નવી દિલ્હી #નાણામંત્રી અરૂણ જેટલીએ બુધવારે સંસદમાં રજુ કરેલું બજેટ આરએસએસના સંગઠન ભારતીય મજદુર સંઘને ગમ્યું નથી, આ સંગઠને બજેટને મજદુર અને ગરીબ વિરોધી ગણાવ્યું છે.
મજદુરો વચ્ચે કામ કરનાર ભારતીય મજદુર સંઘ (બીએમએસ)એ બજેટના વિરોધમાં ગુરૂવારે દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યો. જેમાં સંઘના ઘણા કાર્યકરો જોડાયા હતા.
ભારતીય મજદુર સંઘના ઉત્તર ક્ષેત્રના સંગઠન મંત્રી પવન કુમારે જણાવ્યું કે, કેન્દ્ર સરકારનું આ બજેટ મજદુર અને ગરીબ વિરોધી છે. અમારી માંગ છે કે હાલના આ બજેટને તુરંત પરત લેવામાં આવે અને એમાં ફેરફાર કરવામાં આવે. જો એમ કરવામાં નહીં આવે તો અમે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરીશું.
પવન કુમારે કહ્યું કે, નાણામંત્રીએ બજેટ રજુ કરતાં કહ્યું હતું કે, સરકારને ફાયદો થશે તો આ ફાયદાનો ભાગ મજદુરોનો આપવામાં આવે.