બ્યુટી પાર્લરની સ્વરૂપવાન યુવતીઓને ટુકુર-ટુકુર જોતો હતો રોમિયો, અને પછી...

News18 Gujarati
Updated: September 7, 2019, 11:14 PM IST
બ્યુટી પાર્લરની સ્વરૂપવાન યુવતીઓને ટુકુર-ટુકુર જોતો હતો રોમિયો, અને પછી...
યુવતીના સલૂનની નીચે એક રમકડાની દુકાન આવેલી છે. અહીં દુકાનમાં એક યુવક રોજ એક અઠવાડિયાથી કામ વગર આવતો હતો, અને ખરાબ નજરથી આ યુવતીઓને જોતો

યુવતીના સલૂનની નીચે એક રમકડાની દુકાન આવેલી છે. અહીં દુકાનમાં એક યુવક રોજ એક અઠવાડિયાથી કામ વગર આવતો હતો, અને ખરાબ નજરથી આ યુવતીઓને જોતો

  • Share this:
હર્મેશ સુખડીયા, અમદાવાદ: શહેરમાં છેડતીના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે વસ્ત્રાપુર વિસ્તારનો એક એવો બનાવ સામે આવ્યો જેમાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે. એક બ્યુટી પાર્લરની સ્વરૂપવાન યુવતીઓને પાસેની દુકાનનો એક કારીગર રોજ ટુકુર-ટુકુર જોયા કરતો હતો. યુવતીઓને આ જાણ થતા જ તેને ઠપકો આપ્યો. પણ રોમિયોએ યુવતીઓ સાથે હાથાપાઈ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

23 વર્ષની સ્વરૂપવાન યુવતી થલતેજમાં તેના પતિ સાથે બે વર્ષથી રહે છે, અને આ યુવતી વસ્ત્રાપુર વિસ્તારમાં એક બ્યુટી સલુન ચલાવે છે. તેની સાથે તેની મિત્ર પણ આ બિઝનેસમાં પાર્ટનર છે. આ યુવતીના સલૂનની નીચે એક રમકડાની દુકાન આવેલી છે. અહીં દુકાનમાં એક યુવક રોજ એક અઠવાડિયાથી કામ વગર આવતો હતો, અને ખરાબ નજરથી આ યુવતીઓને જોતો હતો. જેથી આ યુવતીઓ બદદાનતથી ન જોવાનું અવાર નવાર કહેતી હતી. પણ તેમ છતાં આ રોમિયો યુવક આ યુવતીઓને જોયા કરતો હતો.

શુક્રવારે સવારે આ રોમિયો યુવક સલૂન પર આવેલો ત્યારે સલૂન બંધ કરી યુવતીઓ ઘરે જતી હતી. તે દરમીયાન આ યુવકે યુવતીઓનો પીછો કર્યો હતો અને કહ્યું કે તમે મારી વાતો શુ કામ કરો છો. હું સોહમ છું તેમ કહી યુવતીઓને ગાળો બોલ્યો હતો. અન્ય યુવતીએ ગાળો બોલવાની ના પાડતા આ રોમિયોએ વાળ ખેંચી માર મારેલો. જેથી પોલીસને જાણ કરતા આ યુવક ભાગી ગયો હતો.

જેથી વસ્ત્રાપુર પોલીસે આ શખશ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, આરોપી સલૂનની નીચે આવેલી રમકડાની દુકાનમાં જ કામ કરતો હતો.
First published: September 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading