Home /News /madhya-gujarat /

1000 બાદ હવે 500 રૂપિયાની જુની નોટ પણ રદ, બેંકોમાં જ જમા કરાવી શકાશે

1000 બાદ હવે 500 રૂપિયાની જુની નોટ પણ રદ, બેંકોમાં જ જમા કરાવી શકાશે

નોટબંધી બાદ સમયાંત્તરે 1000 રૂપિયાની નોટ ચલણમાંથી રદ થયા બાદ શુક્રવાર મધરાતથી હવે 500 રૂપિયાની નોટ પણ ચલણમાં નહીં, હવેથી આ નોટ માત્ર અને માત્ર બેંકોમાં જ જમા કરાવી શકાશે. અહીં નોંધનિય છે કે, પહેલા 500 રૂપિયાની નોટ પેટ્રોલ સહિતના ઇમરજન્સીના સ્થળે 15મી ડિસેમ્બર સુધી લેવાની હતી. પરંતુ ચાલુ માસના પ્રારંભે સરકારે નિયમમાં ફેરફાર કર્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #નોટબંધી બાદ સમયાંત્તરે 1000 રૂપિયાની નોટ ચલણમાંથી રદ થયા બાદ શુક્રવાર મધરાતથી હવે 500 રૂપિયાની નોટ પણ ચલણમાં નહીં, હવેથી આ નોટ માત્ર અને માત્ર બેંકોમાં જ જમા કરાવી શકાશે. અહીં નોંધનિય છે કે, પહેલા 500 રૂપિયાની નોટ પેટ્રોલ સહિતના ઇમરજન્સીના સ્થળે 15મી ડિસેમ્બર સુધી લેવાની હતી. પરંતુ ચાલુ માસના પ્રારંભે સરકારે નિયમમાં ફેરફાર કર્યો હતો.

મોદી સરકારના નોટબંધીના નિર્ણયથી હાલાકી ભોગવી રહેલ આમ આદમી હજુ પણ ઠેર ના ઠેર જ છે. શહેર સહિત રાજ્યભરમાં પણ હજુ બેંકો અને એટીએમમાં લાંબી કતારો છે. મોટા ભાગના એટીએમ પણ થોડો સમય ચાલ્યા બાદ જાણે આરામ ફરમાવે છે.

હાલાકીની આ સ્થિતિ વચ્ચે હવે 500 રૂપિયાની નોટ પણ ચલણમાંથી બહાર થઇ છે. સરકાર દ્વારા 1000 રૂપિયાની નોટ ચલણમાંથી રદ કરાયા બાદ 500 રૂપિયાની નોટ પેટ્રોલ પંપ પર 15મી ડિસેમ્બર સુધી લેવાની જાહેરાત કરી હતી. પરંતુ સરકાર દ્વારા 1લી તારીખે નિયમમાં સુધાર કરતાં આ સમય મર્યાદા ઘટાડી હતી અને 2જી તારીખને શુક્રવાર મધરાત સુધી કરી હતી. હવેથી પેટ્રોલ પંપ પર પણ 500 રૂપિયાની નોટ બંધ થઇ ગઇ છે. હવે આ જુનો નોટો માત્ર ને માત્ર બેંકોમાં જ જમા કરાવી શકાશે.
First published:

Tags: 500 1000 રૂપિયા, નોટબંધી, પેટ્રોલ પંપ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन