અમદાવાદ : બેંકકર્મીએ ખાતેદારોની FDનાં 1.69 કરોડ પત્નીના જ એકાઉન્ટમાં નાખી દીધા, બેન્ક સાથેની ઠગાઇનો અજીબ કિસ્સો


Updated: June 27, 2020, 7:35 AM IST
અમદાવાદ : બેંકકર્મીએ ખાતેદારોની FDનાં 1.69 કરોડ પત્નીના જ એકાઉન્ટમાં નાખી દીધા, બેન્ક સાથેની ઠગાઇનો અજીબ કિસ્સો
કિરણ બેંકના ID Password કોપી કરી અને ભારતીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા વીજીલેન્સે પકડી પાડ્યો

કિરણ ચુનારા અમદાવાદ નજીક આવેલા બાવળાની બેંક ઓફ બરોડા શાખામાં સ્પેશિયલ આસિસ્ટન્ટ છે અને છેલ્લા 3-4 મહિનાથી પત્નીના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરતો હતો. આખરે પાપનો ઘડો ફૂટ્યો

  • Share this:
અમદાવાદ: જેનું ખાય તેનું જ ખોદે કહેવત સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. એક બેંકના કર્મચારીએ ખાતેદારોએ કરાવેલી ફિક્સ ડિપોઝિટના (Fixed Deposite) 1.69 કરોડ રૂપિયા પત્નીના (Wife) ખાતામાં (Account) ટ્રાન્સફર કરી દેતા બેન્ક કર્મી સામે બાવળા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ નજીક આવેલા બાવળાની બેંક ઓફ બરોડા શાખામાં (Bank of Baroda)  ઉચાપત (Cheating) થઈ હોવાનું સામે આવ્યું છે. 1,69,75,902 રૂપિયાની ઉચાપત ની ફરિયાદ બાવળા પોલીસ સ્ટેશન મા નોંધાઈ છે. ઉચાપત કરનાર બાવળા બેંક ઓફ બરોડા શાખાનો સ્પેશ્યલ આસીસ્ટન્ટ (Special Assitant) જ હોવાનું સામે આવ્યું છે. બેન્ક ઓફ બરોડા ની વિજિલન્સ ટિમ ના સર્વેલ્સનમા ધ્યાને આવ્યું હતું કે ભારતી ચુનારા નામના એકાઉન્ટમા છેલા 3 થી 4 માસમા મોટી મોટી રકમ વારંવાર જમા થઈ રહી છે. જે શંકાસ્પદ લાગતા બેન્ક એકાઉન્ટની વિગતો તપાસવા મા આવી અને એ એકાઉન્ટ બેન્ક ના જ કર્મચારી કિરણ ચુનારાની પત્નીનું સામે આવતા વધુ શંકા જતા તપાસ કરી હતી.


બેન્કના મેનેજર આખો મામલો સામે લાવ્યા ત્યાર બાદ બેન્ક મેનેજરે ફરિયાદ નોંધાવતા ની સાથે જ આરોપી કિરણ ચુનારા ફરાર થઈ ગયો છે. ત્યારે બાવળા પોલીસે આરોપી ની શોધખોળ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : કોરોના વાયરસ : રાજ્યમાં નવા 580 કેસ નોંધાયા, 24 કલાકમાં 532 દર્દીઓ સાજા થયા

બાવળા પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ બેન્કના ID અને Password નો દુરુપયોગ કરી ઉચાપત કરી છે. બીજા કર્મચારીઓ ના આઈ.ડીં અને પાસવર્ડનો પણ દુરઉપયોગ કર્યો છે.આરોપી કિરણ ચુનારા વર્ષ 2017 થી ફરજ પર છે. બેન્ક ઓફીસ ખાતામાંથી બેંકના ગ્રાહકોના ખાતાના ફિક્સ ડીપોઝીટ તોડીને અને ગ્રાહકો ના બચત ખાતા ના બેલેન્સ માંથી કુલ રૂપીયા 1,69,75,902 તેની પત્ની ભારતીબેન કિરણભાઇ ચુનારા ના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. ઓન લાઇન બેંકીંગ તેમજ અન્ય રીતે આ ખાતામાંથી પૈસા ઉપાડ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :   સુરત : યુવકે દારૂના નશામાં ગાડી ડિવાઇડર પર ચઢાવી દીધી, 2 બાઇક ચાલકોને ઉડાવી ભાગ્યો - video

ઉચાપત કરી બેંક અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરનાર કિરણ ચુનારા સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી હોવાનું બાવળા પીઆઇ આર.જી.ખાંટ એ જણાવ્યું છે.
First published: June 27, 2020, 7:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading