Home /News /madhya-gujarat /

ફરિયાદીએ કહ્યું 'ઢબુડી મા' એ પોલીસને આપેલા નિવેદનો તદ્દન ખોટા, ઊલટતપાસની માંગ

ફરિયાદીએ કહ્યું 'ઢબુડી મા' એ પોલીસને આપેલા નિવેદનો તદ્દન ખોટા, ઊલટતપાસની માંગ

ધનજી ઓડ

આ મામલામાં આજે ભીખાભાઇ સહિતનાં 3 સાક્ષીનાં નિવેદન લેવાયા છે. જેમાં ભીખાભાઇનો દાવો છે કે ધનજી ઓડ (Dhanji Aud) વર્ષ 2017થી નહીં પરંતુ 2014થી ગાદી ભરે છે.

    નવીન ઝા, અમદાવાદ : ગાંધીનગર નજીક પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના અનુસંધાને ગત બુધવારે રાતે 11.45 કલાકે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ હાજર થયો હતો. જોકે તેને નિવેદનો નોંધીને પોલીસે જવા દીધો હતો. જેમાં તેણે પોતાના નિવેદનો આપ્યાં હતાં. જેમાં તેણે કહ્યું હતું કે, 'મેં વર્ષ 2017થી ગાદી ભરવાની ચાલુ કરી હતી. પોલીસ મને જ્યારે બોલાવશે ત્યારે હું આવીને તપાસમાં સહકાર આપીશ.' જે બાદ આ મામલામાં આજે ભીખાભાઇ સહિતનાં 3 સાક્ષીનાં નિવેદન લેવાયા છે. જેમાં ભીખાભાઇનો દાવો છે કે ધનજી ઓડ વર્ષ 2017થી નહીં પરંતુ 2014થી ગાદી ભરે છે.

    ભીખાભાઇ સહિત 3 જણનાં નિવેદનો પેથાપુર પોલીસે નોંધ્યાં છે. જેમાં ભીખાભાઇ અને ધનજી ઓડનાં નિવેદનો વિરોધાભાસ છે. ભીખાભાઇએ પોતાનું નિવેદન આપતા કહ્યું કે, ધનજી ઓડ 2014થી ગાદી ભરે છે. ધનજીએ 2014માં એક પત્રિકા બહાર પાડી હતી. જેમાં તેણે લખ્યું છે કે તે કેન્સર સહિતની બીમારીઓ દવા વગર મટાડી શકે છે. હવે આ નિવેદનો પર વાત કરવા માટે પોલીસ ધનજી ઓડને બોલાવશે.

    આ પણ વાંચો : 'મને સપનામાં ઢબુડી જેવી ઢીંગલી આવી હતી,' પોલીસ પૂછપરછમાં ધનજીએ કર્યા અનેક ઘટસ્ફોટ

    નવી પત્રિકામાં પણ કેન્સર સહિતની બીમારીઓ મટાડવાની વાત

    હાલ ધનજી ઓડે તેની ગાદી કરવા માટે એક પત્રિકા છપાવી છે. જમાં તેણે સ્પષ્ટ લખ્યું છે કે તે કેન્સર સહિતનાં ગમે તેવા રોગ મટાડી શકે છે, કિડની સારી કરી શકે છે. આમાં તેણે પોતાની યુટ્યૂબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વીડિયો લાઇક અને શેર કરવાનું પણ કહ્યું છે.

    નવી પત્રિકા


    આજે ધનજીને ખાલી કરવું પડશે ભાડાનું ઘર

    અમદાવાદમાં ધનજી ભાડાનાં મકાનમાં રહે છે. ધનજીના ભાડાના મકાન ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. મકાન માલિકે ધનજીને નોટીસ ફટકારી હતી અને 10-15 દિવસમાં મકાન ખાલી કરવા જણાવ્યું હતું. આજે ધનજીને ભાડાનું મકાન ખાલી કરવાનો છેલ્લો દિવસ છે. મકાન માલિક સુશીલ કુમાર યાદવ દ્વારા લીગલ નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ધનજીની પત્ની પવનબેન દ્વારા ભાડા કરારના નિયમનો ભંગ કરવામાં આવ્યો છે. અને જેનાથી મકાન મલિકને તકલીફ પડી રહી છે. હેરાન થવાનો વારો આવ્યો છે.

    આ પણ વાંચો : 'ઢબુડી મા'નાં કાળા કરતૂતોનું કૌભાંડ રૂ. 300 કરોડથી વધારે : વિજ્ઞાન જાથા

    શું હતી ધનજી સામે ફરિયાદ

    મહત્વનું છે કે બોટાદનાં ગઢડા શહેરમાં રહેતા ભીખાભાઇ માણિયાનાં 22 વર્ષીય દીકરાને કેન્સર થયું હતું. ભીખાભાઈ માણિયાએ પોતાના દીકરાને બચાવવા માટે દવા અને દુવા બંનેના રસ્તા અપનાવ્યા હતા. આ પરિસ્થિતિમાં કોઈએ તેમને ઢબુડી માતાનો સંપર્ક કરવા કહ્યું હતું. ઢબુડી માતા કેન્સરની તથા અન્ય બીમારી દૂર કરવાનો તથા નોકરી, લગ્નના પ્રશ્નો ઉકેલવાનો દાવો કરે છે. જેથી તેઓ ત્યાં ગયા હતાં. ઢબુડી માએ તેમના પુત્રની દવાઓ બંધ કરાવી દીધી હતી. જે બાદ તેનું મૃત્યું નીપજ્યું હતું. ઢબુડી માનો કિસ્સો પ્રકાશમાં આવ્યાં બાદ તેમણે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કોઇપણ ઢબુડી માનાં ધતિંગમાં ન ફસાસો. કોઇપણ બીમારીમાં પહેલા ડોક્ટર જે કહે તે જ કરજો. મારા જેવી ભૂલ કોઇ ન કરતાં.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dhabudi ma, Dhabudi Maa, Dhanji Aud, ગાંધીનગર`, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन