અમદાવાદ : 'ભુવાજીને બળિયા દેવ આવ્યા અને કહ્યું, બાપજીને ટાઢા કરવામાં આવે તો કોરોના મટી શકે'

અમદાવાદ : 'ભુવાજીને બળિયા દેવ આવ્યા અને કહ્યું, બાપજીને ટાઢા કરવામાં આવે તો કોરોના મટી શકે'
સાણંદના વાયરલ વીડિયો મુદ્દે સરપંચે જણાવ્યું શા માટે યોજ્યો હતો કાર્યક્રમ

પોલીસએ બે અલગ અલગ ગુના નોંધી નવાપુરાના સરપંચ સહિત ચાંગોદરથી 18 અને સાણંદથી 12 લોકોની એમ કુલ 30 લોકોની ધરપકડ કરી

  • Share this:
અમદાવાદ (Ahmedabad) એક તરફ દેશમાં કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે બીજીતરફ ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સાણંદ (Sanand) અને ચાંગોદર (Changodar) વિસ્તારમાંથી બે વીડિયો (Video) સામે આવ્યા છે જેમાં સંખ્યાબંધ લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. વીડિયોમાં મહિલાઓ ડીજે ના તાલ સાથે માથે કળશ મૂકી મંદિર બળિયાદેવજીના મંદિરમાં  જળાભિષેક કરવા જઇ રહી છે. આ દ્રશ્યોમાં કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં જો કોઇપણ વ્યક્તિ ને કોરોના હશે તો કોરોના વિસ્ફોટ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

મળતી માહિતી પ્રમાણે આ વીડિયો 3 મે નો હોવાનું સામે આવ્યું છે. જોકે આ સિવાય ગંભીર બાબત એ સામે આવી છે કે નિધરાડ ગામના સરપંચના પરિવાર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે 'ગામના ભુવાજીને બળિયા દેવ આવ્યા હતા અને તેમણે જણાવ્યુ કે તેમને ટાઢા કરવામાં આવે તો કોરોના મટી શકે' તેમ છે. આ મામલે તેઓનું એવું પણ કહેવું છે કે છેલ્લા 15 દિવસમાં  30 લોકોનાં મોત થયા છે જેથી ભુવાજીની વાત માની અમે આ ધાર્મિક કાર્યક્રમ કર્યો હતો.આ પણ વાંચો :  સુરત : ફિલ્મોના ચોરને પણ આટી મારે એવી ગેંગ, રાત્રે કરતા ચોરી, દિવસે કરતાં ખાસ ધંધો

આ ઘટનામાં જોવા જઈએ તો શ્રદ્ધા એ એક જગ્યાએ છે પરંતુ કોરોનાની આ મહામારીમાં સોશિયલ ડિસ્ટનસ જાળવવું અને નિયમોનું પાલન કરવું જરૂરી છે તેવા સમયે આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમ કરવા એ કેટલું યોગ્ય ગણાશે.

આ પણ વાંચો : રાજકોટ : હ્રદય દ્વાવક ઘટના! 'મારી પત્નીને કહેજો મેરૂ સાથે જિંદગી કાઢે..,' પતિએ જિંદગી ટૂંકાવી

30 વ્યક્તિની ધરપકડ

ત્યારે આ સમગ્ર મામલે પોલીસએ બે અલગ અલગ ગુના નોંધી નવાપુરાના સરપંચ સહિત ચાંગોદરથી 18 અને સાણંદથી 12 લોકોની એમ કુલ 30 લોકોની ધરપકડ કરી છે. અને અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે. જોકે આ મામલે વીડિયો સામે આવ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય એસ. પી. વીરેન્દ્ર યાદવ દ્વારા ગામોમાં જઇ મીટીંગ કરવામાં આવી છે અને ફરીવાર આવું ન થાય તે માટે કડક સૂચના પણ આપવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:May 05, 2021, 20:43 pm

ટૉપ ન્યૂઝ