CM રૂપાણી સાથે BJP સાંસદ વિનોદ ચાવડા, સંગઠન મહામંત્રી દલસાણિયા પણ થયા Corona સંક્રમિત

CM રૂપાણી સાથે BJP સાંસદ વિનોદ ચાવડા, સંગઠન મહામંત્રી દલસાણિયા પણ થયા Corona સંક્રમિત
ભીખુ ભાઈ દલસાણિયા અને વિનોદ ચાવડાની ફાઇલ તસવીર

ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં આ તમામ મહાનુભાવો સાથે ઉપસ્થિત હોવાની માહિતી સામે આવી. છેલ્લા એક સપ્તાહમાં સીએમને મળેલા તમામ લોકોનો કોરોના ટેસ્ટ થશે

  • Share this:
    અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોના વાયરસનો (CM Rupani Corona Positive) ચેપ લાગ્યો છે. જોકે, તેમના કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ આવતાની સાથે જ રાજ્યના ભાજપના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા (Bhikhu dalsaniya) અને ભાજપના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા (Vinod chavda) પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામ મહાનુભાવો ભાજપની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજર હતા.

    ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે વડોદરા શહેરના મહેસાણાનગર ખાતે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણી ઢળી પડ્યા હતા. સીએમ રૂપાણીને ત્યાંથી સીધા અમદાવાદની યુએન મહેતા હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીને લો બીપી હોવાનું જાણવા મળ્યું હતું અને તેમને ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીનો બપોરે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, આ સાથે જ અહેવાલો સામે આવ્યા કે ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી દલસાણિયા અને મહામંત્રી અને સાંસદ ચાવડા પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે.



    આ પણ વાંચો : મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ, હાલ યુ.એન. મહેતા હૉસ્પિટલમાં સારવાર હેઠળ

    ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે વડોદરા શહેરના મહેસાણાનગર ખાતે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણી ઢળી પડ્યા હતા. સીએમ રૂપાણીને ત્યાંથી સીધા અમદાવાદની યુએન મહેતા હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીને લો બીપી હોવાનું જાણવા મળ્યું હતું અને તેમને ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીનો બપોરે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, આ સાથે જ અહેવાલો સામે આવ્યા કે ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી દલસાણિયા અને મહામંત્રી અને સાંસદ ચાવડા પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

    આ પણ વાંચો :  સીએમ રૂપાણીની મદદ ન ભૂલ્યો આ નાનો ભૂલકો, હૉસ્પિટલ પહોંચી ગયો ખબર પૂછવા

    રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકારે રાત્રિ કર્ફ્યૂ લાદ્યો હતો. જોકે, વેક્સિનેશન શરૂ થયું ત્યારથી સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાના નિયમો ખુદ નેતાઓ જ નેવે મૂકી રહ્યા હતા. જંગી સભાઓ અને મસમોટી ભીડ એકઠી થઈ રહી હતી જાણે કે કોરોના મહામારીને ડબલ્યુએચઓ દ્વારા સમાપ્ત જાહેર કરી દેવામાં આવી હોય. આ મોટી મોટી ભીડના કારણે રાજ્યમાં ફરી કોરોના ફેલાઈ જાય તો પણ નવાઈ નહીં તેવું લાગી રહ્યું છે.

    દરમિયાનમાં આ મહાનુભાવોની સાથે ઉપસ્થિત અન્ય લોકોને પણ ક્વૉરન્ટાઇન કરવાની તજવીજ હાથધરાશે કે નહીં તે મોટો પ્રશ્ન છે ત્યારે ચૂંટણી ટાણે જ ભાજપના દિગ્ગજ નેતાઓને કોરોના વાયરસનો ચેપ લાગતા હવે અનેક સવાલો સર્જાઈ રહ્યા છે. સરકારે રાખેલી ઢીલના કારણે નાગરિકો પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરતા નજરે પડ્યા નથી.
    Published by:Jay Mishra
    First published:February 15, 2021, 13:28 pm

    ટૉપ ન્યૂઝ