BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી સહિત અન્ય વરિષ્ઠ સંતોએ કોરોના વેક્સીન લીધી

BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી સહિત અન્ય વરિષ્ઠ સંતોએ કોરોના વેક્સીન લીધી
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી સહિત અન્ય વરિષ્ઠ સંતોએ કોરોના વેક્સીન લીધી

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યું છે કે રસી મૂકાવવી એ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે અને એક સામાજિક જવાબદારી પણ છે

  • Share this:
અમદાવાદ : સમગ્ર દેશમાં કોરોના વેક્સિન મહાઅભિયાન ચાલી રહ્યું છે. દેશમાં અલગ અલગ તબક્કામાં વેક્સિન આપવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઇ દેશના તમામ જાણીતા હસ્તીઓ વેક્સિન રસી લીધી છે. ત્યારે દેશના અનેક સાધુ સંતોએ પણ વેક્સીન લઇ સમાજનો એક મોટો મેસજ આપ્યો છે. બીએપીએસ સ્વામિનારાયણના વડા પરમ પૂજય મહંત સ્વામી મહારાજે પણ કોરોના વેક્સિન લીધી છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તેમજ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતો–પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય કોઠારી ભક્તિપ્રિય સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી અને પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી વગેરેએ પોતપોતાના કેન્દ્રમાં કોવીડ-19 માટે વેક્સીન એટલે કે રસી લીધેલ છે અને સર્વેનું સ્વાસ્થ્ય સારું છે.



આ પણ વાંચો - ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યું છે કે રસી મૂકાવવી એ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે અને એક સામાજિક જવાબદારી પણ છે, પરંતુ સાથે સાથે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, વારંવાર હાથ સાફ રાખવા વગેરે બાબતોમાં પણ સમાધાન ન કરીએ એ ખૂબ જરૂરી છે. પૂજ્ય ડોક્ટર સ્વામીએ પણ સામુહિક અપીલ કરીને કોરોનામાં સાવધાની વર્તવા જણાવ્યું છે.

અગાઉ ગુજરાતના અનેક ધાર્મિક ગુરુઓ, સાધુ સંતોએ કોરોના વેક્સિન લઇ સમાજને એક રાહ આપી છે. આજે ચાલી રહેલા કોરોના મહામારીમાં વેક્સીન એક ઇલાજ છે તો સાથે કોવિડ ગાઇડલાઇન સૌથી વધુ કારગર સાબિત થાય છે . આજે પણ અનેક લોકો કોરોના વેક્સીન આડઅસરના પગલે વેક્સીન લેવામા ડરી રહ્યા છે. ત્યારે સમાજમાં ધર્મ ગુરુઓ, સાધુ સંતો અને સામાજિક આગેવાનો આગળ આવી કોરોના વેક્સીન લઇ રહ્યા છે. જેથી અન્ય સામાન્ય વ્યક્તિ પણ કોરોના રસી લેવા આગળ આવે. આ ઉદ્દેશ્યથી બીએપીએસ સંસ્થાના વડા અને અન્ય સ્વામીએ કોરોના વેક્સીન લઇ સમાજને વેક્સીન લેવા અપીલ કરી છે.
Published by:Ashish Goyal
First published:April 03, 2021, 21:24 pm

ટૉપ ન્યૂઝ