સાવધાન! અમદાવાદમાં સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનાર 18 એકાઉન્ટ બંધ કરાયા


Updated: April 9, 2020, 5:45 PM IST
સાવધાન! અમદાવાદમાં સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનાર 18 એકાઉન્ટ બંધ કરાયા
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં 4થી વધુ લોકો સામે સોશ્યિલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરવાના ગુનામાં ફરિયાદ પણ થઈ છે અને તેમની ધરપકડ પણ કરી છે. આ સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ આવા લોકો ઉપર ખાસ નજર રાખી રહી છે.

  • Share this:
અમદાવાદઃ વિશ્વ હાલ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે. આ મહામારીના (coronaivurs pandemic) સમયે પણ કેટલાક લોકો શાંતિ થી બેસી નથી રહ્યાં અને કંઈ રીતે મામલો વધુ ખરાબ થાય તે માટે અલગ અલગ રીતે પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે.

અમદાવાદમાં 4થી વધુ લોકો સામે સોશ્યિલ મીડિયામાં (social media) ભડકાઉ પોસ્ટ કરવાના ગુનામાં ફરિયાદ પણ થઈ છે અને તેમની ધરપકડ પણ કરી છે. આ સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad cyber crime branch) આવા લોકો ઉપર ખાસ નજર રાખી રહી છે અને તેમની સામે કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચોઃ-શિકાગોનો સુપર સ્પ્રેડર જેણે અંતિમ સંસ્કાર અને બર્થ ડે પાર્ટીમાં ફેલાવ્યો coronavirus

અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાનું કેહવું છે કે સાયબર ક્રાઈમ આવા લોકો ઉપર નજર રાખી રહી છે જે લોકો સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરી રહ્યાં છે તેને લઈ સાયબર ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આવા 18 એકાઉન્ટ આવ્યા હતા.

આ પણ વાંચોઃ-OMG! લોકડાઉનમાં એક યુરો સસ્તી બ્રેડ લેવા માટે 386km દૂર ગયો યુવક

જે લોકો આડકતરી રીતે ભડકાઉ પોસ્ટ મૂકી રહ્યાં છે જેથી તાત્કાલિક આવા એકાઉન્ટ ને બંધ કરાવી દેવા માં આવ્યા છે અને તેની સાથો સાથ 12 એકાઉન્ટ એવા પણ છે જવા લોકો ભડકાઉ પોસ્ટ નાખી રહયા છે. જેથી તેમની સામે ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરાશે. આમ કુલ 30 સોશ્યિલ મીડિયાના એકાઉન્ટ સામે આવ્યું છે.આ પણ વાંચોઃ-ભાઈ-બહેનની અચાનક તબિયત બગડી, ઉલ્ટી થયા બાદ તોડ્યો દમ, 19 લોકો ક્વોરેન્ટાઈન

આશિષ ભાટિયા નું કેહવું છે કે આવી પણ વાત સામે આવી છે કે લોક down માં કેટલાક ને રોડ પર આવવા અને ઓફિસે જવા છૂટછાટ આપવામાં આવી છે પરંતુ તે લોકો દુરુપયોગ કરી રહ્યાં છે. જેથી તેવા લોકો સામે પણ કાર્યવાહી થશે..સમગ્ર મામલે જવા રીતે અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસો વધી રહ્યાં છે તેને જોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે.
First published: April 9, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading