અમદાવાદ : કુરિયરમાં ચેક મોકલતા પહેલાં ચેતજો, કંપનીને 1,770 રૂપિયાનો ચેક 4,61,770માં પડ્યો


Updated: October 2, 2020, 8:20 AM IST
અમદાવાદ : કુરિયરમાં ચેક મોકલતા પહેલાં ચેતજો, કંપનીને 1,770 રૂપિયાનો ચેક  4,61,770માં પડ્યો
ચેકની આગળ 46 ઉમેરીને ગઠિયાઓએ કંપનીની મોટી રકમ લૂંટી લીધી.

અમદાવાદના નવરંગપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ જાણવા જેવી છે, વેપારીઓ અને કંપનીઓ માટે મોટો સબક

  • Share this:
અમદાવાદ: શહેરના નવરંગપુરા પોલીસસ્ટેશનમાં (Navrangpura Police station) એક અજીબ ચિટિંગની (Cheating) ફરિયાદ નોંધાઈ છે. વટવા જીઆઇડીસીમાં આવેલી કમ્પનીએ સીએસને (Company secretary) આપવાનો ચેક કુરિયર કર્યો હતો. જોકે લોકડાઉન (Lockdown) દરમિયાન સીએસની ઓફિસ બંધ હોવાથી ચેક કુરિયર કર્યો હતો. જે પરત આવ્યો હતો. બાદમાં જાણ થઈ કે કંપનીએ મોકલેલા રૂ.1770 ના (cheque Fraud)) ચેકમાં કોઈએ આગળ 46 ઉમેરી 4,61,770 રૂપિયા અન્ય એકાઉન્ટમાં ચાંગોદર બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દીધા હતા. અગાઉ આ બાબતની લીધેલી અરજીમાં હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શેલામાં રહેતા 56 વર્ષીય પરેશભાઈ રાવલ વટવા જીઆઇડીસી માં કેમિકલ બનાવતી એક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીનું બેન્ક ખાતું લાલ બંગલા બ્રાન્ચમાં છે. ગત જૂન માસમાં એકાઉન્ટ વિભાગ સંભાળતા રાકેશભાઈ રિકન્સલેશન કરતા હતા ત્યારે તેમના ધ્યાને આવ્યું કે મે માસમાં રૂ.1770 નો ચેક ભર્યો હતો તે ચેકથી 4,61,770 રૂપિયા ચાંગોદર બ્રાન્ચમાંથી ઉપાડેલા છે. આ ચેક તેમના સીએસ ને મોકલવાનો હતો પરંતુ લોકડાઉન ને કારણે તેઓની ઓફિસ બન્ધ હોવાથી જૂન માસમાં કુરિયર કર્યો હતો.

આ પણ વાંચો :  સુરત : કુખ્યાત સાકા ગેંગ દ્વારા યુવક પર જીવલેણ હુમલો, લુખ્ખા તત્વોનો આતંક, ખેલ્યો ખૂની ખેલ

બાદમાં કંપનીના ડાયરેકટર એ 1770 ના ચેકથી 4,61,770 રૂપિયા ઉપાડી લીધા હોવાની જાણ કરી હતી. જેથી માર્કેટિંગ સ્ટાફના એક વ્યક્તિને અંજની કુરિયર ઓફિસે મોકલ્યા હતા. ત્યાં હાજર વ્યક્તિએ કહ્યું કે તેમણે જે ચેક કુરિયર કર્યો હતો તે ક્યાંક ખોવાઈ ગયો હતો. કુરિયર ઓફિસમાં કામ કરતી વ્યક્તિએ કહ્યું કે ચેક મળશે એટલે જાણ કરીશ. અવાર નવાર આ બાબતે પૂછતાં હજુ કુરિયર ન જ મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :  ખુશખબર! આપના શહેરમાં સસ્તું થયું ડીઝલ, જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવબાદમાં કુરિયર કંપનીની ટ્રેકિંગ સિસ્ટમ ચેક કરતા આ કુરિયર જે તે જગ્યાએ ડિલિવરી કરવા માણસ ગયો તો હતો પરંતુ ઓફિસ બન્ધ હોવાથી કુરિયર પરત ઓફિસે આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાદમાં ફરિયાદી એ આ બાબતે બેંકમાં પણ ખરાઈ કરી ત્યારે ચાંગોદર બ્રાન્ચમાં કોઈ એમ.ડી.અબુઝર નામના વ્યક્તિએ ચેકની રકમ બદલી પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે નવરંગપુરા પોલીસે અગાઉ અરજી લીધી હતી અને તપાસ બાદ આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: October 2, 2020, 8:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading