અમદાવાદ : સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને ખરીદી કરતા ચેતજો, ઠગાઈની નવી રીત - જાણવા જેવો કિસ્સો


Updated: June 27, 2020, 12:07 AM IST
અમદાવાદ : સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને ખરીદી કરતા ચેતજો, ઠગાઈની નવી રીત - જાણવા જેવો કિસ્સો
સોલા પોલીસ સ્ટેશન (ફાઈલ ફોટો)

'લોભિયા હોય ત્યાં ઉતારા ભૂખે ન મરે', એ કહેવત સાર્થક કરતો કિસ્સો અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં સામે આવ્યો છે

  • Share this:
અમદાવાદ: 'લોભિયા હોય ત્યાં ઉતારા ભૂખે ન મરે', એ કહેવત સાર્થક કરતો કિસ્સો અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં સામે આવ્યો છે. સોલાના રહીશને ફેસબુકમાં એડ જોઈને કાર ખરીદવી મોંઘી પડી છે એડ જોઈને કાર ખરીદવા ગયેલા વ્યક્તિએ 1.91 લાખ રૂપિયા ગુમાવતા ઠગબાજ ટોળકી સામે ગુનો દાખલ કરાવ્યો છે. સમગ્ર બાબતને લઈને સોલા પોલીસે પુરાવાના આધારે તપાસ હાથ ધરી છે.

ગોતા વંદેમાતરમ સીટીમાં રહેતા સુરેશભાઈ પટેલ ખાનગી કંપનીમાં રકનપુર ખાતે નોકરી કરે છે. તેઓ તાજેતરમાં તેમનું ફેસબુક એકાઉન્ટ જોતા હતા ત્યારે તેમને એક પોસ્ટ જોવા મળી હતી. જેમાં એક ગાડીનો ફોટો હતો અને એ વેચવાની હોવાનું તેમાં લખાણ લખવામાં આવ્યું હતું. જે પોસ્ટ આધારે તેમાં આપેલા નંબર પર તેઓએ સંપર્ક કર્યો હતો. ત્યારે ફોન ધારકે પોતાનું નામ દીપક કુમાર યાદવ આપ્યું હતું.

બાદમાં આ વ્યક્તિએ ગાડીના ફોટો અને ડોક્યુમેન્ટ સુરેશભાઈને whatsapp પર મોકલ્યા હતા અને ફોન પર વાત કરનાર વ્યક્તિ જેસલમેર ખાતે બીએસએફમાં ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. તેણે મૂકેલી પોસ્ટ માં જે ગાડી વેચવા મૂકી હતી તે ૧.૭૫ લાખ માં વેચવાની હોવાની વાત કરી હતી અને તે કાર તેની પાસે રાજસ્થાનમાં હોવાનું જણાવ્યું હતું.

બાદમાં સુરેશભાઈએ આ ડીલ નક્કી કરતા ફોન કરનાર વ્યક્તિએ આર્મી ટ્રાન્સપોર્ટમાં ગાડી મોકલશે તેઓ તેમ જણાવ્યું હતું. બાદમાં સુરેશભાઈ ઉપર વિકાસ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેમણે આ ગાડીની ડીલીવરીના કન્ફર્મેશન બાબતે વાતચીત કરી 15000 અને ત્યારબાદ પાલનપુર પહોંચી ગયો છે તેમ જણાવી જીપીએસ બંધ થઈ ગયું હોવાનું જણાવી વધુ રૂપિયા paytm કરાવ્યા હતા. પરંતુ અનેક દિવસો બાદ પણ સુરેશભાઈને કાર ન મળતા તેઓ સાથે ફ્રોડ થયું હોવાનું જણાતા તેઓ સાઇબર ક્રાઇમની કચેરીએ ગયા હતા. જ્યાં અરજી આપતા તેઓને ઈ-ટિકિટ જનરેટ કરી આપવામાં આવી હતી. બાદમાં તેના આધારે સોલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ તપાસમાં સુરેશભાઈના 1.91 લાખ રૂપિયા ઠગ ટોળકીએ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.
First published: June 27, 2020, 12:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading