsoon)ના વિદાયને હજુ પણ એક મહિનો બાકી છે એટલે આ દિવસોમાં જો નવી સિસ્ટમ બનશે તો ફરીથી વરસાદ પડશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. ભારે વરસાદને પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ખેડૂતોનો ઊભો પાક ધોવાયો છે. એટલું જ નહીં ખેતરોમાં સતત પાણી ભરાયેલા હોવાથી પાકને ખૂબ નુકસાન થયું છે.

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

પહેલી સપ્ટેમ્બર, 2020 સુધી રાજ્યમાં સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધારે સરેરાશ વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં આ વર્ષે સરેરાશ 255 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે 104 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં સૌથી ઓછો 88.50 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આ વર્ષે સૌરાષ્ટ્રમાં 163 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 103 ટકા વરસાદ પડ્યો છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી કરી હતી કે રાજ્યમાં 26 થી 29 ઓગસ્ટ સુધી વરસાદનું જોર ઘટશે. આ ઉપરાંત 30 ઓગસ્ટથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. ચોથી સપ્ટેમ્બરના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. જે બાદમાં 7 થી 12 સપ્ટેમ્બર સુધી ફરી વરસાદ પડશે.

આ પણ વાંચો : ગઢડા સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું : સાધ્વીનો શૌચક્રિયાનો વીડિયો વાયરલ કર્યોજિલ્લા પ્રમાણે જો જોવામાં આવે તો અનેક જિલ્લામાં એવા છે જ્યાં ખેડૂતોની હાલત કફોડી બની છે. સતત વરસાદને પગલે તેમનો પાક ધોવાયો છે. આ મામલે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી 'મુખ્યમંત્રી કિસાન યોજના' અંતર્ગત વળતર મળવાપાત્ર છે. 10મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલી યોજના નીચે પ્રમાણે છે.

મુખ્યમંત્રી કિસાન યોજનામાં નાના, મોટા, સીમાંત બધા જ ખેડૂતોને આવરી લેવાયા છે. આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. એસ.ડી આર એફના લાભો યથાવત રાખીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભ અપાશે. આ યોજના હેઠળ 1. અનાવૃષ્ટિ (દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ (માવઠું)ના જોખમોથી થયેલા પાક નુકસાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. આ ત્રણેય જોખમો સામે સહાયના ધોરણો અને અન્ય વિગતો નીચે પ્રમાણે રહેશે.

1) અનાવૃષ્ટિ (દુષ્કાળ)

જે તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય અથવા રાજ્યમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (28 દિવસ) વરસાદ પડ્યો ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલા પાકને નુકસાન થયું હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે.

આ પણ વાંચો:  ભાજપના કોર્પોરેટરે નિયમોની ઐસીતૈસી કરીને કરાવ્યું ગણેશ વિસર્જન

2) અતિવૃષ્ટિ:

તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે 48 કલાકમાં 35 ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં 48 કલાકમાં 25 ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસૂલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકસાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે

3) કમોસમી વરસાદ (માવઠું)

15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં મહેસૂલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ 48 કલાકમાં 50 મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું) નું જોખમ ગણવામાં આવશે.

કોને લાભ મળશે?

સમગ્ર રાજ્યમાં રેવન્યૂ રેકોર્ડમાં નોંધાયેલા તમામ 8-અ ધારક ખેડૂત ખાતેદાર તેમજ ફોરેસ્ટ રાઇટ એક્ટ(Forest Right Act) હેઠળના સનદ ધારક ખેડૂત લાભાર્થી ગણાશે. ખરીફ 2020થી યોજના અમલમાં મુકાશે. આ યોજનાના લાભ માટે જે તે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલું હોવું જોઈશે.

આ પણ વાંચો: સુરતમાં વધુ એક હત્યા : બુટલેગર અજલો ઉર્ફે અરુણ પટેલની જાહેરમાં ચપ્પુના ઘાી ઝીંકી હત્યા

સહાયના ધોરણો શું રહેશે?

>> ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન 33% થી 60% માટે રૂ. 20,000/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
>> ખરીફ ઋતુમાં થયેલા પાક નુકસાન 60%થી વધુ નુકશાન માટે રૂ. 25000/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

યોજનાની અન્ય જોગવાઈ

>> આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.
>> ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે લેન્ડ રેકોર્ડ સાથે તથા સી.એમ. ડેશબોર્ડ સાથે જોડાણ ધરાવતું PORTAL તૈયાર કરાવવાનું રહેશે.
>> લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે
>> મંજૂર થયેલી સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.
>> લાભાર્થી ખેડૂતોનાં પ્રશ્નોનાં ઉકેલ માટે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની વ્યવસ્થા ખાસ ઉભી કરવામાં આવશે.
>> ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર ઓન લાઇન અરજી કરવા માટે ખેડૂતોને અરજી કરવામાં સહાયરૂપ થવા ઇ ગ્રામ સેન્ટરના VLE ને એક સફળ અરજી દિઠ રૂ.8/- નું મહેનતાણું ચુકવાશે.
>> ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Published by: Vinod Zankhaliya
First published: September 1, 2020, 4:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading