અમદાવાદઃ L.G. હોસ્પિટલમાં પ્રસુતાની પીડા બાદ જન્મેલા બાળકનું મોત

અમદાવાદઃ L.G. હોસ્પિટલમાં પ્રસુતાની પીડા બાદ જન્મેલા બાળકનું મોત
એલ.જી. હોસ્પિટલની ફાઇલ તસવીર

દાખલ મહિલાને અચાનક હોસ્પિટલના બેડ પર જ પ્રસુતિ થઈ અને બાળક નીચે પડી જતા મોત થયાની ઘટના બની છે.

 • Share this:
  સંજય ટાંક, અમદાવાદઃ અમદાવાદની એલજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. અહીં દાખલ મહિલાને અચાનક હોસ્પિટલના બેડ પર જ પ્રસુતિ થઈ અને બાળક નીચે પડી જતા મોત થયાની ઘટના બની છે. અને સ્ટાફની બેદરકારીનો આક્ષેપ મહિલાના પરિવારજનો લગાવી રહ્યા છે. જોકે એલ જી હોસ્પિટલના સુપરિટેનડેન્ટએ આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યા હતા.

  કોર્પોરેશન સંચાલિત એસ.જી. હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. મૂળ દાહોદના શહેરમાં નારોલમાં મજૂરી કરતો પરિવાર હાલ આઘાતમાં છે. વહેલી સવારે પરિવારની દીકરીને પ્રસૂતાને પીડા ઉપડી હતી. અને અચાનક પ્રસુતિ થઈ ગઈ હતી. જેથી બાળક નીચે પડી જતા બાળકનું મોત થયું હતું. આ સમયે નર્સ કે કોઈ સ્ટાફ હાજર નહિ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. અન્ય દર્દીઓના સગાઓએ પણ આક્ષેપ લગાવ્યો હતો. ઘટનાના પગલે પરિવારજનોએ હલ્લો પણ મચાવ્યો.  બીજી તરફ ઘટનાની જાણ થતાં મણિનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યારે એલ.જી. હોસ્પિટલ સુપરિટેનડેન્ટ તમામ આક્ષેપોને પાયાવિહોના ગણાવી રહ્યા છે. અને બાળકનું મોત પ્રિમેચ્યોર ડિલિવરીના કારણે થયું હોવાનું જણાવી રહ્યા છે.

  એલ જી હોસ્પિટલમાં બેદરકારીની ઘટના પહેલીવાર નથી. અગાઉ પણ ડોક્ટરની બેદરકારીને લીધે હોસ્પિટલ વિવાદમાં રહી ચુકી છે. જોકે આ ઘટનામાં પરિવારના આક્ષેપો સાબિત નહીં થતા ઘટના પર પડદો પડી ગયો છે.
  First published:July 03, 2019, 17:19 pm