સમાચારપત્રોમાં આવતી જાહેરાતોથી સાવધાન! નહીં તો થશે અમદાવાદના યુવક જેવા હાલ


Updated: January 25, 2020, 11:30 PM IST
સમાચારપત્રોમાં આવતી જાહેરાતોથી સાવધાન! નહીં તો થશે અમદાવાદના યુવક જેવા હાલ
પ્રતિકાત્મક તસવીર

એક ખાનગી અખબારમાં આવેલ ટચુકડી જાહેરાત કે જેમાં ટેલીકોમ ફોર જી કંપનીમાં SMS કરી ઘરે બેઠા રુપિયા પંદર હજારથી વધુ કમાવોની જાહેરાત આવી હતી.

  • Share this:
અમદાવાદ: હાલના સમયમાં દરેક વ્યક્તિ પૈસા કેવી રીતે કમાવવા તે માટેના અનેક કિમીયા અજમાવતો હોય છે. અને તેનો ફાયદો કેટલાક ગઠીયાઓ ઉઠાવતા હોય છે. અમદાવાદના (Ahmedabad) ક્રિશ્નનગર વિસ્તારમા રહેતો એક નોકરી વાંચ્છુક યુવક આવી જ જાળમાં ફસાયો હતો.

એક ખાનગી અખબારમાં આવેલ ટચુકડી જાહેરાત કે જેમાં ટેલીકોમ ફોર જી કંપનીમાં SMS કરી ઘરે બેઠા રુપિયા પંદર હજારથી વધુ કમાવોની જાહેરાત આવી હતી આ જાહેરાત વાંચી યુવકે અખબારમાં આપેલ મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો.

આ પણ વાંચોઃ-છત્તીસગઢમાં જંગલી હાથીનો દંપતી ઉપર હુમલો, પતિનું મોત, પત્નીનો આબાદ બચાવ

ફોનમાંથી સામે વાળા વ્યકિત જોડે વાત થયા તે પ્રમાણે ડેટા એન્ટ્રીની જોબ માટે જણાવ્યુ અને જોબ માટેના જરુરી ડોક્યુમેન્ટ્સ વોટ્સઅપ મારફતે મોકલાવ્યા અને ત્યાર બાદ મેન્ટેનન્સ ચાર્જ પેટે 2050 રુપિયા મંગાવ્યા તે રુપિયા ગુગલ પે મારફતે યુવકએ મોકલી આપ્યા. ત્યાર બાદ ફરીથી જણાવ્યુ કે ડેટા એન્ટ્રી માટે વપરાતા લેપટોપ માટે 9600 રુપિયા આપવા પડશે.

આ પણ વાંચોઃ-OMG!મોડી રાત્રે ઘરે પહોંચેલી યુવતીએ બનાવ્યું એવું બહાનું કે પોલીસ પણ ચોંકી ગઈ

અને તે પૈસા યુવકએ મોકલાવ્યા. ત્યાર બાદ ફરીથી અલગ અલગ કામ આપવાના બહાને કુલ 65,000 રુપિયાથી વધુ યુવકએ ભરી દીધા હતા પરંતુ તેમ છતા પણ કોઈ ડેટા એન્ટ્રીનુ કામ ન મળતા કે પૈસા પણ પાછા ન મળતા યુવકએ ક્રિશ્નનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે.આ પણ વાંચોઃ-Jio પ્લાન! માત્ર રૂ.129ના રિચાર્જ ઉપર મેળવો અનેક ફાયદા

પોલીસએ છેતરપિંડીનો ગુનો નોંધી પૈસા ભરવા માટે આપેલ મોબાઈલ નંબર તેમ જ બેંકના ખાતાના આધારે તપાસ શરુ કરી છે. પરંતુ લોકોને સમજવા જેવી વાતએ છે કે અનેક વાર આવા કિસ્સાઓ બનવા છતા અને મિડીયામાં આવવા છતા પણ આ પ્રકારની છેતરપિંડીની ઘટનાઓ રોકાતી નથી. અને આવા ગઠીયાઓ તેનો લાભ લઈ લેતા હોય છે.
First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading