આ છે બીજા ચરણના કેટલાક દિગ્ગજો !

Margi | News18 Gujarati
Updated: December 13, 2017, 7:44 PM IST
આ છે બીજા ચરણના કેટલાક દિગ્ગજો !
ભાજપમાંથી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદિપ સિંહ જાડેજા અને શંકર ચૌધરી સહિત અનેક નેતા મેદાને છે તો બીજી તરફ કોંગ્રેસના દિગગ્જની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર, બાબુ માંગુકિયા, હિમતસિંહ અને ગેનીબેન સહિત નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે

ભાજપમાંથી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદિપ સિંહ જાડેજા અને શંકર ચૌધરી સહિત અનેક નેતા મેદાને છે તો બીજી તરફ કોંગ્રેસના દિગગ્જની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર, બાબુ માંગુકિયા, હિમતસિંહ અને ગેનીબેન સહિત નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે

  • Share this:
અમદાવાદ: ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં કેટલીક બેઠક એવી છે કે જેમાં કોંગ્રેસ અને ભાજપે તેના દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે..ભાજપમાંથી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદિપ સિંહ જાડેજા અને શંકર ચૌધરી સહિત અનેક નેતા મેદાને છે તો બીજી તરફ કોંગ્રેસના દિગગ્જની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર, બાબુ માંગુકિયા, હિમતસિંહ અને ગેનીબેન સહિત નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. બીજા તબક્કા માટે ભાજપ-કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે જરા જોઈએ આ દિગ્ગજોની સ્થિતિ

મહેસાણા
મહેસાણા બેઠક પર ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સામે કોંગ્રેસે જીવાભાઇ પટેલ મેદાને છે. નીતિન પટેલની વાત કરીએ તો રાજ્ય સરકારમાં વિવિધ વિભાગોમાં મંત્રી રહ્યા છે. પાંચ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. પાટીદાર નેતા છે. જ્યારે પાટીદાર પ્રભાવિત વિસ્તારથી ચૂંટણી લડી રહ્યા છે. જીવાભાઇની વાત કરીએ તો ૩ વખત લોકસભાની ચૂંટણી લડ્યા છે. ગત ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પાટીદાર વોટબેંક પર સારૂ એવું પ્રભુત્વ ધરાવે છે.

વાવ
બનાસકાંઠાની મહત્વની બેઠક વાવની વાત કરી તો ભાજપે આ બેઠક પર શંકર ચૌધરીને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોર પર વિશ્વાસ મુક્યો છે. ભાજપના શંકર ચૌધરીની વાત કરીએ તો વાવ બેઠક પર ૪ ટર્મથી ધારાસભ્ય રહ્યા છે. સરકારમાં આરોગ્ય પ્રધાનનું પદ સંભાળ્યું છે તો વર્તમાન બનાસડેરીના ચેરમેન પદે છે. જ્યારે કોંગ્રેસના ગેની બેનીની વાત કરીએ તો 2012માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. છતાં કોંગ્રેસે વિશ્વાસ મુક્યો છે.ઠાકોર સેના સાથે સારા સબંધ ધરાવે છે ગત ચૂંટણીમાં 12 હજાર મતોથી હાર થઇ હતી, આ વખતે તેઓ પ્રભાવશાળી દેખાઈ રહ્યા છે.
રાધનપુરરાધનપુર બેઠક પર ભાજપ તરફથી લવીંગજી ઠાકોર તો કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોર વચ્ચે ટક્કર છે. જો ભાજપની વાત કરીએ તો લવીંગજી ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપનો સાથ લીધો.રાધનપુરથી કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ઠાકોર સમાજની મતબેંક પર સારૂ પ્રભુત્વ ધરાવે છે. તેઓ કોંગ્રેસે ટિકિટ ન આપતા ભાજપમાં જોડાયા હતા. અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો ઓબીસી આંદોલનથી ચર્ચામાં આવ્યા છે. દારૂબંધી અને બેરોજગારીના મુદ્દા ઉઠાવ્યા છે. રાહુલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા અલ્પેશના પિતા ખોડાજી ઠાકોર કોંગ્રેસના હોદ્દેદાર રહી ચુક્યા છે. ઠાકોર મતબેંક પર પ્રભાવ ધરાવે છે.
વિરમગામ
આ બેઠક પર ભાજપે કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રી બેન પટેલ પર વિશ્વાસ રાખ્યો છે. તેજશ્રીબેન પટેલ પુર્વ કોંગ્રેસના ધારાસભ્ય હતા હાલ ભાજપમાં છે. ભાજપે ફરી વિરમગામથી ટિકિટ આપી છે. પાટીદાર ચહેરા તરીકે ભાજપે આગળ કર્યા છે. લોકોમાં ડૉકટર તરીકે લોકપ્રિય છે. સામે પક્ષે કોંગ્રેસમાં લાખા ભરવાડ મેદાને છે. કોંગ્રેસમાં ઉપપ્રમુખ અને સંગઠનમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને ગુજરાત કોંગ્રેસનો ઓબીસી ચહેરો છે.
ઠક્કરબાપાનગર
આ બેઠક પર ભાજપના વલ્લભ કાકડિયા અને કોંગ્રેસના બાબુ માંગુકિયા વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. ભાજપની વાત કરીએ તો વલ્લભ કાકડિયા મેદાને છે. કાકડિયા રાજ્ય સરકારમાં વાહન વ્યવહાર પ્રધાન રહી ચુક્યા છે. બે ટર્મથી ધારાસભ્ય છે. 2007માં રખિયાલથી ચૂંટાયા હતા. ભાજપમાં પાટીદાર ચહેરો છે. કોંગ્રેસે આ વખતે બાબુ માંગુકિયાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ છે. ગારિયાધારીથી ચૂંટણી લડીને હાર્યા છે. પાટીદાર અનામત આંદોલનમાં શરૂઆતથી જ સક્રિય ભૂમિકા નિભાવી છે.
બાપુનગર
આ બેઠક પર ભાજપના જગરૂપસિંહ રાજપૂત અને કોંગ્રેસના હિમતસિંહ વચ્ચે સીધી ટક્કર છે. ભાજપની વાત કરીએ તો જગરૂપસિંહ રાજપૂત ભાજપના પાયાના કાર્યકર છે. 2012માં ધારાસભ્ય બન્યા। બીજી વખત બાપુનગર બેઠકથી ટિકિટ મળી હતી. હિન્દીભાષી મતદારો પર સારી પકડ છે. કોંગ્રેસે હિમતસિંહ પર ફરી વિશ્વાસ મુક્યો છે. અમદાવાદના પુર્વ મેયર રહી ચુક્યા છે. 2012માં વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા. 2014માં લોકસભાની ચૂંટણી પણ હાર્યા છે. જોકે,કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે સારા સબંધ છે.
જમાલપુર-ખાડિયા
આ બેઠક પર ભાજપના ભૂષણ ભટ્ટ અને કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા વચ્ચે સીધી ટક્કર છે. ભૂષણ ભટ્ટની વાત કરીએ તો ૩ વખતથી ધારાસભ્ય રહ્યા છે. આ પહેલા પિતા આ જ બેઠક પરથી આઠ વખત ધારાસભ્ય રહ્યા છે. મુસ્લિમ પ્રભાવિત વિસ્તારમાં બે વખત વિજય મેળવ્યો હતો. વર્ષ 2011માં પેટાચૂંટણીમાં ધારાસભ્ય બન્યા છે. કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાની વાત કરીએ તો છેલ્લી ઘડીએ ટિકિટ મળી છે. અમદાવાદ કોર્પોરેશનમાં અપક્ષ કોર્પોરેટર રહ્યા છે. છીપા કોમના મતદારો પર પ્રભુત્વ ધરાવે છે. યુવા નેતા તરીકે લોકોમાં પ્રિય છે. આ સિવાય અન્ય ઘણી મહત્વની બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.
First published: December 13, 2017, 7:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading