અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રોકડા રૂ. 1.34 કરોડ સાથે યુવક ઝડપાયો, કોને અને ક્યાં આપવાના હતા પૈસા?

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રોકડા રૂ. 1.34 કરોડ સાથે યુવક ઝડપાયો, કોને અને ક્યાં આપવાના હતા પૈસા?
રૂપિયાની પ્રતિકાત્મક તસવીર

પ્રાથમિક પૂછપરછમાં ભાવેશ વાણંદ નામનો શખ્સ આ રૂપિયા મુંબઈના મલાડમાં આપવા જતો હોવાનું સામે આવ્યું છે.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad) સહિત ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને (Gujarat local body polls) લઇને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે તેવામાં પોલીસને પણ ચૂંટણીલક્ષી તાલીમ આપી દેવામાં આવે છે. ત્યારે અમદાવાદની રામોલ પોલીસે (ramol police) બેનામી 1.34 કરોડની રોકડ રકમ સાથે એક ઇસમની ધરપકડ કરી છે.

ચૂંટણી અને આચાર સાહિતાને પગલે પોલીસ અલગ અલગ વિસ્તારમાં વાહનોની ચેકીંગ સહિતની કામગીરી હાલ કરી રહી છે તેવામાં રામોલ રીંગ રોડ ઉપર પોલીસે બાતમીના આધારે એક શખ્સને રોકી તેની પાસેથી બેનામી રોકડ 1.34 કરોડ કબ્જે કરી તેની પૂછપરછ કરતાં તેનું નામ ભાવેશ વાળંદ હોવાનું તેમજ તે મૂળ વડોદરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.પ્રાથમિક પૂછપરછમાં ભાવેશ વાણંદ નામનો શખ્સ આ રૂપિયા મુંબઈના મલાડમાં આપવા જતો હોવાનું સામે આવ્યું છે. રામોલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું કે તે અમદાવાદના નવરંગપુરામાં આવેલી પી.પ્રવિણકુમાર નામની આંગડિયા પેઢીમાં કર્મચારી તરીકે નોકરી કરે છે અને તે આ પેઢીના આંગણીયાની રકમ મુંબઇ પહોંચાડવા જતો હતો. આ મોટી રકમ હોવાથી રામોલ પોલીસે આ અંગે ચૂંટણી અધિકારી તેમજ ઈન્કમટેકસ વિભાગને પણ જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-

તમામ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.

રાજયની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે .મતદાન માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે. જો કોઈ બેઠક પર પુનઃ મતદાનની જરુર પડે તો 22 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરાશે. કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજય ચૂંટણી પંચ ટૂંક સમયમાં SOP જાહેર કરશે.
Published by:ankit patel
First published:February 11, 2021, 23:20 pm

ટૉપ ન્યૂઝ