આઈએસઆઈનો એજન્ટ કોન્ટ્રાક્ટર બની આર્મીની માહિતી કેવી રીતે મેળવતો જાણો

અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્રારા ધરપકડ કરવામાં આવેલ આઈએસઆઈ એજન્ટ કેસમાં અનેક ખુલાસા સામે આવ્યા છે.બન્ને આઈએસઆઈ એજન્ટો વિસ્તારમાં પોતાની ઓળખ કોન્ટ્રાક્ટર તરીકે આપી લોકોને છેતરી રહ્યા હતા.બન્ને એજન્ટો આર્મીમાં કોન્ટ્રાકટનુ કામ લેવાનુ કહી મજુરોનુ વિશ્ર્વાસ મેળવતા હોવાની માહિતી પણ સામે આવી છે.

 • Pradesh18
 • Last Updated:October 20, 2016, 14:51 pm
 • Share this:

  અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્રારા ધરપકડ કરવામાં આવેલ આઈએસઆઈ એજન્ટ કેસમાં અનેક ખુલાસા સામે આવ્યા છે.બન્ને આઈએસઆઈ એજન્ટો વિસ્તારમાં પોતાની ઓળખ કોન્ટ્રાક્ટર તરીકે આપી લોકોને છેતરી રહ્યા હતા.બન્ને એજન્ટો આર્મીમાં કોન્ટ્રાકટનુ કામ લેવાનુ કહી મજુરોનુ વિશ્ર્વાસ મેળવતા હોવાની માહિતી પણ સામે આવી છે.

  ગુજરાત એટીએસ દ્રારા થોડાક દિવસો પહેલા કચ્છમાંથી બે આઈએસઆઈ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.એટીએસ સહિત દેશની મહત્વની અનેક એજન્સીઓ દ્રારા તેમની પુછપરછ કરવામાં આવી રહી છે ત્યારે તેમની પુછપરછમાં બહાર આવ્યુ છે કે કચ્છની આસપાસ 10થી વધુ મજુરોના નામ એટીએસ પાસે આવ્યા છે. જે લોકો પાસેથી એજન્ટો માહિતી લેતા હતા.પોલીસ સુત્રોનુ કહેવુ છે કે સુમરા પોતાની ઓળખ કોન્ટ્રાક્ટર તરીકે આપી હતી અને મજુરોને કહેતો હતો કે આર્મી અને બીએસએફમાં કોન્ટ્રાક્ટ મળવાનુ છે જેથી તમે લોકો અંદરની માહિતી આપો.
  એટીએસની એક ટીમ ભુજમાં બન્ને એજન્ટોની પુઠપરછ કરી રહી છે અને જેટલા પણ મજુરોના નામ એજન્ટો આપી રહ્યા છે તે તમામ લોકોના નિવેદન લેવાની કાર્યવાહી કરી રહી છે.એટીએસના અત્યંત વિશ્ર્વસનીય સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બન્નેની પુછપરછમાં અન્ય એજન્ટોના નામ પણ સામે આવી શકે છે.ત્યારે સુમરા પણ પાકિસ્તાન જઈ આવ્યો હોવાની કબુલાત કરી ચુક્યો છે.એટીએસની પુછપરછમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે મજુરો પાસે સીમકાર્ડના હોય તો તેની વ્યવસ્થા પણ કરી આપવામાં આવતી હતી અને જે અલાના ખોટા દસ્તાવેજો ઉભો કરી તમામ લોકોને સીમ કાર્ડ ખરીદી આપતો હતો.

  First published:October 20, 2016, 14:51 pm

  टॉप स्टोरीज