અમદાવાદ: શાહીબાગમાં જાહેર માર્ગ પર ચિલઝડપ, આરોપીઓએ ફરિયાદીના કર્યાં આ હાલ

અમદાવાદ: શાહીબાગમાં જાહેર માર્ગ પર ચિલઝડપ, આરોપીઓએ ફરિયાદીના કર્યાં આ હાલ
પ્રતીકાત્મક તસવીર

મંગળવારે ભરબપોરે એલ.આઇ.સી એજન્ટ (LIC Agent)ને રૂપિયા ત્રણ લાખ લઈને એફ.એસ.એલ સર્કલ પાસે નીકળવું ભારે પડ્યું છે. 

  • Share this:
અમદાવાદ: શહેરમાં ચૂંટણી અને ક્રિકેટ મેચને લઇને પોલીસ વીવીઆઇપી બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે તેનો ગેરલાભ ગુનેગારો ઉઠાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મંગળવારે ભરબપોરે એલ.આઇ.સી એજન્ટ (LIC Agent)ને રૂપિયા ત્રણ લાખ લઈને એફ.એસ.એલ સર્કલ પાસે નીકળવું ભારે પડ્યું છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને છેલ્લાં 20 વર્ષથી એલ.આઇ.સી એજન્ટ તરીકે કામ કરતા ગિરિરાજસિંહ ગોહિલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, ગઈકાલે બપોરે તેઓ પોતાનું ઓફિસનું કામ પૂર્ણ કરીને અલગ અલગ જગ્યાએ ગ્રાહકોના પ્રીમિયમની ઉઘરાણી માટે નીકળ્યા હતા. ગ્રાહકોનાના રૂપિયા ત્રણ લાખ બેગમાં મૂકીને તેઓએ બેગ એક્ટિવામાં લટકાવી હતી. બેગ એક્ટિવાના આગળના ભાગમાં આવેલા હૂંકમાં ભરાવીને તેઓ સાંજના સમયે નરોડાથી સુભાષ બ્રિજ જવા માટે નીકળ્યા હતા.

આ દરમિયાન તેઓ એફ.એસ.એલ સર્કલથી1200 બેડની હૉસ્પિટલ ગેટ પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે પાછળથી એક એક્ટિવા પર બે લોકો આવ્યા હતા. બંને ફરિયાદીના એક્ટિવા ઉપર લટકાવેલી રૂપિયા ત્રણ લાખ ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા.આ પણ વાંચો: US તંત્ર તરફથી ભારતની સામાજિક કાર્યકર અંજલિ ભારદ્વાજ સન્માનિત, ભ્રષ્ટાચાર વિરોધી 12 ચેમ્પિયન્સમાં શામેલ

આરોપીની આવી હરકત બાદ અચાનક જ ફરિયાદીએ બેલેન્સ ગુમાવી દીધું હતું અને તેઓ રોડ પર પટકાયા હતા. જોકે, તેઓએ ઊભા થઈને હિંમત કરીને આરોપીઓનો પીછો કર્યો હતો. જોકે, આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. બેગમાં રોકડ સિવાય ચેક બુક, પાસ બુક પ્રીમિયમની રસીદો સહિતના દસ્તાવેજો પણ હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: 'તમે લોકો ક્યારથી સિંહ લખાવતા થઈ ગયા? કાઢી નાખજે નહીં તો છરી મારી દઈશું'

ચૂંટણી ઇફેક્ટને પગલે કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું

મહાનગરપાલિકાની ચૂંટણી બાદ અમદાવાદ શહેર (Ahmedabad city)માં કોરોના (Coronavirus)એ ફરીથી માથું ઊંચક્યું છે. શહેરમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ એકાએક કોરોનાનાં કેસમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad municipal corporation)ના આરોગ્ય તંત્ર તરફથી છેલ્લા બે દિવસમાં અલગ અલગ વિસ્તારની આઠ સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન (Micro containment zone) તરીકે જાહેર કરી છે. મતદાન બાદના બીજા દિવસે ત્રણ સોસાયટી અને મતગણતરીના દિવસે પાંચ સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. જે વિસ્તારોની સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવી છે તેમાં ખોખરા, બોપલ, ભાઈપુરા, બોડકદેવ સહિતનો સમાવેશ થાય છે.
Published by:Vinod Zankhaliya
First published:February 24, 2021, 13:04 pm

ટૉપ ન્યૂઝ