અમદાવાદનાં પોશ વિસ્તારમાં સ્વરૂપવાન મહિલાઓ ચોર બનીને ત્રાટકી!

News18 Gujarati
Updated: October 2, 2019, 2:59 PM IST
અમદાવાદનાં પોશ વિસ્તારમાં સ્વરૂપવાન મહિલાઓ ચોર બનીને ત્રાટકી!
મહિલા ચોર ટોળકી.

આ મહિલાઓ સ્વરૂપ વાન અને સારા પહેરવેશમા અમદાવાદની પોશ સોસાયટી મા જાય છે અને હાથ સાફ કરી ફરાર થઇ જાય છે. આવી ઘટનાઓથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરના પોશ વિસ્તારોમાં ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ખાસ કરીને, પી.જી તરીકે રહેતા હોય તેવા મકાનોમાં આ કિસ્સાઓ વધુ બની રહ્યાં છે અને રાત્રે મોડા આવતી વખતે, મુખ્ય દરવાજા બંધ કરવાનું ભૂલી જતા હોવાથી ચોર ટોળકી તેનો લાભ ઉઠાવે છે.

અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં પી.જી હાઉસમાં ચોરીના બનાવો વધ્યા છે વસ્ત્રાપુરમાં આવેલા અપૂર્વ એપાર્ટમેન્ટમાં મોબાઈલ ચોરી ની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

અપૂર્વ એપાર્ટમેન્ટમાં જલારામ નામનું પી.જી (પેઇંગ ગેસ્ટ) છેલા ઘણા સમયથી ચાલી રહ્યું છે. આ પી.જી મા રહેતા અમન રાજપરાએ ફરિયાદ નોંધાવી છે કે, ગઈ કાલે વહેલી સવારે પી.જીના રૂમમાં બે અજાણી મહિલાઓએ પ્રવેશી રૂમ માં પડેલા મોબાઈલો ચોરી કરી ફરાર થઇ ગઇ હતી અને આ સમગ્ર ઘટના પી.જી હાઉસમાં રહેલા સીસી ટીવી (CCTV) કેમરામાં કેદ થઈ ગઈ હતી.

આ મહિલાઓ સ્વરૂપ વાન અને સારા પહેરવેશમા અમદાવાદની પોશ સોસાયટી મા જાય છે અને હાથ સાફ કરી ફરાર થઇ જાય છે. આવી ઘટનાઓથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.
First published: October 2, 2019, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading