ખબરદાર! હવે માસ્ક વગર ઘરની બહાર નીકળશો તો પોલીસ દંડ વસૂલશે, રાજ્ય સરકારે બદલ્યા નિયમો

ખબરદાર! હવે માસ્ક વગર ઘરની બહાર નીકળશો તો પોલીસ દંડ વસૂલશે, રાજ્ય સરકારે બદલ્યા નિયમો
પ્રતિકાત્મક તસવીર

હવે જાહેર માર્ગમાં કે શેરીના, સોસાયટીના નાકે પોલીસ રોકશે તો લાયસન્સ સાથે માસ્ક પણ ફરજિયાત પણ માંગી શકે છે.

  • Share this:
રાજ્યમાં (Gujarat)માં કોરોના (coronavirus) સંક્રમણ (Infection) ફેલાતું અટકાવવા નાગરિકો માટે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક (Mask) પહેરવું અને માસ્કનો ઉપયોગ  રાજ્ય સરકારે (Government of gujarat) ફરજિયાત બનાવેલો છે. માસ્ક ન પહેરનારા વ્યક્તિઓ પાસેથી કાયદાકીય રીતે નિયમાનુસાર દંડ વસૂલ કરવાની સત્તા હવેથી જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનર ને બદલે પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડા ને  તેમના તાબા હેઠળ ના વિસ્તારોમાં  સોંપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગે આ અંગેનું  વિધિવત જાહેરનામું  પણ જારી કર્યું છે.

કોરોના વાયરસ COVID-19ની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ-1987 જાહેરનામાથી રાજયમાં ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન-2020 લાગુ કરવામાં આવેલ છે. આ રોગના સંક્રમણને આગળ વધતો કે ટકાવવા સામાજીક અંતર અને મોઢ માસ્ક પહેરવું અનિવાર્ય બને છે.આ પણ વાંચો :  રાજ્યમાં Monsoonની ધમાકેદાર એન્ટ્રી, અમદાવાદમાં 2 ઇંચ સાંબેલાધાર વરસાદ

જાહેરનામું

માસ્ક ન પહેરવા થી વાતચીત દરમિયાન કે શ્વાસોશ્વાસ, છીંક,ઉધરસ ના સમયે વાયરસ વધુ માત્રામાં ફેલાય છે. કોવિડ-19ની મહામારીના સંક્રમણને રોકવા ઘરની બહાર નિકળતા અચૂક માસ્ક પહેરવાની સરકારશ્રીની સુચનાઓ અમલમાં છે અને માફ ન પહેરનાર વ્યક્તિ પાસેથી દંડવસૂલવાનો રહે છે.

આ દંડ વસૂલવાની કાર્યવાહી હાથ મ્યુનિસિપલ કમિશનર,કલેકટર,નગરપાલિકા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા વસુલવામાં આવે છે તેને બદલે હવેથી આ દંડવસૂલવાની કાર્યવાહી પોલીસ કમિશ્નરશ્રી અને જિલ્લા પોલીસ વડાએ તેમના હકૂમત હેઠળનાવિસ્તારમાં કરવાની રહેશે. ગુજરાતના રાજયપાલ હુકમથી અને તેમના નામે.

આ પણ વાંચો :  કોરોના વાયરસ : રાજ્યમાં નવા 517 કેસ નોંધાયા, 24 કલાકમાં 33 દર્દીના મોત
First published:June 14, 2020, 08:06 am