ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માતાના હાથે મીઠાઇ ખાઈ 29 વર્ષ જૂની બાધા પૂર્ણ કરી

News18 Gujarati
Updated: November 10, 2019, 9:19 PM IST
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માતાના હાથે મીઠાઇ ખાઈ 29 વર્ષ જૂની બાધા પૂર્ણ કરી
ભુપેન્દ્રસિંહે તેમના 92 વર્ષના માતા કમળાબાના હસ્તે 29 વર્ષ બાદ મીઠાઈ ખાઈને આશીર્વાદ મેળવ્યા

અયોધ્યામાં રામ મંદિર બને તે માટે બાધા રાખી હતી

  • Share this:
મયુર માકડિયા : અયોધ્યામાં રામ મંદિર નિર્માણના સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે જ ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની 29 વર્ષે જૂની બાધા પૂર્ણ થઈ છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વર્ષે 1990માં અયોધ્યામાં રામ મંદિર બને તે માટે મીઠાઈ ન ખાવાની બાધા લીધી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તે બાધા હવે પૂર્ણ થઈ છે. ભુપેન્દ્રસિંહે તેમના 92 વર્ષના માતા કમળાબાના હસ્તે 29 વર્ષ બાદ મીઠાઈ ખાઈને આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે તેમના દીકરાની દીકરી ચિરંજીવી યશોધરાએ પણ મીઠાઇ ખવડાવી હતી.

16મી સદીથી અયોધ્યામાં રામ મંદિર નો વિવાદ હવે પૂર્ણ થયો છે. દેશની સર્વોચ્ચ અદાલતે દ્વારા જજમેન્ટની સાથે અયોધ્યામાં રામ મંદિર બને તે માટે પોતાનો નિર્ણય આપી દીધો છે.ત્યારે ગુજરાત ના સિનિય કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાની 29 વર્ષે જૂની બાધા એ હવે ફળી છે.વર્ષે 1990 માં રથ યાત્રા સમયે ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ અયોધ્યામાં રામ મંદિર બને તે માટે બાધા રાખેલ હતી. જે અંતર્ગત છેલ્લા 29 વર્ષે થી ભુપેન્દ્ર સિંહ કોઈ પણ જાતની મીઠાઈ ખાતા નથી.

દીકરાની દીકરી ચિરંજીવી યશોધરાએ પણ મીઠાઇ ખવડાવી હતી


આ પણ વાંચો - Ayodhya Verdict: 10 પોઇન્ટમાં સમજો સુપ્રીમ કોર્ટનો આખો નિર્ણય

સ્વર્ણિમ સંકુલ એક માં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની એક માત્ર ઓફીસ એવી છે કે જ્યાં તેમને મળવા આવનાર તમામ મુલાકાતીઓનું મીઠું મોઢું બારે માસ કરવામાં આવે છે. પરંતુ મીઠું મોઢું કરાવનાર ભુપેન્દ્રસિંહ જ રામ મંદિર માટે છેલ્લા 29 વર્ષેથી પોતાનું મોઢું મીઠું કર્યું નથી.

આ મામલે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે જ્યારે સોમનાથ થી અયોધ્યા સુધી 25 સપ્ટેમ્બર 1990 માં રથયાત્રા નીકળવામાં આવી હતી. ત્યારે તે યાત્રામાં હું પણ સામેલ થયો હતો. મેં ભગવાન ની બાધા રાખી હતી કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું મીઠાઈ ખાઈશ નહીં .આજે 29 વર્ષે બાદ મારી બાધા પૂર્ણ થઈ છે.
First published: November 10, 2019
વધુ વાંચો
अगली ख़बर