બે વર્ષ માટે નવી ખાનગી શાળાને મંજૂરી માટે પ્રતિબંધ મુકો, જાણો શાળા સંચાલક મંડળે શું કરી રજુઆત
બે વર્ષ માટે નવી ખાનગી શાળાને મંજૂરી માટે પ્રતિબંધ મુકો, જાણો શાળા સંચાલક મંડળે શું કરી રજુઆત
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad news: આગામી બે વર્ષ માટે નવી ખાનગી શાળાને મંજૂરી માટે પ્રતિબંધ લગાવવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) સમક્ષ માંગ કરવામાં આવી છે.
અમદાવાદ: રાજ્યભરમાં ખાનગી શાળાઓનાં (private school) વધતા વ્યાપને કારણે ગ્રાન્ટેડ શાળાઓને (Granted schools) તાળા વાગી રહ્યા છે. રાજ્યમાં ચાલુ વર્ષે 80 સ્કૂલોએ સ્કૂલ બંધ કરવા DEO ને અરજી કરી છે. છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં 1400 થી વધુ ગ્રાન્ટઇન સ્કૂલોને તાળા લાગ્યા છે. ત્યારે આગામી બે વર્ષ માટે નવી ખાનગી શાળાને મંજૂરી માટે પ્રતિબંધ લગાવવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) સમક્ષ માંગ કરવામાં આવી છે. વાલીઓએ હવે પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાં મુકવા તૈયારી રાખવી પડશે. કારણ કે પ્રાથમિક સ્કૂલો મર્જ થયા બાદ હવે ગ્રાન્ટઇન સ્કૂલોનો વારો હોય તેવું લાગે છે.
સરકાર ગ્રાન્ટઇન સ્કૂલોને ધીમે ધીમે બંધ કરી રહી છે. છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં 1400 થી વધુ ગ્રાન્ટઇન સ્કૂલોને તાળા લાગ્યા છે. રાજ્યમાં ચાલુ વર્ષે 80 સ્કૂલોએ સ્કૂલ બંધ કરવા DEO ને અરજી કરી છે. સરકારની નીતિ સામે ગ્રાન્ટઇન સ્કૂલના સંચાલકો થાકીને સ્કૂલો બંધ કરવા મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ગ્રાન્ટઇન સ્કૂલો બંધ થશે તો ધોરણ 9થી 12 નું શિક્ષણ મોંઘું બનશે એ નક્કી છે. સ્કૂલ નિભાવ ખર્ચ સરકારે પરિણામ આધારિત કરતા સ્કૂલોને મોટો ફટકો પડી રહ્યો છે.
આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ એ જણાવ્યું કે આગામી બે વર્ષ માટે રાજ્યમાં નવી સ્વનિર્ભર સ્કૂલને મંજૂરી ના આપવા અપીલ કરાઇ છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે.
પત્રમાં રજૂઆત કરાઈ છે કે, જો કે બે વર્ષ માટે નવી સ્વનિર્ભર શાળાઓને મંજૂરી આપવામાં ના આવે તો ગ્રાન્ટેડ શાળાઓને જીવનદાન મળશે. રાજ્યમાં સ્વનિર્ભર શાળાઓ સતત વધતી હોવાથી ગ્રાન્ટેડ શાળાઓના અસ્તિત્વ સામે સવાલ ઉભા થયા છે. કેટલીક નીતિઓને કારણે ગ્રાન્ટેડ શાળાઓ સતત બંધ થઈ રહી છે.
રાજ્યમાં 1994 બાદથી સરકારે સ્વનિર્ભર શાળાઓ શરૂ કરવા મંજૂરી આપવાની શરૂઆત કરી હતી ત્યારબાદથી ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી આપવાનું રાજ્ય સરકારે ધીમે ધીમે બંધ કરી દેતા, નવી ગ્રાન્ટેડ શાળાને આજના સમયમાં મંજૂરી મળતી નથી.
જે સ્વનિર્ભર શાળાઓ છે એને વર્ગ વધારો આપવાની જરૂરિયાત હોય તો યોગ્ય કાર્યવાહી કરી વર્ગ વધારો આપવામાં આવે એમાં વાંધો ના હોય શકે. પરંતુ નવી ખાનગી શાળાઓને મંજૂરી પર પ્રતિબંધ મુકવો જોઈએ.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર