મોટો ખતરો! અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે હથિયારો પકડાવવાનો સિલસિલો યથાવત્


Updated: June 19, 2020, 6:24 PM IST
મોટો ખતરો! અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે હથિયારો પકડાવવાનો સિલસિલો યથાવત્
પિસ્તોલ સાથે પકડાયેલા આરોપીની તસવીર

પોલીસ રથયાત્રા પૂર્વે હથિયારોની હેરાફેરી પર ખાસ વોચ રાખતી હોય છે. આ વખતે પણ વોચ રાખી ત્રણેક જેટલા કેસ કરી પીસ્ટલ, કારતુસ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

  • Share this:
અમદાવાદ: અમદાવાદમાં રથયાત્રા (Ratyatra 2020) પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ (crime branch) ખાસ ધ્યાન રાખી હથિયાર પકડતી હોય છે. અમદાવાદના જુહાપુરા, ગોમતીપુર, અમરાઈવાડી જેવા વિસ્તારોમાંથી ખાસ હથિયાર પકડાતા હોય છે. આ વખતે કોરોનાની મહામારીને (coronavirus) લઈને રથયાત્રા યોજાશે કે નહીં તે વાત પર હજી પ્રશ્નાર્થ છે. પણ પોલીસ પોતાની રીતે સજ્જ બની ગઈ છે. પોલીસ રથયાત્રા પૂર્વે હથિયારોની (Weapons) હેરાફેરી પર ખાસ વોચ રાખતી હોય છે. આ વખતે પણ વોચ રાખી ત્રણેક જેટલા કેસ કરી પીસ્ટલ, કારતુસ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.  રથયાત્રા નીકળે કે ન નીકળે પણ હથિયાર પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે.

બે દિવસ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે દેશી બનાવટની રિવોલ્વર અને 3 જીવતા કારતૂસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. નારોલ સર્કલ પાસેથી આમીર પઠાણની ધરપકડ પણ કરી હતી. જેની પૂછપરછમાં રિવોલ્વર સુલતાન અને સમીર પેંદીએ રાખવા આપી હોવાની કબુલાત આરોપીએ કરી હતી.

ફાઈલ તસવીર


સુલતાન અને સમીર સજ્જુ ગોટીવાલાની હત્યા માટે આ હથિયાર લાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તાજેતરમાં વેજલપુર પોલીસ મથકમા તમામ આરોપી વિરુધ્ધ ખંડણી અને મારામારી ની ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ બે કેસ કર્યા છે. રામોલ જામફળવાડી પાસેથી પોલીસે ઝેનુલઆબેદ્દીન ઉર્ફે જાનું ઠુઠીયોની એક પીસ્ટલ અને છ કારતુસ સાથે ધરપકડ કરી છે.

આ હથિયાર આરોપી બે વર્ષ પહેલા હરિયાણાના મેવાત ખાતેથી લાવ્યો હતો. આ સિવાય ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોમતીપુર પોલીસ લાઈનની દીવાલ પાસેથી મોહમદઆમીન ઘાંચીની એક તમંચા સાથે ધરપકડ કરી છે. આરોપી આઠેક માસ પહેલા ઉત્તરપ્રદેશ ફરવા ગયો ત્યારે આ હથિયાર લાવ્યો હોવાની કબૂલાત કરી છે.
First published: June 19, 2020, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading