રાજ્યના મંત્રીઓ-MLAના પગારમાં એક વર્ષ સુધી 30%નો કાપ, રકમ કોરોના ફંડમાં જમા થશે


Updated: April 6, 2020, 9:32 PM IST
રાજ્યના મંત્રીઓ-MLAના પગારમાં એક વર્ષ સુધી 30%નો કાપ, રકમ કોરોના ફંડમાં જમા થશે
કોરોના સામે જંગ માટે રાષ્ટ્રપતિ, PM અને સાંસદોએ પોતાની સેલેરીમાં 30%નો કાપ મૂક્યા બાદ રાજ્ય સરકારે પણ નિર્ણય લીધો

કોરોના સામે જંગ માટે રાષ્ટ્રપતિ, PM અને સાંસદોએ પોતાની સેલેરીમાં 30%નો કાપ મૂક્યા બાદ રાજ્ય સરકારે પણ નિર્ણય લીધો

  • Share this:
પ્રધાન મંત્રી નરેન્દ્ર  મોદી ની કેન્દ્ર સરકારે દેશના સાંસદો ના પગાર માં 30 ટકા  કાપ બે વર્ષ સુધી કરીને તે રકમ કોરોના  સામે થનાર ખર્ચ માં અને એમ.પી. લેડ ફંડ ની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવા ના ફંડ માં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરતા ગુજરાત સરકારે પણ  કોરોના ની મહામારી  સામે લડવા ના ખર્ચ ના સંદર્ભમાં બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્ય મંત્રી નીતિન  પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટી ની બેઠક માં આ અંગે  નિર્ણય  લેવામાં આવ્યો હતો.જે અંતર્ગત   રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલેકે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ  સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે.

આ પણ વાંચો :   કોરોના સામે જંગ માટે રાષ્ટ્રપતિ, PM અને સાંસદોએ પોતાની સેલેરીમાં 30%નો કાપ મૂક્યો

તો સાથે જ મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ રાજ્ય ના તમામ ધારાસભ્યો ને મળતી 1 કરોડ 50 લાખની એમ એલ એ લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજા ના હિત માં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે તેમ જાહેર કર્યું છે.
First published: April 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading