સલામ અલ્પેશભાઈ!: તેજસ્વી દીકરીને કરી સહયોગની જાહેરાત

News18 Gujarati
Updated: May 31, 2018, 2:30 PM IST
સલામ અલ્પેશભાઈ!: તેજસ્વી દીકરીને કરી સહયોગની જાહેરાત

  • Share this:
અમદાવાદની ગરીબ પરિવારમાંથી આવતી એક દીકરીએ પરિવારની આર્થિક સ્થિતિ  સારી ન હોવા છતાં ધોરણ-12ની પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થઈ છે.  ભૂમિકા ઠાકોર નામની આ દીકરીના પિતા પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે તેમજ માતા સફાઇનું કામ કરે છે.  gujarati.news18.com  આ અંગે અહેવાલ પ્રગટ કરતા તુંરત જ ઠાકોર સેનાના પ્રમુખ તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપતા આ  દીકરીને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી. આવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની આર્થિક  મદદ માટે જે તે સમાજના લોકો આગળ આવે તે આવકાર્ય છે. gujarati.news18.com અલ્પેશ ઠાકોરના આ પગલાંને બિરદાવે છે.

અલ્પેશ ઠાકોરે  ભૂમિકાને આર્થિક મદદની આપી ખાતરી

gujarati.news18.comના અહેવાલ બાદ અલ્પેશ ઠાકોરે આ અંગે ટ્વિટ કરીને ભૂમિકા ઠાકોરને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે આ વાત તેમના ધ્યાન પર મૂકવા બદલ gujarati.news18.comનો આભાર માન્યો હતો.

 આ રહ્યો gujarati.news18.comનો અહેવાલ:

અલ્પેશ ભાઈ અને જિગ્નેશભાઈ, આ દીકરીઓને સન્માનો- મદદ કરો, બાકી બધું ગૌણ છે!

મૂછો કપાઈ જશે, ઢોલ નહિ ધબૂકે કે સિંહ નહિ લખાઈ તો નાહકની ચિંતા કરવા જેવું નથી. પરંતુ અલ્પેશભાઈ ઠાકોર આ દીકરીના હીરને પારખો. ભુમિકાબેન ઠાકોર પાસે ભણવાના પૈસા નહોતા છતાં મા-બાપની મજૂરી અને મહેનતના પૈસાને તેણે પાણીદાર બનાવ્યા. આ દીકરીએ ધોરણ-12 કોમર્સમાં 89% માર્ક્સ મેળવીને અમદાવાદના ટોપર્સમાં સ્થાન મેળવ્યું છે.

અલ્પેશભાઈ અને જીગ્નેશભાઈ તમે શિક્ષિત છો. શિક્ષણ એક માત્ર કોઈ પણ સમાજની જાગૃતિ કે પ્રગતિનું માધ્યમ બની શકે છે. ગુજરાતના ઘણા એવા ગરીબ, પીડિત અને શોષિત સમાજોના બાળકો છે જેમના બાળકો અભ્યાસમાં ખરેખર ઉત્તમ અને તેજસ્વી છે. આ સમાજના બાળકો પૈસા અને ગરીબીના અભાવે નાની ઉંમરમાં તેમના પરિવારને આર્થિક સહયોગ કરવા ખેત-મજૂરી, ખેતી, હીરા ઘસવા, નાના-મોટા માલવાહક વાહનોની હેરાફેરી તથા અન્ય કેટલાક વ્યવસાયાઓમાં જોતરાય જઈ અનિચ્છાએ તેમની તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીને તિલાંજલિ આપે છે. આખરે આ મહેનતના કામમાં વ્યસન તેમનો સધિયારો બને છે.

અત્યંત ખુશીની વાત એ છે કે, અમદાવાદના એક ગરીબ પરિવારમાંથી આવતી ભૂમિકા ઠાકોરે ટોપર્સમાં સ્થાન મેળવ્યું છે. ભૂમિકાના પિતા સોમાભાઈ ઠાકોર એક ખાનગી કંપનીમાં પટ્ટાવાળા તરીકે અને માતા નિશાબેન સફાઇ કરે છે. આ પરિવાર પાસે દીકરીને ભણાવવા માટે પૈસા ન હોઈ, પરિચિતો-મિત્રો અને ઓળખીતાઓની મદદથી તેમણે દીકરીને ભણાવી હતી.

ભૂમિકા જેવી જ બીજી દીકરી હેતલ મકવાણા છે. જેણે 91% મેળવ્યા છે. હેતલના પિતાજી પણ એમ્બ્રોઇડરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હેતલને ભવિષ્યમાં IPS અધિકારી બનવાની ઈચ્છા છે.

આવી જ એક બીજી ગોંડલની વિદ્યાર્થિની શ્રેયા સ્નેહલભાઈ દાવડાએ ધોરણ-12માં 99.99 PR મેળવ્યા છે. શ્રેયાને હવે સીએન બનવું છે. શ્રેયાનો ત્રણ બહેનોનો પરિવાર છે અને તેમના પિતા કોલેજ ચોક પાસે રેડિયમ કટિંગનો ધંધો કરે છે.

ભૂમિકા અભ્યાસમાં ગંભીર અને તેજસ્વી હતી જ. કારણ તેણે આગાઉ ધોરણ-10માં પણ લગભગ 94 ટકા માર્ક્સ મેળવ્યા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારની સીટીએમની જીવનદીપ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરીને ટોપર્સમાં સ્થાન મેળવનારી ભૂમિકા ઠાકોર ભવિષ્યમાં નર્સિંગમાં વધુ અભ્યાસ કરીને સામાન્ય લોકોની સેવા કરવા માંગે છે.

અલ્પેશભાઈ, ગુજરાતભરમાં ચાલી રહેલી ક્ષુલ્લક બાબતો ઉપર ધ્યાન આપવાને બદલે (હા, રાજકારણ માટે તમારે કેટલુંક કરવું પડે, કરો. કિન્તુ કરવા જેવા કામ ઘણા છે !) સમાજના ઘણા પીડિત અને વંચિત પરિવારોનો સધિયારો તમે લોકપ્રતિનિધિ તરીકે બનશો તો કોઈ સરકારની સાડીબાર કરવાની પ્રજાએ જરૂર નહિ રહે.

 
First published: May 31, 2018, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading