સગી માતાએ 12 દિવસની બાળકીને પાણીની ટાંકીમાં નાખી કરી હતી હત્યા, મળ્યા શરતી જામીન

News18 Gujarati
Updated: October 31, 2019, 7:36 PM IST
સગી માતાએ 12 દિવસની બાળકીને પાણીની ટાંકીમાં નાખી કરી હતી હત્યા, મળ્યા શરતી જામીન
ફાઈલ ફોટો

અંડરગ્રાઉન્ડ ટાંકીમાં નાંખી દઇ ટાંકીનું ઢાંકણું બંધ કરી માસૂમ બાળકીની હત્યા કરી હતી

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: મહેસાણા જિલ્લાના કડીના લુહારકુઇ વિસ્તારમાં પાંચ મહિના અગાઉ માત્ર બાર દિવસની બાળકીને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં નાંખીને હત્યા કરનારા સગી માતાને ગુજરાત હાઇકોર્ટે આખરે શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. અગાઉ મહેસાણા સેશન્સ કોર્ટે માતાના જામીન નામંજૂર કરતાં તેણીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેની સુનાવણી બાદ હાઇકોર્ટે અરજદાર માતાના શરતી જામીન મંજૂર કર્યા હતા.

આ કેસની વિગત એવી છે કે, મહેસાણા જિલ્લાના કડી શહેરના લુહારકુઇ વિસ્તારમાં મનીષાબહેન નરેશભાઇ ખાનચંદાણીએ પોતાની જ સગી બાળકીને પાંચ મહિના અગાઉ તા.૧૩-૫-૨૦૧૯ના રોજ પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં નાંખી દઇ ટાંકીનું ઢાંકણું બંધ કરી માસૂમ બાળકીની હત્યા કરી હતી. જેની જાણ પતિને થતા તેણીના પતિએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અરજદાર માતા મનીષાબહેન ખાનચંદાણી તરફથી કરાયેલી જામીનઅરજીમાં એડવોકેટે રજૂઆત કરી હતી કે, અરજદારની માનસિક પરિસ્થિતિ સારી ન હતી. અરજદારના પતિની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી. વળી, અરજદારના સીઝેરીયનમાં રૂ.૩૦ હજાર જેટલો ખર્ચો થયો હતો, તેનાથી પણ તે માનસિક તાણમાં હતી. અરજદાર પોતે એક મહિલા છે અને છેલ્લા પાંચ મહિનાથી જેલમાં છે. આ સંજોગોમાં હાઇકોર્ટે માનવીય અભિગમ અપનાવી અરજદારને શરતી જામીન પર મુકત કરવી જોઇએ.

કેસની સુનાવણી દરમ્યાન અરજદાર મહિલાના પતિએ હાઇકોર્ટમાં વાંધો લીધો ન હતો તે બાબત ધ્યાનમાં રાખીને અને અરજદારપક્ષની રજૂઆત ગ્રાહ્ય રાખીને હાઇકોર્ટે અરજદાર માતાના શરતી જામીન મંજૂર રાખ્યા હતા.
First published: October 31, 2019
વધુ વાંચો
अगली ख़बर