ભાજપના ઐતિહાસિક સંકલ્પ પત્રમાં લોકોના મનની વાત: જીતુ વાઘાણી

News18 Gujarati
Updated: April 8, 2019, 6:24 PM IST
ભાજપના ઐતિહાસિક સંકલ્પ પત્રમાં લોકોના મનની વાત: જીતુ વાઘાણી
ભાજપ પ્રમુખ વાઘાણીની ફાઇલ તસવીર

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ સંકલ્પ પત્રમાં તમામ વર્ગને ધ્યાનમાં રાખ્યા હોવાની વાત કહી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી લઇને સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ સંકલ્પ પત્રમાં તમામ વર્ગને ધ્યાનમાં રાખ્યા હોવાની વાત કહી છે. તેમણે કહ્યું છે કે, આ સંકલ્પ પત્ર માટે લોકોના મનની વાત અને તેમના સૂચનો માગવામાં આવ્યા હતા. સાથે જ તેમણે ભાજપના આ સંકલ્પ પત્રને ઐતિહાસિક સંકલ્પ પત્ર ગણાવ્યો હતો.

જીતુ વાઘાણીએ કહ્યું કે, 2019નો સંકલ્પ પત્ર કેવો હોવો જોઇએ એ માટે લોકોના મનની વાત, તેમના સૂચનો અને કઇ પ્રકારે સરકાર ચાલવી જોઇએ તે માટે માહિતી એકત્રિત કરવામાં આવી હતી. આ માટે દેશમાં 300 રથ, 7700 સૂચન પેટીઓ દ્વારા આ માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, ગુજરાતમાંથી પણ સંકલ્પ પત્ર માટે લોકોના મનની વાત જાણવામાં આવી હતી. તે માટે ગુજરાતમાં 26 રથ અને સૂચન પેટીઓ મૂકવામાં આવી હતી. જીતુ વઘાણીએ આ સંકલ્પ પત્રને ઐતિહાસિક ગણાવતાં કહ્યું કે, અમારો સંકલ્પ પત્ર એકદમ સ્પષ્ટ છે. રાષ્ટ્રવાદ અમારી પ્રેરણા છે અને અમારા મંત્રનું પ્રતિબિંબ સંકલ્પ પત્રમાં દેખાય છે.

આ પણ વાંચો: કોંગ્રેસ Vs બીજેપી: ચૂંટણી ઢંઢેરામાં રોજગાર, ગરીબી અને હેલ્થ પર કોણે કર્યો શું વાયદો?

જીતુ વાઘાણીએ કહ્યું કે, આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને તથા માનવસૂચક આંકને ધ્યાનમાં રાખીને શું કરી શકાય તે પ્રમાણેનું સંકલ્પ પત્રનું ઘડતર કરવામાં આવ્યું છે. લોકતાંત્રિક મૂલ્યને પ્રોત્સાહિત કરવા ભાજપે આ સંકલ્પ પત્ર પ્રજા સમક્ષ મૂક્યો છે.

 
First published: April 8, 2019, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading