ખેડૂતો માટે માઠા સમાચાર : રાજ્યમાં 27-28 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી


Updated: January 25, 2020, 2:58 PM IST
ખેડૂતો માટે માઠા સમાચાર : રાજ્યમાં 27-28 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી
પ્રતીકાત્મક તસવીર

રવિવાર પછી બે દિવસ પોરબંદર, રાજકોટ, દ્વારકા,વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના

  • Share this:
અમદાવાદ : ખેડૂતો માટે માઠા સમાચાર છે.સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે હવામાન વિભાગે 27 અને 28 જાન્યુઆરીના સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જયંત સરકારે જણાવ્યું છે કે  27 જાન્યુઆરીના રાજકોટ,પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છ. તો 28 જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.અને આજે લઘુતમ તાપમાન ગઈકાલની સરખામણીએ 3 ડિગ્રી ઉંચુ નોંધાયુ છે.જેના કારણે ઠંડીનુ પ્રમાણ ઘટ્યુ છે.તો બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.સાક્લોનિક સરક્યુલેશનના કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યા છે.અને વાદળ છાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈો છે.ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે.

આ પણ વાંચો : રાજકોટ : કાશ્મીરથી કેરળ અને મહારાષ્ટ્રથી નેપાળ સુધી ચોરી કરનારી રાજસ્થાની ગેંગ ઝડપાઈ

તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે

જોકે હવામાન વિભાગે જણાવ્યું કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે.મહત્વપૂર્ણ છે કે ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે.જેના કારણે વારંવાર સિસ્ટમો સક્રિય થઈ રહી છે.અને વાતાવરણમાં પલટો,કમોસમી વરસાદ,તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો થઈ જવો.અને તેના કારણે સિઝન પાકને નુકસાન થાય છે અને પાકને નુકસાન થતા સિધી અસર માર્કેટમાં જોવા મળશે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતના અમુક વિસ્તારોમાં હળવા વિસ્તારની આગાહી કરી છે. (પ્રતિકાત્મક તસવીર)
આ પણ વાંચો : રાહુલ ગાંધી કરશે હુંકાર, રાજ્યમાં બેરોજગારી, મોંઘવારી અને આર્થિક સ્થિતિ અંગે સભાઓ સંબોધશે

વાતાવરણમાં પલટો આવ્યો

આજે પણ ઠંડી ઘટી છે પરંતુ વાતાવરણમાં પલટો આવ્યો છે.વાદળ છાયા વાતાવરણના કારણે ભેજનુ પ્રમાણ વધે છે.જે પાકમાં જીવાત ઉત્પન કરે છે.રાજ્યમા આજે પણ સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યુ છે.નલિયાનુ લઘુતમ તાપમાન 10.4 ડિગ્રી નોંધાયુ છે.અમદાવાદ શહેરનુ લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી,વડોદરાનુ તાપમાન 14 ડિગ્રી,રાજકોટનુ તાપમાન 16 ડિગ્રી,ભુજનુ તાપમાન 14.3 ડિગ્રી,ગાંધીનગરનુ લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયુ છે.એટલે કે ગઈકાલ કરતા ત્રણ ડિગ્રી ઉંચુ તાપમાન રહ્યુ છે.
First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर