Home /News /madhya-gujarat /

હોળી કબ હૈ સવાલ પૂછતા જ ગુજરાતના વેપારીઓ રડી પડ્યા અને કહ્યું કઈક આવું

હોળી કબ હૈ સવાલ પૂછતા જ ગુજરાતના વેપારીઓ રડી પડ્યા અને કહ્યું કઈક આવું

હોળી-ધૂળેટી પર્વ પૂર્વે જ કોરોના વાયરસ સંક્રમણને ધ્યાને લઇ સરકારે ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવતા વેપારીઓને મોટુ નુકસાન વેઠવાનો સમય આવ્યો

હોળી-ધૂળેટી પર્વ પૂર્વે જ કોરોના વાયરસ સંક્રમણને ધ્યાને લઇ સરકારે ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવતા વેપારીઓને મોટુ નુકસાન વેઠવાનો સમય આવ્યો

અમદાવાદ : હોળી-ધૂળેટી પર્વ પૂર્વે જ કોરોના વાયરસ સંક્રમણને ધ્યાને લઇ સરકારે ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવતા વેપારીઓને મોટુ નુકશાન વેઠવાનો સમય આવ્યો છે. હોળી-ધૂળેટી પર્વના વેપારને ધ્યાને લઇ જથ્થાબંધ વેપારીઓએ માલનો સ્ટોક ઉતર્યો હતો. પરંતુ ચૂંટણીની જીતમાં રંગે રંગાયેલા નેતાઓને આમ જનતાની રંગોત્સવની મજા બગાડી છે. ધૂળેટી રમવા પ્રતિબંધ ફરમાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના અંદાજે 100થી 150 વેપારીઓએ 7500 ટન કલર, 15 કરોડના પીચકારી-ફુગ્ગા, રમકડાનો માલ મંગાવ્યો હતો જે પડતર બની જતા આર્થિક રીતે મોટો ફટકો પડયો છે. સાથે આખુ વર્ષ માલ સાચવવો પડશે અને તેમા ઘણો બગડી જશે તેની સાચવણી માટે વધારાનો નાણાકીય ડામ લાગવાનો વેપારીઓને ડર છે. આ અંગે અખબારનગર વિસ્તારમાં પિચકારીનો વેપાર કરતાં દિલીપ પટણીના કહેવા પ્રમાણે દર વર્ષ કરતાં આ વર્ષે ઘરાકી જ નથી. દર વર્ષે માલનું વેચાણ વધારે થતું હતું પરંતુ આ વર્ષે માલનું વેચાણ ઓછું છે જેની પાછળ જવાબદાર સરકારની ગાઈડલાઈન અને લોકોનો ડર છે.

ન્યૂઝ18 ગુજરાતીની ટીમ જ્યારે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં પહોંચી ત્યાં પણ વેપારીઓ નારાજ જોવા મળ્યા. ભર બપોરે તડકામાં તપતા વેપારીઓને આશા છે કે સાંજ પડે કોઈક તો ગ્રાહક આવશે પરંતુ કોઈ ગ્રાહક આવતું નથી. જેને કારણે પડતર કિંમતે માલ વેચવા તેઓ તૈયાર બન્યા છે. મહત્વની વાત એ છે કે દિલ્હીથી આવતો પિચકારીનો માલ અમદાવાદમાં આવે છે અને ત્યારબાદ તે ગુજરાતનાં છેવાડાના ગામ સુધી પહોંચે છે પરંતુ કોરોના વાયરસના સમયમાં કોઈ ગામડાંના વેપારીએ પણ માલની ખરીદી નથી કરી.

આ પણ વાંચો - અમદાવાદ : કોરોના વાયરસના ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટ મામલે શું કહી રહ્યા છે તબીબી નિષ્ણાંતો, જાણો

આ અંગે દિલ્હી દરવાજાના વેપારી અલ્તાફભાઈનું કહેવું છે કે કોરોનાને કારણે અમે 40 ટકા માલ મંગાવી રાખ્યો હતો. માર્ચ મહિનામાં હોળી હોય એ પહેલાં અમે ફેબ્રુઆરી મહિનામાં માલ મંગાવી લેતા હોઈએ છીએ. દિલ્હીથી ખાસ ગુજરાત માલ આવે છે અને ગુજરાતમાં ખાસ અમદાવાદના વેપારીઓ સૌથી વધારે માલ ભરે છે. અમદાવાદમાંથી જ રાજકોટ, સુરત, વડોદરા સહિત નાના નાના ગામડાંઓમાં માલ જાય છે. આ અંગે દિલ્હી દરવાજાના અન્ય વેપારી આશિષ પટણીના કહેવા પ્રમાણે અમે પડતર કિંમત પર પીચકારી વેચવા માટે તૈયાર થયા છીએ પણ માર્કેટમાં 25 પણ ટકા વેપારીઓ નથી.

ધંધો ઠપ્પ થતા પાર્ટી પ્લોટ-મંડપ ડેકોરેશન એસોસિએશનના વેપારીઓએ શું કરી માંગ?

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો પગપેસારો થયો તેને એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યુ છે. આ કોરોના કાળમાં ઘણા ધંધા રોજગારને અસર પહોંચી છે. તેવામાં હવે પાર્ટી પ્લોટ-મંડપ ડેકોરેશન એસોસિએશનના વેપારીઓએ લાખોનો ટેક્સ માફ કરવા રજુઆત કરી છે. જે મુદ્દે અમદાવાદમાં આ એસોસિએશનના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં સરકાર સમક્ષ વેપારીઓની પડતર માંગણીઓ મુકાઈ છે અને આગામી 5 તારીખ સુધી સરકારને અલ્ટીમેટમ આપી દેવાયું છે અને ત્યારબાદ જિલ્લા પ્રમાણે કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆતની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. કોરોનાના કારણે પાર્ટીપ્લોટ, મંડપ ડેકોરેશન બિઝનેસને અસર થઈ છે.

આ બેઠકમાં વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા થઈ હતી. જેમાં નાના મોટો 10 હજાર વેપારીઓ આ એસોસિએશન સાથે સંકળાયેલા છે. જેઓ વર્ષે 1 લાખથી માંડી 12 લાખ સુધી ટેક્સ ભરવાના હોય છે. પરંતુ આ વખતે એક વર્ષથી ધંધો થયો જ નથી તો ટેક્સમાંથી માફી આપવામાં આવે. એટલું જ નહીં આગામી એપ્રિલ મહિનામાંથી જુલાઈ મહિના સુધી લગ્નની સિઝનમાં રાત્રિ કર્ફ્યૂ 9 વાગ્યાના બદલે 11 વાગ્યા સુધી કરવા માંગ કરી છે. વેપારીઓનું કહેવું છે અમે સરકાર પાસે કોઈ આર્થિક પેકેજની માંગ કરી રહ્યા નથી. માત્ર ટેક્સમાં માફી અને કર્ફ્યૂમાં રાહતની માંગ છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Holi, Holi 2021, અમદાવાદ, સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन