અમદાવાદ : ભાભી બની જાસૂસ અને નણંદના અન્ય પુરષ સાથેના સંબંધની ખોલી પોલ 


Updated: May 23, 2020, 7:50 AM IST
અમદાવાદ : ભાભી બની જાસૂસ અને નણંદના અન્ય પુરષ સાથેના સંબંધની ખોલી પોલ 
પ્રતિકાત્મક તસવીર

આ યુવતીની નણંદ સાથે જ તેના ભાઈના લગ્ન થતા તે નણંદ તો કહેવાતી સાથે સાથે ભાભી પણ કહેવાતી હતી

  • Share this:
અમદાવાદ: શહેરના પોષ વિસ્તાર એવા પાલડીમાં રહેતા હાઇપ્રોફાઇલ પરિવારનો વિચિત્ર કિસ્સો પોલીમથકે પહોંચ્યો છે. એક યુવતીએ તેના જ પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીની નણંદ સાથે જ તેના ભાઈના લગ્ન થતા તે નણંદ તો કહેવાતી સાથે સાથે ભાભી પણ કહેવાતી હતી. યુવતીના ભાઈ અને પત્ની વચ્ચે ઝગડા ચાલતા હતા અને આ યુવતીની નણંદ વારે વારે પિયર આવી ક્યાંક સજીધજીને જતી હતી. જેથી યુવતીએ વોચ ગોઠવી તેને કોઈ સાથે સબંધ હોવાનું જણાતા યુવતીના ભાઈ ભાભી વચ્ચેનો બનેલો બનાવ કોર્ટમાં પહોંચ્યો હતો. આખરે આ યુવતીએ પણ સસરિયાઓ સામે  ફરિયાદ નોંધાવતા મહિલા ક્રાઇમે પરિવારની આંતરીક બાબતની તપાસ હાથ ધરી છે.

પાલડીના વિશ્વકુંજ વિસ્તારમાં 39 વર્ષીય મહિલા રહે છે. વર્ષ 2007માં જ તેના લગ્ન થયા હતા અને હાલ તેને એક પુત્રી પણ છે. આ યુવતીના લગ્ન ન આગલા દિવસે જ તેના ભાઈના લગ્ન આ યુવતીની નણંદ સાથે નક્કી કર્યા હતા. લગ્ન બાદ યુવતીના ભાઈ અને પત્ની વચ્ચે ઝગડા ચાલ્યા કરતા હતા. થોડા સમય બાદ યુવતીની નણંદ પિયર જવાનું કહીને સાસરેથી નીકળી જતી હતી. પિયરમાં આવીને તે સજીધજીને પાછી બહાર નીકળી જતી અને બેથી ત્રણ કલાકે પરત આવી કપડા બદલી જુના કપડા પહેરીને સાસરે જતી રહેતી હતી. જેથી આ યુવતીને દાળમાં કઈક કાળું હોવાની ગંધ આવતા તેણે ભાઈની પત્ની પર જ વોચ ગોઠવી દીધી હતી. યુવતીના ભાઈને માલુમ પડ્યું કે, તેની પત્નીનો કોઈ અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ છે. જેથી આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. બાદમાં યુવતીની નણંદે પણ તેના સસરિયાઓને હેરાન કરવા પતિ અને સાસુ સામે નવરંગપુરામાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 29 લોકોના મોત

આ યુવતીનો આક્ષેપ છે કે, તેની નણંદ જ્યારે જ્યારે પિયર આવતી ત્યારે યુવતીની સાસુ અને પતિને ચઢાવતી અને ઘરમાં ઝગડા કરાવતી હતી. યુવતીના ભાઈએ છૂટાછેડા માટે પીટીશન દાખલ કરાવતા તે આ હરકતો કરતી અને જેના કારણે યુવતીને વયની બીમારી પણ આવી ગઈ હતી. જેથી કંટાળીને આ યુવતીએ સાસુ, સસરા, પતિ અને નણંદ સામે મહિલા ક્રાઇમ સેલમાં આઇપીસી 498 એ, 323, 506(2), 114 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ જુઓ- 
First published: May 23, 2020, 7:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading