Home /News /madhya-gujarat /

Bank Employees strike: બે દિવસ બેંક કર્મચારીનો હલ્લાબોલ, જાણઓ બેંક કર્મચારીઓએ શું કહ્યું?

Bank Employees strike: બે દિવસ બેંક કર્મચારીનો હલ્લાબોલ, જાણઓ બેંક કર્મચારીઓએ શું કહ્યું?

હડતાળ ઉપર ઉતરેલા બેન્કના કર્મચારીઓ

Bank strike news:રાષ્ટ્રીયકૃત બેંકના (Nationalized Bank) કર્મચારીઓ અને અધિકારીઓ કેન્દ્ર સરકારના બેંક મર્જર કરવાના નિર્ણય સામે તેમજ ભારત સરકારના (Government of India) બેંકિંગ રેગ્યુલેશન એક્ટમાં (Banking Regulation Act) સુધારા બાબતે વિરોધ કરવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
અમદાવાદઃ ગુજરાતના બેંક કર્મચારીઓ (Bank employees strike) આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યાં છે. આજે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં અમદાવાદના (Ahmedabad news) તમામ બેંક કર્મચારીઓએ બેંકના ખાનગીકરણ (Privatization of the bank) થવા અંગે વિરોધ તથા સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. તમામ કર્મચારીઓએ ખાનપુરથી વલ્લભ સદન સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી પણ યોજી હતી. 16 અને 17 ડિસેમ્બરના રોજ રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બેંકના (Nationalized Bank) કર્મચારીઓ અને અધિકારીઓ કેન્દ્ર સરકારના બેંક મર્જર કરવાના નિર્ણય સામે તેમજ ભારત સરકારના (Government of India) બેંકિંગ રેગ્યુલેશન એક્ટમાં (Banking Regulation Act) સુધારા બાબતે વિરોધ કરવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે દેશ અને રાજ્યની તમામ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ અધિકારીઓ હડતાળ પાડી પોતાની કામગીરીથી દૂર રહેશે. કારણકે કે કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં બેન્કિંગ સેક્ટરમાં એક મહત્ત્વનો સુધારો કરવા જઈ રહી છે. જેમાં બેન્કિંગ રેગ્યુલેશન એકટમાં રાષ્ટ્રીયકૃત બેન્કમાં સરકારી મૂડી 51% થી ઘટાડી રહી છે. જેના કારણે બેંકોનું સંચાલન ખાનગી માલિકી થઈ જવાની આશંકા બેંક યુનિયન વ્યક્ત કરી રહ્યું છે. આ મામલે ખાનપુર ખાતે બેંકના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે.

આ અંગે જણાવતા બેંક કર્મચારી પિનાકીન બ્રહ્મભટ્ટના કહેવા પ્રમાણે કોરોના કાળમાં બેકિંગ પ્રાઇવેટ સેક્ટર કરતાં સૌથી વધારે પબ્લિક સેક્ટર એ સૌથી મોટું કામ કર્યું છે. જન ધન યોજના નું કામ હોય કે પછી પેન્શન યોજનાનું કામ સૌથી વધારે ફોર્મ લઇને તમામ પ્રોસિજર માટે ખાતેદારોએ બેંક પર વિશ્વાસ મૂક્યો છે જો સરકાર બેંકોનું ખાનગીકરણ કરશે તો ખાતેદારોનો વિશ્વાસ જીતી શકશે તે સવાલ પહેલો થવો જોઈએ.

આ પણ વાંચોઃ-વલસાડઃ કરપાડામાં Engagement તોડવા મામલે યુવકને ઢોર માર મારતા મોત, યુવતીના પરિવારના સાતની ધરપકડ

બે દિવસમાં 20 હજાર કરોડના ટ્રાન્ઝેક્શનને અસર પડશે
કેન્દ્ર સરકાર નવી 2 બેંકોનું મર્જર કરશે જેના નામ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યા પરંતુ પબ્લિક સેક્ટર બેંકના કર્મચારીઓ અને અધિકારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી રાજ્યભરની રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ 2 દિવસની હડતાળ પાળશે.

આ પણ વાંચોઃ-OMG! મહિલાએ જાહેરમાં બોસ સાથે કર્યો દુર્વ્યવહાર, પછી કોર્ટમાં જઈને લાખોનું લીધુ વળતર!

બે દિવસની હડતાળના કારણે 20 હજાર કરોડના ટ્રાન્ઝેક્શનને અસર પડશે. આ હડતાળમાં 4800 રાષ્ટ્રીયકૃત બેંકના કુલ 70 હજાર જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે જ્યારે દેશની 108000 શાખાના કર્મચારીઓ કામકાજથી અળગા રહેશે. જેને લઇને દેશ ની ઈકોનોમી પર સૌથી વધુ અસર જોવા મળશે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, BANK STRIKE

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन