અમદાવાદઃ ભાડજ હરે કૃષ્ણ મંદિર ત્રણ દિવસ માટે બંધ, કૃષ્ણ મંદિરોમાં આવી રીતે થશે ઉજવણી

અમદાવાદઃ ભાડજ હરે કૃષ્ણ મંદિર ત્રણ દિવસ માટે બંધ, કૃષ્ણ મંદિરોમાં આવી રીતે થશે ઉજવણી
ફાઈલ તસવીર

જગત પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર સહિત નાના મોટા તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તો વગર કૃષ્ણ જન્મ મહોત્સવનું આયોજન કરાયું છે. ભક્તો ઓનલાઇનના માધ્યમથી દર્શન કરે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

  • Share this:
અમદાવાદઃ કોવિડ - 19 મહામારીના (covid-19 pandemic) પગલે ભગવાન જગદીશ્વર શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ (Krishna birth festival) ફિક્કો રહેશે. જગત પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર (Dwarkadhish Temple) સહિત નાના મોટા તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તો વગર કૃષ્ણ જન્મ મહોત્સવનું આયોજન કરાયું છે. ભક્તો ઓનલાઇનના (Online) માધ્યમથી દર્શન કરે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

જન્માષ્ઠમીના તહેવાર પર કોવિડ - 19 મહામારીએ જાણે ગ્રહણ લગાડ્યું હોય તેમ લાગી રહ્યું છે. જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજાએ જણાવ્યુ હતુ કે કોરોના વાયરસ સંક્રમણ ન વધે તે માટે સરકાર દ્વારા ધાર્મિક મેળાવડા અને જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવામા આવ્યો છે.ત્યારે અમદાવાદ શહેરના જમાલપુર ભગવાન જગન્નાથ મંદિર આ વખતે જન્મ મહોત્સવ થશે. પરંતુ ભક્તોની ગેરહાજરીમાં. બુધવારે જન્માષ્ઠમી રાત્રે મંદિર પરિસર ભક્તો માટે બંધ કરાયું છે . ભક્તો સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન લાભ લેશે.

ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરના સંચાલક રાયારામદાસજી જણાવ્યું હતું કે મંદિર દ્વારા ૧૧ તારીખ થી મંદિર ત્રણ દિવસ ભક્તો માટે બંધ રહેશે . પરંતુ મંદિરમાં ભગવાન કૃષ્ણનાં જન્મ મહોત્સવની તમામ વિધીઓ કરવામાં આવશે. સવારથી લઇ સાંજ સુધી અનેક વિધીઓ જશે.

આ પણ વાંચોઃ-કોરોના લોકડાઉનમાં છૂટી ગયો અભ્યાસ, પરિવારનું પેટ ભરવા માટે ધો.12નો વિદ્યાર્થી ખોદે છે કૂવા

ભગવાનનો શુગાર અને મહાઆરતી યોજાશે. ભગવાનના વાધા સ્પેશિયલ તૈયાર કરાયા છે . પરંતુ આ તમામ વિધી ભક્તો મંદિરમાં નહી પરંતુ ઘર બેઠા સોશિયલ મિડીયાના માધ્યમ જોઇએ શકશે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ 19 વર્ષનો નામચીન 'ઈમલા' ઝડપાયો, અમદાવાદમાં 15 દિવસમાં ચોરી-લૂંટના 17 ગુનાઓ આચર્યા

આ પણ વાંચોઃ-જેઠે ખેલ્યો ખૂની ખેલ! દેહ વ્યાપાર કરવા માટે ઈન્કાર કર્યો તો પત્ની સામે ભાભીની કરી હત્યા

અમદાવાદ શહેરના કૃષ્ણ મંદિરોમાં પણ ભગવાન કૃષ્ણનો જન્મ મહોત્સવ એટલે જન્માષ્ઠમીની ઉજવણીઓ રદ કરાઇ છે . અથવા પછી માત્ર મંદિર પુરતા કાર્યક્રમો રખાયા છે . ભક્તોને ઓનલાઇનના માધ્યમથી દર્શનની વ્યવસ્થા કરાઇ છે.

કોરોના મહામારીના પગલે સરકારની ગાઇડલાનનુ પાલન તમામ મંદિરોએ કરવાનું છે . ત્યારે ભક્તો પહેલી વાર કાન્હાના દર્શન પોતાની નજરે નહી કરી શકે . તેઓ સોશિયલ મિડીયાનો સહારો લેવો પડશે.
Published by:ankit patel
First published:August 10, 2020, 20:31 pm