Coronavirus: ભરતસિંહને કોરોના થતા હાહાકાર, મુખ્યચૂંટણી અધિકારી સહિત ડઝનેક લોકો ક્વૉરન્ટાઇન

News18 Gujarati
Updated: June 23, 2020, 6:01 PM IST
Coronavirus: ભરતસિંહને કોરોના થતા હાહાકાર, મુખ્યચૂંટણી અધિકારી સહિત  ડઝનેક લોકો ક્વૉરન્ટાઇન
પ્રતિકાત્મક તસવીર

ચૂંટણીપંચના અધિકારીઓ, ધારસભ્ય, સાંસદ, પ્રદેશના નેતાઓ ક્વોરન્ટાઇન, પ્રદેશ નેતા મૌલિન વૈષ્ણવમાં પણ લક્ષણો જણાયા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં તાજેતરમાજં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી (Rjyasabha election) બાદ કૉંગ્રેસના ઉમેદવાર (congress Candidate) ભરતસિંહ સોલંકી (Bharatsinh solanki)ને કોરોના વાયરસ (coronavirus) થયા હડકંપ મચ્યો છે. ભરતસિંહ સાથે એ દિવસે મતદાનમાં હાજર સનદી અધિકારી અને નેતાઓમાં ચિંતા વ્યાપી છે. જોકે, ગાઇડલાઇન પ્રમાણે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોએ ક્વૉરન્ટીન થવું અનિવાર્ય છે ત્યારે લગભગ એકાદ ડઝન જેટલા અધિકારી-નેતાઓ અને હોદ્દાદારોના સમૂહને ક્વોરન્ટીનમાં જવાની ફરજ પડી હતી. સમાચાર આવતાની સાથે જ સૌથી પહેલાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ક્વૉરન્ટીન થયા હતા ત્યારબાદ હવે મુખ્યમચૂંટણી અધિકારી સહિતના ઉપસ્થિતો ક્વોરન્ટાઇન થયા હાવોના અહેવાલ છે.

પ્રદેશ નેતા મૌલિન વૈષ્ણવને લક્ષણો જણાતા ક્વૉરન્ટાઇન

પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ મૌલિન વૈષ્ણવ ચૂંટણી સમયે સાથે હતા. દરમિયાન તેમને કોરોનાના લક્ષણો જણાતા તેઓ વડોદરાની બેન્કર્સ હૉસ્પિટલમાં ક્વૉરન્ટાઇન થયા છે. તેઓ ભરતસિંહને દાખલ કરાયા છે તેની બાજુના રૂમમાં જ ક્વૉરન્ટાઇન થયા છે. આ દરમિયાન પ્રદેશના નેતા ગૌરવ પંડ્યા પણ ક્વૉરન્ટાઇન થયા હોવાના અહેવાલો છે.


મુખ્યચૂંટણી અધિકારી મુરલી પણ ક્વૉરન્ટાઇન થયા

આ ઘટના બાદ રાજ્યના મુખ્યચૂંટણી અધિકારી એસ મુરલી પણ ક્વૉરન્ટાઇન થયા છએ. તેમની સાથે કેન્દ્રીય નિરીક્ષક રાઘવ ચન્દ્રા, આરઓ ચેતન પંડ્યા હોમ ક્વૉરન્ટાઇન થયા છે. સાંસદ શક્તિસિંહ ગોહિલ અગાઉથી જ ક્વૉરન્ટાઇન થયા હતા.આ પણ વાંચો :  Gujarat rain : હવામાન વિભાગની રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં કાલે ભારે વરસાદ

બાપુનગરના ધારાસભ્ય થયા ક્વોરન્ટાઇન

બાપુનગરના ધારાસભ્ય હિમ્મતસિંહ પટેલ પણ હોમ ક્વૉરન્ટાઇન થયા છે. ચૂંટણીમાં જે લોકોએ ભરતસિંહની નજીક જઈને કામ કર્યુ હતું તેમને સીધી રીતે જોખમ છે. દરમિયાન કૉંગ્રેસના અન્ય નેતાઓ અને ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયેલા અન્ય અધિકારીઓ પણ ક્વૉરન્ટાઇન થાય તેવી વકી છે.

આ પણ વાંચો : સુરત : કોરોનાના કપરાકાળમાં ભગવાનની પાંચેય રથયાત્રા મંદિરમાં જ ફરી, 591 વર્ષમાં પહેલી દુર્લભ ઘટના

 
First published: June 23, 2020, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading