બેંક સાથે લેવડદેવડમાં 150 રૂપિયા ચાર્જ થશે, જાણો સચ્ચાઇ શું છે?

Haresh Suthar | News18 Gujarati
Updated: March 4, 2017, 10:25 AM IST
બેંક સાથે લેવડદેવડમાં 150 રૂપિયા ચાર્જ થશે, જાણો સચ્ચાઇ શું છે?
સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી બેંક ટ્રાન્જેક્શનને લઇને જે ખબર સામે આવી રહી છે એને લઇને સૌ કોઇ પરેશાન છે. શું ચાર ટ્રાન્જેકશન બાદ રૂપિયા 150નો ચૂનો લાગશે? આ સવાલ સૌ કોઇના મનમાં છે. ત્યારે ન્યૂઝ18 ટીમે આ મામલે સચ્ચાઇ જાણવાનો પ્રયાસ કર્યો તો જે ખબર વાયરલ થઇ રહી હતી એના કરતાં હકીકત થોડી અલગ સામે આવી છે.

  • Share this:
નવી દિલ્હી #સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી બેંક ટ્રાન્જેક્શનને લઇને જે ખબર સામે આવી રહી છે એને લઇને સૌ કોઇ પરેશાન છે. શું ચાર ટ્રાન્જેકશન બાદ રૂપિયા 150નો ચૂનો લાગશે? આ સવાલ સૌ કોઇના મનમાં છે. ત્યારે ન્યૂઝ18 ટીમે આ મામલે સચ્ચાઇ જાણવાનો પ્રયાસ કર્યો તો જે ખબર વાયરલ થઇ રહી હતી એના કરતાં હકીકત થોડી અલગ સામે આવી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું હતું કે, એક મહિનામાં ચાર ટ્રાન્જેકશન બાદ 150 રૂપિયા ચાર્જ થશે. પરંતુ આમાં હકીકત એવી છે કે આ ટ્રાન્જકશન એટીએમના નહીં પરંતુ બેંકના ધ્યાને લેવાશે. પહેલાની જેમ તમે એટીએમમાંથી બેધડ પૈસા નીકાળી શકશો એમાં ગભરાવાની જરૂર નથી.

એચડીએફસી બેંકના મીડિયા પ્રભારી રાજીવ જણાવે છે કે, ગ્રાહકોની લેવડદેવડને પગલે બેંકો પર પડતા ભારણને ઓછું કરવા માટે આ ચાર્જ નિયત કરાયો છે. પરંતુ આ ચાર્જ માટેના પણ કેટલાક નિયમો છે. જો તમે એટીએમ દ્વારા લેવડદેવડ કરો છો તો એમાં કોઇ ચાર્જ આપવાનો નથી, પરંતુ બેંકમાં વધુ વખત લેણદેણ કરો છો તો ચાર્જ ચુકવવો પડશે.

જો તમે બેંકમાં જઇને એક મહિનામાં ચાર કરતાં વધુ વખત લેણદેણ કરો છો તો તમારે ચાર્જ ચૂકવવો પડશે. મહિનામાં ચાર વખત ફ્રી થશે. દરેક બેંકના ચાર્જ અલગ અલગ હોઇ શકે છે. પરંતુ ખાનગી બેંકોમાં આ ચાર્જ 150 રૂપિયા રખાયો છે. સરકારી બેંકોમાં આ અંગે હજુ કોઇ સ્પષ્ટતા સામે આવી નથી. આ ચાર્જ બચત ખાતા અને સેલેરી એકાઉન્ટ પર જ લાગશે.

bank-transaction-charges-11
First published: March 4, 2017, 10:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading