અમદાવાદ : ગૃહમંત્રી પ્રદિપસિંહનું મોટું નિવેદન, 'રથયાત્રા અંગે કોઈ નિર્ણય નથી લીધો'

News18 Gujarati
Updated: June 17, 2020, 12:44 PM IST
અમદાવાદ : ગૃહમંત્રી પ્રદિપસિંહનું મોટું નિવેદન, 'રથયાત્રા અંગે કોઈ નિર્ણય નથી લીધો'
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ફાઇલ તસવીર

અમદાવાદ પોલીસ, સ્વાસ્થ્ય વિભાગ અને તમામ લોકો પાસે સરકારે ફીડબેક મંગાવ્યો છે. રૂટ પર 24 કન્ટેનમેન્ટ ઝોન હોવાથી કોઈ નિર્ણય નહીં

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં અમદાવાદની સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મોટા સમાચારા સામે આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે સરકારે આ અંગે હજુ કોઈ નિર્ણય કર્યો નથી. આજે એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જનતા કર્ફ્યૂ વચ્ચે યોજાશે અને માત્ર 250 લોકો જોડાશે. જોકે, કોરોનાના સંક્રમણના કારણે સરકારે કોઈ નિર્ણય હજુ ન લીધો હોવાનું રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું હતું.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે 'રથયાત્રાના રૂટ પર 24 કન્ટેનમેન્ટ ઝોન આવે છે. આ રૂટમાં 1600 દર્દીઓ છે. હાલમાં સરકારે પોલીસ અને તમામ વિભાગો પાસે આ અંગે ફીડબેક મંગાવ્યો છે. હાલમાં રથયાત્રા કાઢવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.' આમ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાશે કે નહીં તે ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યો છે.


ગઈકાલે સાંજે 24 કલાકમાં અમદાવાદમાં 332 નવા કેસ

દરમિયાન જ્યમાં કોરોના વાયરસના બેફામ બન્યો છે. રાજ્યમાં કોરોના વાયસના નવા 524 કેસ 16મી જૂન સાંજે 5.00 સુધીમાં નોંધાયા છે. કોરોનાના આ કેસમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાના છે. અમદાવાદ જિલ્લામાં 332 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 24 કલાકમાં 28 કમનસીબોનાં મોત પણ થયા છે. સરકારે આપેલા આંકડા મુજબ 24 કલાકમાં 418 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જોકે, અમદાવાદ બાદ હેવ કોરોનાના મોરચે સુરતમાં ચિંતા વધી છે.

આ પણ વાંચો : આજથી બી.એ.પી.એસ.ના સ્વામિનારાયણ મંદિરોમા ભક્તો સવારના 8 થી 11 તેમજ સાંજના 4 થી 6 દર્શન કરી શકશે.
First published: June 17, 2020, 12:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading